For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Covid19 સામે લડત આપવા 6થી 10 અઠવાડિયા સુધી સખત લૉકડાઉનની જરૂરઃ બિલ ગેટ્સ

Covid19 સામે લડત આપવા 6થી 10 અઠવાડિયા સુધી સખત લૉકડાઉનની જરૂરઃ બિલ ગેટ્સ

|
Google Oneindia Gujarati News

વિશ્વભરમાં કોરોના વાયરસ મહામારીનો હાહાકાર મચ્યો છે, કોરોનાના કારણે સમગ્ર વિશ્વમાં સ્થિતિ ભયંકર છે અને બધા જ દેશના અર્થતંત્ર પણ સતત નબળાં પડી રહ્યાં છે ત્યારે માઈક્રોસોફ્ટના કો ફાઉન્ડરે TED talksમાં તાજેતમાં આપેલા પોતાના ઈન્ટર્વ્યૂમાં COVID-19 પર પોતાના મંતવ્યો જણાવ્યા.

bill gates

બિલ ગેટ્ માને છે કે નોબલ કોરોના વાયરસ સામેની લડાઈમાં 'મિડલ ગ્રાઉન્ડ' જેવું કંઈ નથી અને અમેરિકામાં કોરોનાને ફેલાતો અટકાવવા અને લાંબા ગાળાની આર્થિક અસર માટે આગામી છથી 10 અઠવાડિયા સુધી સખ્ત લૉકડાઉન ખુબ જરૂરી છે.

આ ઉપરાંત તેમણે થોડા વર્ષો પહેલા વિશ્વભરમાં રોગચાળો ફાટી નીકળશે તે અંગે આગાહી શા માટે કરી હતી તે અંગે પણ વાત કરી. પોતાના 2015ના TED talks ઈન્ટર્વ્યૂમાં અબજોપતિ બિલ ગેટ્સે એક્સપ્લેન કર્યું હતું કે કોરોના વાયરસ ખતરનાક છે કેમ કે લક્ષણ દેખાવા શરૂ થાય તે પહેલા જ તે ચેપ ફેલાવવો રૂ કરી દે છે. આવા પ્રકારના વાયરસને તેઓ ખરાબમાં ખરાબ સ્થિતિ ગણે છે.

તેમણે ચેતવણી આપી હતી કે જો આગામી દશકાઓમાં જો 10 મિલિયનથી વધુ લોકોને કંઈ મારશે તો તે યુદ્ધ કે મિસાઈલ નહિ હોય તે એક વાયરસ હશે. ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે કોરોના વાયરસ MERS કે SARSથી વધુ ખતરનાક છે.

પાંચ વર્ષ પહેલા ટેડ ટોકમાં બોલતા તેમણે કહ્યું હતું કે, ઈબોલામાં તમે પથારીવશ થઈ જાવ છો માટે તમે ચર્ચ, બસ કે સ્ટોર પર જઈ નથી શકતા અને માટે વધુ ચેપ નથી ફેલાતો પરંતુ મોટાભાગના શ્વસન વાયરસમાં તમને થોડી તબિયત ખરાબ જણાય પણ તમે ચાલી શકો તેવી હાલતમાં હોવાથી તમે તમારા કામ સહિતની બધી જ નોર્મલ પ્રક્રિયાઓ કરો છો અને આ પ્રક્રિયામાં જ તમે અન્ય લોકોમાં પણ સંક્રમણ ફેલાવો છો, આવી સ્થિતિ સૌથી ખરાબ છે.

વધુમાં તેમણે કહ્યું કે હવે લોકોનું હરવા ફરવાનું વધી ગયા છે, જેના કારણે વિશ્વભરમાં સંક્રમણ ફેલાય છે. અહીં જુઓ બિલ ગેટ્સનું આખું ઈન્ટર્વ્યૂ..

English summary
Entire country needs to shutdown for 6 to 10 weeks: Bill Gates on Covid-19
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X