For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

3 વર્ષમાં 80 ટકા લોકો ફેસબુકનો સાથ છોડશે!

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

જો તમને જાણીતિ સોશિયલ નેટવર્કિંગ સાઇટ ફેસબુકની લત લાગી ચૂકી છે તો આ સમાચાર તમારા માટે છે. આગામી ત્રણ વર્ષોમાં ફેસબુક પોતાના 80 ટકા યૂજર્સ ગુમાવી દેશે ટૂંક સમયમાં 'બ્યૂબોનિક પ્લેગ' જેવી ખતરનાક બિમારીની જેમ તેનો જડમૂળમાંથી ખાતમો થઇ જશે એવું અમેરિકન વૈજ્ઞાનિકોના એક સમૂહનું કહેવું છે.

બ્રિટીશ સમાચાર પત્ર 'ટેલીગ્રાફ'માં પ્રકાશિત સમાચાર અનુસાર પ્રિંસટન યૂનિવર્સિટીના શોધકર્તાઓએ ફેસબુકની લતની તુલના પ્લેગની બિમારી સાથે કરી છે. તેમનો દાવો છે કે ફેસબુક ખતરનાક સંક્રામણ બિમારીની જેમ ફેલાઇ પરંતુ હવે લોકોનું ફેસબુક પ્રત્યે આકર્ષણ ઓછું થઇ રહ્યું છે, અથવા એમ કહીએ કે ફેસબુક પ્રત્યે એક પ્રકારની ઇમ્યુનિટી લોકોમાં આવી ગઇ છે, તેમના અનુસાર 2017 સુધી ફેસબુકને મોટાભાગના યૂજર્સ છોડી દેશે.

4 ફેબ્રુઆરીના રોજ ફેસબુકને 10 વર્ષ પૂરા થઇ રહ્યાં છે, જો કે આ માઇસ્પેસ અને બેબો જેવા પ્રતિદ્રંદ્રીઓથી ક્યાંય આગળ છે, ગૂગલ સર્ચમાં ફેસબુકને કેટલીવાર ટાઇપ કરવામાં આવે છે તેના આધારે શોધકર્તા જોન કૈનરેલા અને જોશુઆ સ્પેચલરે આ અનુમાન લગાવ્યું છે, તેમને જાણવા મળ્યું કે ડિસેમ્બર 2012ના મુકાબલે ફેસબુક સર્ચમાં ઘટાડો આવ્યો છે.

facebook

શોધકર્તાઓના રિસર્ચ પત્ર અનુસાર 'બિમારી જેમ કે આઇડિયાઝ સંક્રમણની જેમ લોકોમાં ફેલાઇ છે, પરંતુ એક સમય એવો આવે છે કે તેમનું મોત થઇ જાય છે. આ આઇડિયાઝને મહામારી વિજ્ઞાનના મોડલની જેમ સમજી શકાય છે.'

ફેસબુક યૂજર્સના તાજા આંકડા ઓક્ટોબરમાં જાહેર થયા છે, તે મુજબ સોશિયલ સાઇટનો લગભગ 120 કરોડ લોકો ઉપયોગ કરે છે. જો કે કંપનીના ચીફ ફાઇનાશિયલ ઓફિસર ડેવિડ એબર્સમૈને સ્વિકાર્યું છે કે ગત ત્રણ મહિનામા6 તેમના યૂજર્સ ખાસ કરીને ટીન યૂજર્સની સંખ્યા ઘટી છે.

વેબ જાણકારોના અનુસાર ફેસબુકના ડેસ્કટોપ ટ્રાફિકમાં ઘટાડાનું કારણ એ પણ હોઇ શકે છે કે લોકો હવે મોબાઇલ પર ઇન્ટરનેટનો ઉપયોગ કરવા લાગ્યા છે, એક અનુમાન મુજબ 87 લાખ લોકો પોતાના સ્માર્ટફોનથી દર મહિને ફેસબુકનો ઉપયોગ કરે છે. એટલા માટે ગૂગલ પર તેમને ફેસબુક ટાઇપ કરવાની જરૂર પડતી નથી. આવા સમાચારો છતાં ફેસબુકના શેરોના ભાવ વધતાં જ જાય છે, માર્ક ઝકરબર્ગની આ કંપની 8 લાખ 7 કરોડ રૂપિયાની થઇ ગઇ છે.

English summary
Facebook has spread like an infectious disease but we are slowly becoming immune to its attractions, and the platform will be largely abandoned by 2017, say researchers at Princeton University.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X