For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આફ્રિકાના કોંગોમાં ભારતીયો પર હુમલો

|
Google Oneindia Gujarati News

congo
કોંગોના કેટલાક વિદ્યાર્થીઓની ભારતમાં ધરપકડ કરવામાં આવ્યાના વિરોધમાં આફ્રિકાની રાજધાની કિંશાસામાં ભારતીયોની દૂકાનોને નિશાન બનાવવામાં આવી રહી છે. જેમાં એક ભારતીય નાગરિકનું મોત નીપજ્યું છે.

બીબીસીના એક અહેવાલ અનુસાર, પ્રદર્શનકારી જલંઘરમાં કોંગોના 21 છાત્રોની ધરપકડથી ગુસ્સે હતા. કિશાંસાના મધ્ય વિસ્તારમાં સ્થિત ભારતીય અને પાકિસ્તાનીઓની દૂકાનોને બુધવારે સવારે નિશાન બનાવવામાં આવી, જેના કારણે દુકાનો દિવસભર બંધ રહી.

એક ભારતીય કર્મચારીના જણાવ્યા પ્રમાણે,' હું સુપરમાર્કેટમાં હતો અને કેટલાક લોકોએ મને કહ્યું કે, જો તુ અહીથી ગયો તો અમે તારું ગળું કાપી નાંખીશું. જ્યાં સુધી મારા બોસ આવ્યા નહીં ત્યાં સુધી હું ત્યાં છૂપાઇને બેસી રહ્યો. ત્યારબાદ હું કારમાં બેસીને ત્યાંથી ભાગી છૂટ્યો, જ્યારે હું કારમા જઇ રહ્યો હતો ત્યારે તેઓ બુમો પાડી રહ્યાં હતા કે તેને પકડો... તેને પકડો.'

એક કલાક બાદ પોલીસે આવીને મામલો શાંત કર્યો. ભારતમાં કોંગોના વિદ્યાર્થીની શા માટે ધરપકડ કરવામા આવી તેને લઇને વિરોધાભાસી નિવદેન જાણવા મળી રહ્યાં છે. પોલીસ પર તેમની સાથે દુર્વ્યવહાર કરવાનો આરોપ પણ લગાવવામાં આવી રહ્યો છે, પરંતુ કોંગોમાં ભારતના રાજદૂત રામ મનોહરે કહ્યું કે, પોલીસે છાત્રો સાથે મારપીટ કરી નથી, પરંતુ ધરપકડ દરમિયાન થોડીક હિંસા જરૂરથી થઇ હતી. તેમણે કહ્યું કે, બુધવારે બપોરે 21માંથી 17 વિદ્યાર્થીઓને છોડી મુકવામાં આવ્યા હતા.

English summary
Shops belonging to Asians were targeted in a protest in the capital of the Democratic Republic of Congo over the arrest of Congolese students in India.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X