For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ડોનાલ્ડ ટ્રમ્પ હાર્લી ડેવિડસન બાઈકને કારણે ભારતથી ગુસ્સે

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ હાર્લી ડેવિડસન પર વધારવામાં આવેલી ઈમ્પોર્ટ ડ્યુટીને કારણે ભારત સાથે નારાજ દેખાઈ રહ્યા છે.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ હાર્લી ડેવિડસન પર વધારવામાં આવેલી ઈમ્પોર્ટ ડ્યુટીને કારણે ભારત સાથે નારાજ દેખાઈ રહ્યા છે. ફરી એકવાર તેમને પોતાનો ગુસ્સો ઠાલવ્યો છે. તેમનો આ ગુસ્સો અમેરિકી ગવર્નન્સ મિટિંગમાં જોવા મળ્યો. આ મિટિંગમાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ઘ્વારા ભારતની આર્થિક નીતિઓ પર સવાલ ઉઠાવવામાં આવ્યા. તેમને કહ્યું કે ભારતથી જયારે હાર્લી ડેવિડસન બાઈક અમેરિકા આવે છે ત્યારે કઈ પણ મળતું નથી પરંતુ જયારે આજ બાઈક અમેરિકા થી ભારત જાય છે ત્યારે 100 ટકા ટેક્સ આપવો પડે છે.

લગભગ 10 દિવસ પહેલા પણ ડોનાલ્ડ ટ્રમ્પ ઘ્વારા આવું નિવેદન આપવામાં આવ્યું હતું. ક્યાંક ને ક્યાંક તેઓ ભારત પર દબાવ નાખવાની કોશિશ કરી રહ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પ ઘ્વારા ભારતને ચેતવણી આપવામાં આવી છે કે જો ભારત ટેક્સ ઓછો નહીં કરે અને પોતાની ઈમ્પોર્ટ પોલિસીમાં ફેરફાર નહીં કરે તો અમેરિકા પણ બાઈક પર ડ્યુટી લગાવવાનો વિચાર કરી શકે છે.

પહેલા પણ ભારત પર નિશાનો લગાવી ચુક્યા છે

પહેલા પણ ભારત પર નિશાનો લગાવી ચુક્યા છે

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ઘ્વારા જણાવવામાં આવ્યું કે ભારતની નીતિ પક્ષપાતપૂર્ણ છે. ટ્રમ્પનું માન્યે તો તેઓ વેપાર વધારવા માટે ઘણા પગલાં ભરી રહ્યા છે. આપણે જણાવી દઈએ કે 13 ફેબ્રુઆરી દરમિયાન ટ્રમ્પએ હાર્લી ડેવિડસન બાઈક પર ઈમ્પોર્ટ ડ્યુટી વધારવાના મામલે ભારતને નિશાના પર લીધું હતું. ડોનાલ્ડ ટ્રમ્પ ઘ્વારા તેવા સમયે પ્રતિક્રિયા આપવામાં આવી હતી જયારે ભારતે હાર્લી ડેવિડસન જેવી મોંઘી બાઈકો પર ઈમ્પોર્ટ ડ્યુટી ધટાડી ને 50 ટકા કરી હતી.

ટેક્સ ડ્યુટી વધારવાની ધમકી

ટેક્સ ડ્યુટી વધારવાની ધમકી

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ઘ્વારા ભારતની બાઈકો પર ટેક્સ ડ્યુટી વધારવાની ધમકી પણ આપવામાં આવી. ટ્રમ્પએ જણાવ્યું કે ભારતે મોટરસાઇકલ પર 75 ટકા ઈમ્પોર્ટ ડ્યુટી ઘટાડીને 50 ટકા કરી નાખી છે જે હજુ પણ વધારે છે. તેમને પોતાની સાથે તુલના કરતા જણાવ્યું કે અમેરિકામાં મોટરસાઇકલ આયાત પર ઝીરો ટેક્સ લાગે છે.

પીએમ મોદી પર પણ કરી ચુક્યા છે ટિપ્પણી

પીએમ મોદી પર પણ કરી ચુક્યા છે ટિપ્પણી

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ઘ્વારા પીએમ મોદ નું પણ નામ લેવામાં આવ્યું છે. ડોનાલ્ડ ટ્રમ્પ ઘ્વારા પીએમ મોદીનું આડકતરી રીતે નામ લેતા જણાવ્યું એક એક મહાન વ્યક્તિએ મને ફોન કરીને જણાવ્યું કે તેમને ટેક્સ 75 ટકાથી ઘટાડીને 50 ટકા કરી નાખ્યો છે. ધ્યાન આપવા જેવી બાબત છે કે હાલમાં જ નરેન્દ્ર મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પએ ફોન પર વાત કરી હતી.

English summary
Donald trump is angry with india over harley bike higher import duty
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X