For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બ્રિટનના નવા પ્રાઈમ મિનિસ્ટર લિઝ ટ્રસ માટે ઉર્જા સંકટ સૌથી મોટો પડકાર

બ્રિટનના નવા પ્રાઈમ મિનિસ્ટર લિઝ ટ્રસ માટે ઉર્જા સંકટ સૌથી મોટો પડકાર

|
Google Oneindia Gujarati News

બ્રિટેનને આજે નવા પ્રાઈમ મિનિસ્ટર મળી ગયા. 46 વર્ષની લિઝ ટ્રસે પોતાના પ્રતિદ્વંદ્વી ઋષિ સુનકને હરાવી બોરિસ જૉનસનના નવા ઉત્તરાધિકારી બની ગયાં. ભારતીય સમયાનુસાર સાંજે પાંચ વાગ્યે આ એલાન થયું. ટ્રસે ભારતીય મૂળના ઋષિ સુનકને કટોકટીના મુકાબલામાં હરાવ્યા. લિઝ ટ્રસને આ મુકાબલામાં કુલ 81 હજાર 326 વોટ મળ્યા, જ્યારે ભારતવંશી ઋષિ સુનકને 60399 વોટથી સંતોષ માનવો પડ્યો. દક્ષિણપંથી ઉમેદવાર લિઝ બોરિસ જૉનસનની જગ્યા લઈ રહ્યાં છે. લિઝને બ્રિટેનના રાજકારણમાં ફાયરબ્રાન્ડ નેતા તરીકે ઓળખવામાં આવે છે. બે મહિના ચાલેલ ઈલેક્શન કેમ્પેનમાં તેઓ ઋષિ સુનકને સતત માત આપી રહ્યાં. જ્યારે, પોતાના સંબોધનમાં લિઝે કહ્યું કે, તેઓ ઉર્જા સંકટ અને ઉર્જા આપૂર્તિ અને રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સેવા જેવી દીર્ઘકાલિન મુદ્દાઓના સમાધાનની દિશામાં કાર્ય કરશે. તેમણે જણાવ્યું કે, ઉર્જા સંકટના કારણે ઉત્પન્ન પરિસ્થિતિઓથી નિપટવા માટે એક પીએમ તરીકે તેઓ ટેક્સમાં કટૌતી અને અર્થવ્યવસ્થાને પાટા પર લાવવાનું કામ કરશે.

બ્રિટનનાં નવાં પીએમ બન્યાં લિઝ ટ્રસ

બ્રિટનનાં નવાં પીએમ બન્યાં લિઝ ટ્રસ

જણાવી દઈએ કે 7 જુલાઈએ બોરિસ જૉનસને પાર્ટી નેતા પદેથી રાજીનામું આપી દીધું હતું. જે બાદ કન્ઝર્વેટિવ પાર્ટીમાં તેમનો મુકાબલો ભારતીય મૂળના ઋષિ સુનક સાથે હતો. પાર્ટીના 1.60 લાખ સભ્યોએ વોટિંગ કર્યું. એક સર્વે મુજબ પાર્ટીના દરેક 10માંથી 6 સભ્યો લિઝ સાથે હોવાનું જણાવાયું. હવે પરિણામ સૌની સમક્ષ છે, લિઝ ટ્રસ બ્રિટેનનાં નવાં પીએમ બની ચૂક્યાં છે.

બોરિસ જૉનસનની ઉત્તરાધિકારી બની લિઝ ટ્રસ

કન્ઝર્વેટિવ પાર્ટીના સાંસદોના વોટિંગના પાંચ રાઉન્ડમાં સુનકે લિઝ ટ્રસને માત આપી હતી, પરંતુ અંતિમ ફેસલો તો આ પાર્ટીના 1 લાખ 60 હજાર રઝિસ્ટર્ડ મેમ્બર્સ કરે છે. જેમાં લિઝ ટ્રસે બાજી મારી લીધી છે. બોરિસ જૉનસન પણ સુનકની ફેવરમાં નહોતા, તેઓ કેટલાય અવસર પર સુનક પ્રત્યે પોતાની નારાજગી વ્યક્ત કરી ચૂક્યા હતા.

લિઝ ટ્રસ સમક્ષ કેટલાય પડકારો છે

યૂકેના આગલા પીએમ નામિત થયા બાદ લિઝ ટ્રસે પોતાના સંબોધનમાં સૌથી પહેલાં ઉર્જા સંકટ પર વાત કરી. તેમણે કહ્યું કે, તેઓ ઉર્જા સંકટ અને ઉર્જા આપૂર્તિ અને રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સેવા જેવા દીર્ઘકાલિન મુદ્દાઓના સમાધાનની દિશામાં કાર્ય કરશે. તેમણે જણાવ્યું કે, ઉર્જા સંકટને કારણે ઉત્પન્ન પરિસ્થિતિઓથી નિપટવા માટે એક પીએમ તરીકે તેઓ ટેક્સમાં કટૌતી કરી અને અર્થવ્યવસ્થાને પાટા પર લાવવાનું કામ કરશે. જણાવી દઈએ કે ભારતીય સમયાનુસાર સાંજે 5 વાગ્યે સર ગ્રાહમ બ્રૈડીએ વિજેતાની ઘોષણા કરી. બ્રૈડી બૈકબેંચ ટોરી સાંસદોની 1922 સમિતિના અધ્યક્ષ અને ચૂંટણીના રિટર્નિંગ ઑફિસર છે. જાણકારી મુજબ સુનક અને ટ્રસને પબ્લિક અનાઉસમેન્ટના 10 મિનિટ પહેલાં આ માલૂમ પડ્યું કે તે બંનેમાંથી કોણ આગલા પીએમ હશે. બ્રિટિશ પરંપરા મુજબ નવા પ્રધાનમંત્રીનું રિઝલ્ટ ઘોષિત થયાના તરત બાદ ડાઉનિંગ સ્ટ્રીટ પાસે એક ભાષણ આપશે.

બોરિસ જૉનસનનું અંતિમ ભાષણ

બોરિસ જૉનસનનું અંતિમ ભાષણ

6 સપ્ટેમ્બર એટલે કે મંગળવારે જૉનસન પીએમ હાઉસ 10 ડાઉનિંગ સ્ટ્રીટથી પ્રાઈમ મિનિસ્ટર તરીકે અંતિમ ભાષણ આપશે. જે બાદ મહારાની એલિઝાબેથને રાજીનામું સોંપવા માટે સ્કૉટલેન્ડના એબરડીનશાયર રવાના થશે. સમાચાર મુજબ મહારાની અહીં રજા મનાવવા આવ્યાં છે. જે હિસાબે જૉનસન અને લિઝ બંને તેમની પાસે જશે. સામાન્ય રીતે આ કામ બકિંઘમ પેલેસમાં કરવામાં આવે છે.

English summary
energy crisis in Britain is a big challenge for new prime minister liz truss
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X