For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કાનનો મેલ શું છે અને તેને કાઢવાની ખરેખર યોગ્ય રીત કઈ છે?

ઇયરવૅક્સ અથવા કાનનો મેલ. કેટલાકને આનાથી ચીતરી પણ ચઢે છે. પરંતુ સાચી વાત એ છે કે કાનનો મેલ આપણા શરીરમાંથી નીકળતો એક એવો પ્રાકૃત્તિક પ્રવાહી છે જેનું મહત્ત્વપૂર્ણ કામ હોય છે.આથી તેને સાફ રાખવાની બાબતને તમારે હળવાશથી ન લ

By Bbc Gujarati
|
Google Oneindia Gujarati News
મહિલા

ઇયરવૅક્સ અથવા કાનનો મેલ. કેટલાકને આનાથી ચીતરી પણ ચઢે છે.

પરંતુ સાચી વાત એ છે કે કાનનો મેલ આપણા શરીરમાંથી નીકળતો એક એવો પ્રાકૃત્તિક પ્રવાહી છે જેનું મહત્ત્વપૂર્ણ કામ હોય છે.

આથી તેને સાફ રાખવાની બાબતને તમારે હળવાશથી ન લેવી જોઈએ.

બ્રિટનના ઈએનટી સર્જન ગેબ્રિયલ વેસ્ટને કાનને સાફ કરવાની સૌથી સારી અને ખરાબ રીતોની ચકાસણી કરી છે.

કોઈ નિષ્કર્ષ પર પહોંચતાં પહેલાં ડૉક્ટર ગેબ્રિયલ વેસ્ટન એ પણ સ્પષ્ટ કરે છે કે કાનનો મેલ એક એવો પદાર્થ છે જે કાનની અંદર હાજર ગ્રંથીઓમાં પેદા થાય છે અને તે વિવિધ કામ કરે છે.


કાનના મેલનું કામ શું છે?

તે આપણા કાનને સાફ અને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.

તે કર્ણનળીકાઓમાં ઉપર જમા થરને સૂકું રાખવામાં અથવા તેમાં તિરાડ પડવાથી રોકે છે.

તે કાનને રજકણો અને પાણીથી બચાવે છે જેથી સંક્રમણ રોકવામાં મદદ મળી શકે છે.

મોટાભાગે આપણી કર્ણની નળીકાઓ જાતે જ પોતાની સફાઈ કરી લે છે.


કાનનો મેલ ક્યારે સમસ્યા બની જાય છે?

https://www.youtube.com/watch?v=0pWUhroz9Cg

જ્યારે આપણે કંઈ બોલીએ અથવા ચાવીએ છીએ અને જડબું ફરતું હોય તો આ ઇયરવૅક્સ અથવા ત્વચાની કોશિકાઓ ધીમે ધીમે કાનના પડદાથી કાનના છિદ્ર સુધી વધે છે. અહીં તે સામાન્ય રીતે સૂકાઈને બહાર નીકળી જાય છે.

ઇયરવૅક્સ અથના કાનનો મેલ સામાન્ય રીતે કોઈ સમસ્યા નથી. પરંતુ જો તે વધુ માત્રામાં બનવા લાગે તો એ એવો અવરોધ બનાવી શકે છે જેનાથી કાનમાં દર્દ થઈ શકે છે અથવા પછી કેટલાક મામલામાં સાંભળવાની ક્ષમતા નબળી પડી શકે છે.

બજારમાં એવી કોઈ વસ્તુ નથી વેચાતી જે એ દાવો કરે છે કે તેના વપરાશથી કાનનો મેલ સાફ કરી શકાય છે.

પણ સવાલ એ પણ છે કે તો શું એ વસ્તુઓથી ખરેખર મદદ મળે છે?


કૉટન બડ્સ

https://www.youtube.com/watch?v=UgAZH9Mw_r8

જ્યારે આપણે આપણા કાનને આંગળીઓથી સાફ કરવાની કોશિશ કરીએ તો મોટાભાગે સમસ્યા સર્જાય છે. રૂથી તેને સાફ કરવું જોખમી છે. જોકે ઘણા લોકો સાફ કરવા તેનો ઉપયોગ કરે છે પરંતુ રૂની સળી બનાવતી કંપનીઓ ચેતવણી આપે છે કે તેનો ઉપયોગ કર્ણનળી સાફ કરવા ન કરવો જોઈએ.

આથી જ્યારે તેનો ઉપયોગ કરવા માટે તમને ઇચ્છા થાય તો એક વાર ફરી તેના પૅકિંગ પર લાગેલા લૅબલનો સંદેશ જરૂર વાંચજો. જોકે પ્રાથમિક રીતે એવું લાગે કે આ નુકસાનદાયક વસ્તુ નથી. પરંતુ શક્યતા છે કે કે કૉટનના એ પૅકેટ પર તમને લખાણ જોવા મળશે કે રૂની આ વસ્તુને કર્ણનળીમાં અંદર ન નાખવી જોઈએ.

જ્યારે આપણે આનો ઉપયોગ કરીએ છીએ તો થાય છે એવું કે ઇયરવૅક્સને કાનની અંદર ધકેલી દઈએ છીએ. તે કાનના એ ભાગમાં ચોંટી શકે છે જે ખુદની સફાઈમાં સક્ષમ નથી હોતા. ઇયરવૅક્સમાં કાનની બહાર તરફે એવા બૅક્ટેરિયા હોઈ શકે છે જે સંક્રમણનું કારણ બની શકે છે.

રૂવાળી સળીથી કાનનો મેલ સાફ કરવાનું પરિણામ એ પણ હોઈ શકે છે કે આવું કરવાથી કાનની અંદર ત્વચામાં એક પ્રકારે બળતરા પેદા થઈ શકે છે જેને વારંવાર સ્પર્શ કરવાનું મન થાય છે.


ઇયર કૅન્ડલ્સ

https://www.youtube.com/watch?v=RWYMVLLonV4

બજારમાં ઇયરકૅન્ડલ્સ નામની વસ્તુ પણ મળે છે. જેનો લોકો કાનનો મેલ સાફ કરવા ઉપયોગ કરે છે.

તેમાં પાતળી, લાંબી સળગતી મિણબત્તીને શંકુ આકારના પાત્રમાં રાખવામાં આવે છે.

શંકુમાં એક તરફ કાણું હોય છે અને તેને કાન તરફ રાખવામાં આવે છે.

એવો દાવો કરવામાં આવે છે કે તેનાથી કાનનો મેલ અને અન્ય અશુદ્ધિઓ દૂર થઈ જાય છે.

પણ સંશોધન પરથી જાણવા મળ્યું કે આ જોખમી છે અને અસરદાર પણ નથી.

તેનાથી કાન અને ચહેરો બળી શકે છે. તેનાથી મિણબત્તીનું વૅક્સ કર્ણ નળીકાઓમાં પહોંચી શકે છે અને કાનના પડદાને નુકસાન પણ થઈ શકે છે.


ઇયર ડ્રૉપ્સ

કાનમાં ઇયર ડ્રોપ્સ નાખી રહ્યા છે

ઘણા લોકો કાન સાફ કરવા માટે ડ્રૉપ્સ વાપરે છે અને તેને પ્રથમ વિકલ્પ તરીકે અપનાવે છે. તે કાનનો મેલ એકદમ પ્રવાહી નરમ કરી દે છે કે જાતે જ બહાર આવી જાય.

બજારમાં ઘણા પ્રકારના ડ્રૉપ્સ મળે છે. તેમાં હાઇડ્રોજન પેરોક્સાઇડ, સોડિયમ બાયકાર્બોનેટ અથવા સોડિયમ ક્લોરાઇડ જેવી વસ્તુઓ હોય છે.

જોકે આ ઇયર ડ્રૉપ્સ પ્રભાવશાળી હોઈ શકે છે પરંતુ કેટલાક કિસ્સાઓમાં સંવેદનશીલ ત્વચાવાળા લોકોમાં તેના વપરાશથી બળતરા થઈ શકે છે. તેના કરતા જૈતૂન અને બદામનું તેલ અન્ય મોંઘા કૉમર્શિયલ પ્રોડક્ટ્સની જેમ જ અસરકારક માનવામાં આવે છે.

જો તમે જૈતૂન અથવા બદામના તેલને ઇયરવૅક્સને ઢીલું કરવા માટે ઉપયોગમાં લેવા ઇચ્છો છો તો અમે તમને વિનંતી કરીશું કે તેને થોડુંક ગરમ કરી લેવું જોઈએ અને પછી એક તરફ સૂઈ જવું. પછી તેને કાનમાં લેવું.

તેલનું તાપમાન તમારા શરીરના તાપમાન કરતા વધારે ન હોવું જોઈએ. ત્યાર બાદ ડ્રૉપરની મદદથી તેલનાં કેટલાંક ટીપાં કાનમાં નાખવાં જોઈએ અને 5-10 મિનિટે પડખું બદલી લેવી જોઈએ. જૈતૂનનું તેલ તમારા કાનમાં બળતરા પેદા નહીં કરે પરંતુ તે અસર કરવામાં લાંબો સમય લે છે.

જો તમને લાગે છે કે તમારો કાન જામી ગયો છે તો તેલનાં ટીપાં દર ત્રણ કે પાંચ દિવસે બે ત્રણ વાર નાખવાં જોઈએ.


પાણીથી સફાઈ

જો તમને ઇયરવૅક્સની સતત સમસ્યા રહે છે તો શક્ય છે કે તમારા ડૉક્ટર તમને કાનની સફાઈ પાણીથી કરવા કહે.

મેડિકલ સાયન્સમાં તેને સિરિંજિંગ પણ કહે છે. આ તકનિકમાં કાનનો મેલ સાફ કરવા માટે એક સિરિંજ મારફતે કર્ણનળીઓ પર પાણીનો ફૂવારો છોડવામાં આવે છે.

જોકે આ રીતે ઇયરવૅક્સ સાફ થઈ શકે છે પરંતુ કેટલાક કિસ્સાઓમાં એ તકલીફદાયક સાબિત થાય છે અને કાનનો પરદો પણ ક્ષતિગ્રસ્ત થઈ શકે છે.


માઇક્રોસક્શન

ઇયરવૅક્સતી પરેશાની દર્દીઓ માટે કેટલાક મેડિકલ ક્લિનિક્સ માઇક્રોસક્શનનો માર્ગ પણ અપનાવે છે.

તેમાં સ્પેશિયલ ડૉક્ટર કાનની અંદર જોઈને માઇક્રોસ્કૉપના ઉપયોગથી એક નાના ઓજારથી તેને બહાર ખેંચી લે છે.

આ રીત ઘણી સુરક્ષિત માનવામાં આવે છે અને કાનમાં નિયમિતરીતે થનારા નિયમિત સ્ત્રાવ માટે અસરદાર પણ છે.


કોરોના વાઇરસ ફર્નિચર

https://youtu.be/I7CxWTY6DyU

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

English summary
What is earwax and what is the best way to get rid of it?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X