ડોનાલ્ડ ટ્રંપનો નવો ટ્રાવેલ બેન, લિસ્ટમાં ઇરાકનું નામ નહીં

Written By:
Subscribe to Oneindia News

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપે છ મુસ્લિમ દેશોમાંથી આવતા લોકો પર યાત્રા પ્રતિબંધ મૂકતાં નવા વહીવટી હુકમ પર સોમવારે હસ્તાક્ષર કર્યા છે. આ આદેશ બાદ 6 મુસ્લિમ દેશોના નાગરિકોના અમેરિકા ના વિઝા ની કામગીરી અસ્થાયી સમય માટે બંધ રહેશે, આ સાથે જ અમેરિકાના શરણાર્થીઓ માટેનો કાર્યક્રમ પણ નિલંબિત કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, આ રિવાઇઝ્ડ ટ્રાવેલ બેન ઓર્ડરમાંથી ઇરાક નું નામ ખસેડવામાં આવ્યું છે. 27 જાન્યુઆરીએ જે પહેલો ટ્રાવેલ બેન ઓર્ડર સામે આવ્યો હતો, તેમાં કુલ 7 દેશોના નામ હતા.

donald trump

વ્હાઇટ હાઉસના પ્રેસ સચિવ સીન સ્પાઇસરે આ વાતની પુષ્ટિ કરતાં કહ્યું છે કે, સોમવાર સવારના રોજ બંધ બારણે ટ્રંપે આ નવા ઓર્ડર પર હસ્તાક્ષર કરી દીધા છે. આ નવા ઓર્ડર અનુસાર સૂડાન, સીરિયા, ઇરાન, લીબિયા, સોમાલિયા અને યમનના લોકો પર 90 દિવસનો પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. જે લોકો પાસે પેહેલેથી અમેરિકાનો વિઝા છે, એમની પર આ નિયમ લાગુ નહીં પડે.

અહીં વાંચો - USમાં ભારતીયો પર સતત હુમલા, ભારતીય રાજદૂતે વ્યક્ત કરી ચિંતા

આ સિવાય ટ્રંપ સરકાર દ્વારા અમેરિકાના સંપૂર્ણ શરણાર્થી કાર્યક્રમને 120 દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. જો કે, જે શરણાર્થીઓને અમેરિકન વિદેશ વિભાગ દ્વારા પહેલેથી પરવાનગી મળી ચૂકી છે, તેમને અમેરિકામાં પ્રવેશ મળશે. તો બીજી બાજુ ન્યૂયૉર્કના એટૉર્ની જનરલનું કહેવું છે કે, તેઓ ટ્રંપના આ નવા આદેશને અદાલતમાં પડકારવા તૈયાર છે. એરિક શેનિડરમેને કહ્યું કે, વ્હાઇટ હાઉસે ભલે પ્રતિબંધમાં બદલાવ કર્યો હોય, પરંતુ આ સ્પષ્ટ રીતે મુસલમાનો પ્રત્યેનો ભેદભાવ છે. આ ટ્રંપની સરમુખત્યારશાહી નીતિ વચ્ચે ફસાયેલા પરિવારોને નુકસાન પહોંચાડે છે, આપણા મૂલ્યોની વિરુદ્ધ છે તથા આપણી સુરક્ષા માટે જોખમરૂપ છે.

English summary
In several major departures from its earlier travel ban, the Trump administration’s new order issued on Monday temporarily bars citizens of six Muslim-majority nations from entering the United States and allows all those who have valid visas.
Please Wait while comments are loading...