માણસનું માથું કાપી બાળકો રમવા લાગ્યા ફૂટબોલ
આ સમાચારને વાંચતાની સાથે જ તમારો માનવતા પરથી વિશ્વાસ ઉઠી જાય તો આશ્ચર્ય નથી, રશિયાની આ ઘટના ખરેખર રૂંવાટા ઉભા કરી મુકે તેવી છે. મોસ્કોમાં બે બાળકોએ પહેલા એક વ્યક્તિને ખુબ માર માર્યો અને પછી તેનું માથું કાપીને તેનાથી ફૂટબોલ રમવા લાગ્યા હતા.
આ બનાવ અંગે જાણવા મળેલી માહિતી અનુસાર બે બાળકોને એક વ્યક્તિનું મોઢું પસંદ પડ્યું નહોતું તેથી આ બાળકો આવો ગુન્હો કર્યો હતો. બીફોર ઇટ્સ ન્યૂઝના અહેવાલ અનુસાર આ બાળકોએ ખુબ દારૂ પીધો હતો અને પછી તેમણે ઉક્ત વ્યક્તિ સાથે મારપીટ કરી અને પછી તેનું ગળું કાપી નાખ્યું અને ત્યારબાદ એ વ્યક્તિના માથા સાથે તેઓ રસ્તા પર ફૂટબોલ રમવા લાગ્યા હતા.













Click it and Unblock the Notifications
