For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોરોના વાયરસને લઈ ફરી ચીન પર ભડક્યા ટ્રમ્પ, બોલ્યા- બેઈજિંગ મહામારી રોકી શકતું હતું

કોરોના વાયરસને લઈ ફરી ચીન પર ભડક્યા ટ્રમ્પ, બોલ્યા- બેઈજિંગ મહામારી રોકી શકતું હતું

|
Google Oneindia Gujarati News

વૉશિંગ્ટનઃ અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે કોરોના વાયરસના સંકટને લઈ ફરી એકવાર ચીન પર ભડાસ કાઢી છે. ટ્રમ્પે ચીન પર આરોપ લગાવ્યો છે કે ચીન એ મોતોને ભૂલી રહ્યું છે જે તેમના દેશે સહન કરી છે. ટ્રમ્પે આની સાથે જ ફરી ચીન પર પ્રહાર કરતા કહ્યું કે જો ઈચ્છા હોત તો ચીન આ મહામારીને રોકી શકતું હતું પરંતુ તેણે આવું ના કર્યું.

donald trump

ટ્વીટ કરી ટ્રમ્પે લખ્યું કે, પ્રવક્તા ચીન તરફથી મૂર્ખતાપૂર્ણ વાતો કરવામાં આવે છે અને આવું કરી તેઓ દર્દને ભૂલવાની કોશિશ કરે છે જે આખી દુનિયાથી થતાં અમેરિકામાં આવી ગયું. આ ખોટી જાણકારી અને પ્રપોગેંડા છે અને અમેરિકા અને યૂરોપનું અપમાન છે. ચીન આ મહામારીને રોકી શકતું હતું પરંતુ તેણે એવું ના કર્યું. ટ્રમ્પે વધુ એક ટ્વીટ કર્યું અને લખ્યું કે ચીનમાં કેટલાક સિરફિરા કોરોનાવાયરસ માટે બાકી લોકોને દોષ આપી રહ્યા છે, જ્યારે ચીનની નાકામીએ દુનિયાભરમાં હત્યાને અંજામ આપ્યો છે. આ ચીનની કમજોરી સિવાય બીજું કંઈ નથી.

ચીન સાથેની ટ્રેડ ડીલ પર સંકટ

પાછલા અઠવાડિયે પણ ટ્રમ્પે કહ્યું હતું કે તેઓ ચીનથી ઘણા નિરાશ છે. આ વાયરસને ચીન રોકી શખતું હતું પરંતુ તે સંપૂર્ણપણે અસફળ રહ્યું. આની સાથે જ ટ્રમ્પે એમ પણ કહ્યું હતું કે મહામારીના કારણે હવે ચીન અને અમેરિકાની ટ્રેડ ડીલ પર સંકટ આવી ગયું છે. એક ઈન્ટર્વ્યૂમાં ટ્રમ્પે કહ્યું કે, ચીન ઈચ્છત તો આવું ક્યારેય ના થાત. મેં એક ટ્રેડ ડીલ કરી પરંતુ હવે હું કહું છું કે મને લાગી છે કે આવું ના કરવું જોઈએ. ટ્રેડ ડીલને વધુ સમય નહોતો થયો અને મહામારી આવી ગઈ. ટ્રમ્પ દોઢ મહિનાથી વાયરસ માટે ચીનને જવાબદાર ગણાવી રહ્યું છે. આ મહિનાની શરૂઆતમાં તેમણે કહ્યું હતું કે વાયરસ ચીનની વુહાન ઈન્સ્ટીટ્યૂટ ઑફ વાયરોલૉજીથી જ નિકળ્યો હતો તેના તેમની પાસે સબૂત છે.

1 જૂનથી ચાલશે દુરંતો, સંપર્ક ક્રાંતિ જેવી 100 ટ્રેન, જુઓ આખી યાદી1 જૂનથી ચાલશે દુરંતો, સંપર્ક ક્રાંતિ જેવી 100 ટ્રેન, જુઓ આખી યાદી

English summary
donald trump again blamed china for covid 19 pandemic
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X