Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

હિથ્રો વિશ્વનું પ્રથમ નંબરનું સૌથી વ્યસ્ત એરપોર્ટ

airport
મોન્ટ્રિયલ, 29 માર્ચ : એરપોર્ટ કાઉન્સિલ ઇન્ટરનેશનલ (એસીઆઇ) દ્વારા વર્ષ 2012 માટે જાહેર કરવામાં આવેલા વર્લ્ડ રેન્કિંગ અનુસાર આ વર્ષે પણ લંડનનું હિથ્રો એરપોર્ટ દુનિયાનું સૌથી વ્યસ્ત એરપોર્ટ રહ્યું છે. જો કે બીજા ક્રમે આવનાર એરપોર્ટ બદલાયું છે. આ વર્ષે દુબઇ એરપોર્ટ બીજા ક્ર્મે આવ્યું છે.

ઈન્ટરનેશનલ પેસેન્જર ટ્રાફિકની દ્રષ્ટિએ દુબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટે વિશ્વમાં બીજા નંબરના સૌથી વ્યસ્ત એરપોર્ટ તરીકેનું સ્થાન ફરી પ્રાપ્ત કર્યું છે. તેણે આ સ્થાન મેળવવામાં પહેલી જ વાર પેરિસના ચાર્લ્સ દ ગોલ એરપોર્ટને પાછળ રાખી દીધું છે.

ગ્લોબલ રેન્કિંગ્સમાં દુબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટે આ વર્ષના આરંભમાં જ બે સ્થાનનો કૂદકો માર્યો છે. આ રેન્કિંગમાં પહેલા નંબર પર લંડનનું હિથ્રો એરપોર્ટ યથાવત રહ્યું છે. આ રેન્કિંગ્સ એરપોર્ટ્સ કાઉન્સિલ ઈન્ટરનેશનલ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે. દુબઈ એરપોર્ટ પર પેસેન્જર ટ્રાફિકમાં ગયા વર્ષની સરખામણીમાં 13 ટકાનો વધારો થયો છે.

એસીઆઇના રિપોર્ટમાં જણાવાયું છે કે ગ્લોબલ પેસેન્જર ટ્રાફિકમાં સરેરાશ 3.9 ટકાનો વધારો થયો છે. યુરોપ લેટિન અમેરિકા, નોર્થ અમેરિકામાં સરેરાશ ટ્રાફિક 2.5 ટકા જેટલો વધ્યો છે. મિડલ ઇસ્ટમાં ટ્રાફિકમાં 12.3 ટકાનો જ્યારે એશઇયા પેસિફિકમાં ઇન્ટરનેશનલ પેસેન્જર ટ્રાફિકમાં 9 ટકાનો વધારો નોંધાયો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X