• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

આગામી 83 વર્ષમાં 4 ડિગ્રી સે. ગરમ થઇ જશે પૃથ્વી

|
earth
બોન, 13 જૂનઃ વૈશ્વિક સમુદાય જો જલવાયુ પરિવર્તન સંબંધિત મુદ્દા પર પગલા ભરવામાં અસફળ રહેશે તો વર્ષ 2100 સુધીમાં ધરતી ચાર ડિગ્રી સેલ્સિયસ વધુ ગરમ થઇ જશે. ક્લાઇટમેટ એક્શન ટ્રેકરની એક નવી રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ઉત્સર્જનની હાલની સ્થિતિ અને વર્તમાન તથા પ્રસ્તાવિત નીતિઓની અસરથી સંબંધિત અનુમાનોથી જાણવા મળ્યું છે કે, સન 2100 સુધી વૈશ્વિક તાપમાનમાં ચાર ડિગ્રી સેલ્સિયસનો વધારો થઇ શકે છે. જે સંકલ્પોના પૂર્ણ અનુપાલનની અસરની સરખામણીએ ઘણું વધારે છે.

સંયુક્ત રાષ્ટ્રની જલવાયુ પરિવર્તન સંબંધિત આંતરસરકારી સમિતિએ તાપમાન વધારવાની પ્રક્રિયાને દરેક સદીમાં અધિકતમ બે ડિગ્રીના દાયરામાં સીમિત કરવાનું લક્ષ્ય નિર્ધારિત કર્યું છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે હાલ અને પ્રસ્તાવિત નીતિઓ એવી નથી કે વિભિન્ન દેશ આ સંકલ્પોને પૂર્ણ કરી શકે અને ઉત્સર્જનની હાલની સ્થિતિથી લાગે છે કે ઉત્સર્જનના સ્તર પહેલા જણાવવામાં આવેલા અનુમાન કરતા વધારે રહી શકે છે.

ક્લાઇમેટ એક્શન ટ્રેકરે બોન જલવાયુ સંમેલનમા જારી પોતાની તાજી રિપોર્ટમાં કહ્યું છે કે છેલ્લા દશકામાં સતત જીવાશ્મ ઇધન આધારિત વિકાસથી અનુમાન લગાવી શકાય છે કે તાપમાનમાં ચાર ડિગ્રી સેલ્સિયસ સુધીની વૃદ્ઘિ થઇ શકે છે.

English summary
The planet is on track to warm by four degrees Celsius by the year 2100, if the global community fails to act on climate change, a new report by Climate Action Tracker has said.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more