For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પાકિસ્તાન ચૂંટણી પંચે એક જ ઝાટકે 271 સાંસદ અને ધારાસભ્યોને સસ્પેન્ડ કર્યા

ચૂંટણી પંચે કહ્યું કે સાંસદ-ધારાસભ્યોએ દર વર્ષે 31 ડિસેમ્બર સુધી સંપત્તિનો રિપોર્ટ આપવો પડે છે. સોમવાર સુધી સંપત્તિ અને કરજનો રિપોર્ટ ના આપી શકવાના કારણે તેમને સસ્પેન્ડ કરાયા છે.

|
Google Oneindia Gujarati News

પાકિસ્તાનના ચૂંટણી પંચે સંપત્તિ અને કરજનું વિવરણ જમા ના કરાવવા પર પાકિસ્તાનના 271 સાંસદો અને ધારાસભ્યોને સસ્પેન્ડ કરી દીધા છે. પાકિસ્તાનના ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે જેમના પર કાર્યવાહી કરવામાં આવી છે તેમાં નેશનલ એસેમ્બલીના 136 સભ્ય, 21 સેનેટર અને 114 પ્રાંતીય એસેમ્બલીના સભ્યો છે.

31 ડિસેમ્બર સુધી રિપોર્ટ આપવો પડે

31 ડિસેમ્બર સુધી રિપોર્ટ આપવો પડે

ચૂંટણી પંચે આગળ કહ્યું કે સાંસદ-ધારાસભ્યોએ દર વર્ષે 31 ડિસેમ્બર સુધી પોતાની સંપત્તિનો રિપોર્ટ આપવો પડે છે. આવું ના કરનાર સાંસદો-ધારાસભ્યોને ચૂંટણી પંચે 30 જૂન 2022 સુધીનું પોતાનું વિત્તીય વિવરણ 16 જાન્યુઆરી 2023 સુધી જમા કરાવે. જો કે, 16 જાન્યુઆરી સુધી પણ સંપત્તિનો રિપોર્ટ જમા ના કરાવનાર તમામ સાંસદો પર આ કાર્યવાહી કરવામાં આવી છે.

આ લોકોની સભ્યતા રદ્દ થઇ

આ લોકોની સભ્યતા રદ્દ થઇ

ચૂંટણી પંચે નેશનલ એસેમ્બલી સભ્યો અને સેનેટર ઉપરાંત સિંધના 48, ખૈબર પખ્તૂખ્વાથી 54 અને બલૂચિસ્તાનથી 12 સભ્યોને સસ્પેન્ડ કર્યા છે. જેમાં પાકિસ્તાન મુસ્લિમ લીગ- નવાજ (પીએમએલ-એન)ના વરિષ્ઠ નેતા અને કેબિનેટ સભ્ય અહસાન ઈકબાલ અને ખ્વાજા આસિફ સામેલ છે. તેની સાથે જ લોક લેખા સમિતિના અધ્યક્ષ નૂર આલમ ખાનને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે. આ યાદીમાં સામેલ અન્ય મંત્રીઓમાં સાજિદ તુરી, મુફ્તી અબ્દુલ શકૂર, ચૌધરી તારિક, બશીર ચીમા અને મોહમ્મદ ઇસરાર તરીન સામેલ છે.

યાદીમાં પંજાબથી એકેય સભ્ય નથી

યાદીમાં પંજાબથી એકેય સભ્ય નથી

આની સાથે જ સસ્પેન્ડ કરાયેલા 21 સેનેટરમાં પૂર્વ નાણામંત્રી અને પીટીઆઇના સેનેટર શૌકત તરીન સામેલ છે. ચૂંટણી પંચ દ્વારા સસ્પેન્ડ કરાયેલા સાંસદ-ધારાસભ્યોની યાદીમાં પંજાબ પ્રાંતની વિધાનસભાનો એકેય સભ્ય સામેલ નથી. પંચે કહ્યું કે પ્રાંતીય વિધાનસભા પહેલાં જ ભંગ કરી દેવામાં આવી છે.

English summary
Election Commission of Pakistan suspended 271 MPs and MLAs
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X