For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દુબઈમાં બસ દૂર્ઘટના, 8 ભારતીયોના મોત, 3 હજુ હોસ્પિટલમાં ભરતી

દુબઈમાં એક બસ દૂર્ઘટનામાં 8 ભારતીયોના મોત થઈ ગયા છે. દૂબઈ સ્થિત ભારતીય કોન્સ્યુલેટ તરફથી આ સમાચારની પુષ્ટિ કરવામાં આવી છે.

|
Google Oneindia Gujarati News

દુબઈમાં એક બસ દૂર્ઘટનામાં 8 ભારતીયોના મોત થઈ ગયા છે. દૂબઈ સ્થિત ભારતીય કોન્સ્યુલેટ તરફથી આ સમાચારની પુષ્ટિ કરવામાં આવી છે. વિદેશ મંત્રાલયે માહિતી આપી છે કે તે સતત મૃતકોને પરિવારવાળા સાથે સંપર્કમાં છે. વિદેશ મંત્રાલયે જણાવ્યુ છે કે અમુક પીડિતોના સંબંધીઓ સાથે સંપર્ક કરવામાં આવ્યો છે અને તેમને વધુ માહિતી આપવાની રાહ જોવાઈ રહી છે.

dubai road accident

દુબઈ પોલિસે પણ આપી માહિતી

ભારતીય વિદેશ મંત્રાલયે જણાવ્યુ છે કે તેમને લોકલ ઑથોરિટીઝ તરફથી જાણકારી આપવામાં આવી હતી કે એક બસ દૂર્ઘટનામાં અમુક ભારતીયોના મોત નીપજ્યા છે. દૂર્ઘટના બાદ જ્યાં ચાર ભારતીયોને ફર્સ્ટ એડ આપીને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે ત્યાં ત્રણનો ઈલાજ રાશિદ હોસ્પિટલમાં ચાલુ છે. મૃતકોની ઓળખ હજુ સુધી થઈ શકી નથી. દુબઈ પોલિસ તરફથી અપાયેલી માહિતીમાં જણાવવામાં આવ્યુ છે કે માર્ગ અકસ્માતમાં કુલ 17 લોકોના મોત નીપજ્યા છે. આ બધા લોકો ઈદની રજા મનાવીને પાછા ફરી રહ્યા હતા અને બસ ઓમાનથી આવી રહી હતી.

દૂર્ઘટના રાશિદિયા એક્ઝિટ બાદ શેખ મોહમ્મદ બિન ઝાયદ રોડ પર સાંજે 5.40 મિનિટે થયો. દુબઈ પોલિસ તરફથી ટ્વીટ કરીને બતાવવામાં આવ્યુ છે કે જે સમયે બસ ટ્રાફિક સિગ્નલ નજીક પહોંચી તે સમયે મેટ્રો સ્ટેશન નજીક આ દૂર્ઘટના બની. જે લોકો માર્યા ગયા છે તે મોટાભાગે બીજા દેશોના રહેવાસી છે. બસમાં 31 લોકો સવાર હતા.

આ પણ વાંચોઃ સુસ્મિતા સેને દીકરીઓને કહ્યુઃ દત્તક લીધી છે તમને, ઈચ્છો તો અસલી મા-બાપને શોધી લોઆ પણ વાંચોઃ સુસ્મિતા સેને દીકરીઓને કહ્યુઃ દત્તક લીધી છે તમને, ઈચ્છો તો અસલી મા-બાપને શોધી લો

English summary
Dubai bus accident: Eight Indians passed away, consulate confirms the news.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X