For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ટ્રમ્પનો એપલને આદેશ, ચીનને બદલે અમેરિકામાં પ્રોડક્ટ તૈયાર કરે

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ઘ્વારા આઈફોન બનાવતી કંપની એપલને કહ્યું છે કે તેઓ તેમની પ્રોડક્ટ ચીનમાં બનાવવાને બદલે અમેરિકામાં બનાવે.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ઘ્વારા આઈફોન બનાવતી કંપની એપલને કહ્યું છે કે તેઓ તેમની પ્રોડક્ટ ચીનમાં બનાવવાને બદલે અમેરિકામાં બનાવે. ડોનાલ્ડ ટ્રમ્પ અનુસાર જો તેમને ચીનના ટેરિફ થી બચવું છે તો તેમને આ પગલું ભરવું જ પડશે. ડોનાલ્ડ ટ્રમ્પ ઘ્વારા સોશ્યિલ મીડિયા પર આ બાબતે ટવિટ કરવામાં આવી છે. ખરેખર કંપની ઘ્વારા શુક્રવારે અમેરિકી ટ્રેડ ઓફિસીયલને એક પત્ર લખવામાં આવ્યો. આ પત્રમાં કંપનીના અધિકારીઓને જણાવવામાં આવ્યું કે અમેરિકા તરફથી લાદવામાં આવેલો ટેરિફ પ્લાન ઘણી પ્રોડક્ટની કિંમતોમાં વધારો કરશે ,જેમાં આઇવોચ પણ શામિલ છે. કંપની ઘ્વારા પત્રમાં આઈફોન વિશે કોઈ પણ વાત નથી કરવામાં આવી.

આ પણ વાંચો: પાક.ને મોટો ફટકો, અમેરિકાએ 300 મિલિયન ડૉલરની મદદ રોકી

એપલ પ્રોડક્ટ મોંઘી થઇ જશે

એપલ પ્રોડક્ટ મોંઘી થઇ જશે

કંપનીના પત્રના જવાબમાં ડોનાલ્ડ ટ્રમ્પ ઘ્વારા જણાવવામાં આવ્યું કે જો તેમને ચીનના આયાત ટેરીફથી બચવું હોય તો તેમને પોતાનો સમાન અમેરિકામાં તૈયાર કરવો પડશે. ટ્રમ્પ ઘ્વારા શુક્રવારે એરફોર્સ વન પર મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું કે તેમના પ્રશાશને ચીની સમાન પર વધુ 267 બિલિયન ડોલરનો ટેરિફ લગાવવાની તૈયારી કરી લીધી છે.

પ્રોડક્ટ ચીનને બદલે અમેરિકામાં બનાવો

પ્રોડક્ટ ચીનને બદલે અમેરિકામાં બનાવો

ટ્રમ્પ ઘ્વારા ટ્વિટર પર લખવામાં આવ્યું કે એપલની કિંમતમાં વધારો થઇ શકે છે કારણકે ચીન પર ખુબ જ મોટો ટેરિફ લગાવવામાં આવી શકે છે. પરંતુ તેનો એક સરળ ઉપાય પણ છે જેથી ટેક્સ ઝીરો લાગશે અને પૈસા પણ બચી જશે, પોતાની પ્રોડક્ટ ચીનને બદલે અમેરિકામાં બનાવો. નવા પ્લાન્ટનું નિર્માણ ચાલુ કરો.

ટેક્નોલોજી સેક્ટરમાં ઘણું નુકશાન થશે

ટેક્નોલોજી સેક્ટરમાં ઘણું નુકશાન થશે

જો ટ્રમ્પ પ્રશાશન ચીન પર ટેરિફ લગાવે છે તો ટેક્નોલોજી સેક્ટરમાં ઘણું નુકશાન થશે. આ ટેરિફ પછી આયાત કરવામાં આવતા કમ્પ્યુટર પાર્ટ્સ પણ ઘણા મોંઘા થઇ જશે. એપલના ઍરપોડ હેડફોન અને કેટલાક બિટ્સ હેડફોન સાથે સાથે હોમપોડ સ્માર્ટ સ્પીકરની કિંમતો પર પણ અસર પડશે. એપલ ઘ્વારા પત્રમાં લખવામાં આવ્યું છે કે આ ટેરીફની સૌથી વધારે અસર ચીન પર નહીં પરંતુ અમેરિકા પર પડશે.

English summary
US President Donald Trump has asked Apple to make its product in US to avoid China tariffs
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X