બકરી ઇદ દરમિયાન હિંસા, 12ના મોત

મીડિયા અહેવાલોમાં પોલીસે આપેલી જાણકારી અનુસાર બગદાદના તાજી શહેરમાં શનિવારે બસમાં થયેલા એક બોમ્બ વિસ્ફોટમાં ઓછામાં ઓછા પાંચ મુસાફરોના મોત થયા છે. આ ઘટનામાં 12 લોકો ઘાયલ પણ થયા છે.
ડોક્ટરોએ જણાવ્યું કે ગંભીર રીતે ઘાયલોની સંખ્યા વધારે હોવાના કારણે મૃતકોની સંખ્યા વધવાની શક્યતા નથી. બગદાદના મામેલ શહેરમાં બોમ વિસ્ફોટથી ઓછામાં ઓછા પાંચ લોકોના મૃત્યું થયા છે જ્યારે 13 લોકો ઘાયલ થયા છે.
મોસૂલ શહેરમાં શબાક સમુદાયને નિશાન બનાવી કરવામાં આવેલા એક અન્ય હુમલામાં બે લોકોના મોત થવાના અને 9 લોકોના ઘાયલ થવાના સમાચાર છે. જ્યારે કિરકુકના તુજ શહેરમાં કારમાં બ્લાસ્ટ થવાથી નવ લોકો ઘાયલ થયા છે.












Click it and Unblock the Notifications
