ડેટા લીક : ફેસબુકે માન્યું 5 લાખ ભારતીયોના ડેટા થયા છે લીક

Posted By:
Subscribe to Oneindia News

ફેસબુકે બુધવારે માન્યુ કે તેણે 8 કરોડ 70 લાખ યુઝર્સની જાણકારી બ્રિટનની રાજનૈતિક ડેટા વિશ્લેષણ કંપની કેમ્બ્રિઝ એનાલિટિકાની સાથે ખોટી રીતે આપ્યા છે. આ યુઝર્સમાં મોટા ભાગના લોકો ભારતીય છે. જેમના ડેટા આ એજન્સીને શેયર કરવામાં આવ્યા છે. મીડિયા રિપોર્ટમાં મુજબ જે 8 કરોડ 70 લાખ લોકોનો ડેટા શેર કરવામાં આવ્યો છે. તેમાંથી ભારતના 5 લાખ 62 હજાર 455 યુઝર્સ પણ છે. અને તેમનો પણ ડેટા શેર કરવામાં આવ્યો છે. તમને જણાવી દઇએ કે પહેલા ખબર આવી હતી કે ફેસબુકે લગભગ 50 મિલિયન લોકોના ડેટા લીકની વાત કરી હતી.

facebook

ત્યાં જ તાજા ખુલાસા મુજબ આ આંકડો 8 કરોડ 70 લાખ સુધી પહોંચ્યો છે. જે પાછલી સંખ્યાથી 3 કરોડ 70 લાખ વધુ છે. ઉલ્લેખનીય આ જાણકારી કેબ્રિઝ એનાલિટિકાએ અમેરિકાના રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રંપ માટે કામ કરવા માટે વાપરી હતી. આ મામલે ફેસબુકના ચીફ ટેક્નોલોજી ઓફિસર માઇક સ્ક્રોપરે એક બ્લોગ પોસ્ટ કર્યો હતો. જેમાં તેણે ડેટા લીક કરવાની ઘટનાની પૃષ્ઠી કરી હતી. ઉલ્લેખનીય છે કે આ પહેલા કંપનીના માલિક માર્ક ઝકરબર્ગ આ તમામ ડેટા લીકની જવાબદારી સ્વીકારી હતી.

English summary
Facebook said personal information of up 87 million users mosttly in the United States. Read more on it here.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.