• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

14,000 કરોડની સંપત્તિ ધરાવતા આતંકી જૂથ ISIS વિશે ચોંકાવનારી વિગતો

|

નવી દિલ્હી, 20 જૂન : ઓઇલ ઉત્પાદક દેશ ઇરાક અત્યારે આતંકવાદીઓના ઝપાટામાં આવી ગયો છે. ઇરાકમાં આતંકનો ઓછાયો એવી રીતે ફેલાયો છે કે દેશ-વિદેશના તમામ લોકો તેની ઘાતક અસરોથી ફફડી રહ્યા છે. એક તરફ આતંકવાદીઓ ખૂનની હોળી રમીને જશ્ન મનાવી રહ્યા છે તો બીજી તરફ નિર્દોષોની કત્લેઆમ અને ઇરાકના અર્થતંત્રને પડી રહેલા ફટકાથી સામાન્ય નાગરિકો શોકમાં ડૂબી ગયા છે.

છેલ્લા પખવાડિયાથી ચાલી રહેલા ઘટનાક્રમમાં એક વાત આંખે ઉડીને વળગે એવી સામે આવી છે. આ બાબત છે કે ઇરાક પર હૂમલા બાદ વિશ્વમાં એવું આતંકવાદી જૂથ દુનિયા સમક્ષ આવ્યું છે જે એટલું શક્તિશાળી છે કે દુનિયાની મોટામાં મોટી તાકાત પણ તેની સામે હથિયાર હેઠા મૂકી દઇ રહી છે. આ આતંકવાદી સંગઠનનું નામ ઇસ્લામિક સ્ટેટ ઇન ઇરાક એન્જ ધ લેવન્ટ (આઇએસઆઇએસ)(Islamic State in Iraq and the Levant - ISIS) છે.

કેટલાક દિવસો પહેલા આ સંગઠન ત્યારે સમાચારોમાં ચમક્યું જ્યારે તેણે 1700 ઇરાકી સૈનિકોની હત્યા કરવા સંબંધિત તસવીરોને ઓનલાઇન પોસ્ટ કરી હતી. આઇએસઆઇએસ દ્વારા એક એક કરીને ઇરાકના મહત્વના શહેરો પોતાના તાબામાં કરવાનું શરૂ કરાયું અને આમ તે વિશ્વનું સૌથી શક્તિશાળી સંગઠન બની ગયું.

આ સંગઠન અત્યાર સુધીમાં ઇરાકમાં 10,000થી વધારે સૈનિકોને મોતને ઘાટ ઉતારી ચૂક્યું છે. વર્ષ 2013માં જન્મેલું આ ઇસ્લામિક આતંકવાદી સંગઠન આજે વિશ્વનું સૌથી ધનિક આતંકવાદી સંગઠન બની ગયું છે. આગળ સ્લાઇડરમાં તસવીરો મારફતે જોઇએ આઇએસઆઇએસની મહત્વની જાણકારી...

ISISની કમાણી અબજોમાં છે

ISISની કમાણી અબજોમાં છે

આતંકવાદી સંગઠન આઇએસઆઇએસ એટલે કે ઇસ્લામિક સ્ટેટ ઇન ઇરાક એન્ડ સિરિયા વિશ્વનું સૌથી ધનિક આતંકવાદી સંગઠન છે. તેનું વાર્ષિક બજેટ રૂપિયા 220 અબજ ડૉલર છે. વર્તમાન સમયમાં તેની સંપત્તિ અંદાજે 14,000 કરોડ રૂપિયાથી વધારે છે. તેની આવકનો મુખ્ય સ્રોત એક્સ્ટોર્શન છે. આ ઉપરાંત તે વેપારી અને ટ્રક ચાલકો પાસેથી પણ પૈસા વસૂલ કરે છે. તેણે અનેક બેંકો અને ગોલ્ડ શોપ્સ પણ લૂંટી છે.

આતંકવાદની નવી પાઠશાળા

આતંકવાદની નવી પાઠશાળા

ISISએ ક્રુરતાના તમામ રેકોર્ડ તોડી દીઘા છે.તેણે ઇરાકમાં ચલાવેલી કત્લેઆમના જેવા વિડિયો રજૂ કર્યા છે તેને જોઇને કોઇનું પણ દ્રદય કંપારી છોડે તેવા છે. આ સંગઠન આતંકવાદની એવી પાઠશાળા છે જ્યાં આતંકવાદની નવી ચરમસીમા રચી છે.

ટેક્નોલોજી-સોશિયલ મીડિયાનો ઉપયોગ

ટેક્નોલોજી-સોશિયલ મીડિયાનો ઉપયોગ

ISIS પહેલું એવું આતંકવાદી સંગઠન છે જેણે સોશિયલ મીડિયા પર પોતાનો પ્રભાવ મજબૂત કરવા પ્રયત્ન કર્યો છે. તેણે નરસંહારની તસવીરો ટ્વીટર પર પોસ્ટ કરી હતી. આ સંગઠને પોતાની એન્ડ્રોઇડ એપ્લિકેશન પણ લોન્ચ કરી છે. જેનું નામ છે 'ધ ડોન ઓફ ગ્લેડ ટાઇડિંગ્સ'

આતંકવાદીઓ ટેકસેવી બની રહ્યા છે

આતંકવાદીઓ ટેકસેવી બની રહ્યા છે

ISISના આતંકવાદીઓએ સોશિયલ મીડિયાનો ભરપૂર ઉપયોગ કર્યો છે. તેમની એપમાં ઇરાક, સિરિયા અને ઇસ્લામિક દેશો સંબંધિત ખબર હોય છે. તે જનતામાં એવી ધાક જમાવવા ઇચ્છે છે કે તે વિશ્વનું સૌથી ખતરનાક આતંકવાદી સંગઠન છે.

આતંકવાદીઓ ટેકસેવી બની રહ્યા છે

આતંકવાદીઓ ટેકસેવી બની રહ્યા છે

ISISના આતંકવાદીઓએ સોશિયલ મીડિયાનો ભરપૂર ઉપયોગ કર્યો છે. તેમની એપમાં ઇરાક, સિરિયા અને ઇસ્લામિક દેશો સંબંધિત ખબર હોય છે. તે જનતામાં એવી ધાક જમાવવા ઇચ્છે છે કે તે વિશ્વનું સૌથી ખતરનાક આતંકવાદી સંગઠન છે.

મોટા પગાર ચૂકવાય છે

મોટા પગાર ચૂકવાય છે

આ જિહાદી સંગઠનની સ્થાપના એપ્રિલ 2013માં થઇ હતી. તેમાં આતંકવાદીઓને ઊંચા પગાર આપવામાં આવે છે. તેના બદલામાં તેઓ ભારે કત્લેઆમ કરે છે.

આકાનો આદેશ જ સાંભળે છે

આકાનો આદેશ જ સાંભળે છે

ISIS સંગઠનના વડા અબુ બકર અલ બગદાદી છે. તે ક્યારેય પોતાની ઓળખ જાહેર કરતો નથી. મીડિયામાં તેની જે તસવીર છે તે વર્ષો જૂની છે. તે કમાન્ડરો સાથે વાત કરતા સમયે માસ્ક પહેરે છે. તેને કોઇ પણ જોઇ શકતું નથી.

કત્લેઆમ બાદ કેક પાર્ટી

કત્લેઆમ બાદ કેક પાર્ટી

આકા બગદાદીના આદેશ પર સંગઠનના આતંકવાદીઓ કત્લેઆમ કરવામાં કોઇ કસર છોડતા નથી. આ સંગઠન કત્લેઆમ બાદ કેક કાપીને ખુશી મનાવે છે. તેનું બજેટ અબજો ડોલરનું હોવાથી તેને કોઇ આર્થિક તંગી નડતી નથી.

ભારત પર કબ્જો કરવા ઇચ્છે છે ISIS

ભારત પર કબ્જો કરવા ઇચ્છે છે ISIS

ISISનો એક મહત્વનો હેતુ કટ્ટર સુન્ની ઇસ્લામિક રાષ્ટ્ર તૈયાર કરવાનો છે. તેની ઇચ્છા મિડલ ઇસ્ટ અને ઉત્તર આફ્રિકા પર કબ્જો જમાવવાની છે. તે જે અન્ય દેશો પર વર્ચસ્વ સ્થાપવા માંગે છે તેમાં ભારતનો પણ સમાવેશ થાય છે.

અલકાયદાને પાછળ છોડી દીધું ISISએ

અલકાયદાને પાછળ છોડી દીધું ISISએ

ઇરાકમાં ISIS મજબૂત થયું તેનું કારણ છે કે ત્યાં શિયા-સુન્ની વચ્ચેના વિખવાદે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે.

English summary
Everything about world's richest terrorist group ISIS.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more