ન્યૂયોર્કમાં મોદીના સ્વાગતમાં સામેલ થશે દિગ્ગજ સ્ટાર્સ

Subscribe to Oneindia News
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
    modi
    ન્યૂયોર્ક, 17 સપ્ટેમ્બર: ન્યૂયોર્કમાં ભારતીય મૂળના અમેરિકન સમુદાય તરફથી આયોજિત થનારા સાર્વજનિક સ્વાગત કાર્યક્રમમાં વાયલિન વાદક એલ સુબ્રમણ્યમની સાથે ભારતીય મૂળની અમેરિકન પોપસ્ટાર અંજલિ રણડિવે અને પાર્શ્વગાયિકા કવિતા સુબ્રમણ્યમ પોતાની કળાનું પ્રદર્શન કરશે.

    ઐતિહાસિક મેડિસન સ્ક્વેર ગાર્ડમાં 28 સપ્ટેમ્બરના રોજ ભારતીય સમુદાયને મોદીના સંબોધન પહેલા સેક્રામેટો કિંગ્સના માલિક વિવેક રણડિવેની પુત્રી અમેરિકન રાષ્ટ્રગાન ગાશે. કવિતા ભારતનું રાષ્ટ્રગાન ગાશે. હાલમાં જ અમેરિકા અને ભારતમાં સહયોગ વધારવા અને વ્યૂહાત્મક લોકતાંત્રિક મૂલ્યોને આગળ ધપાવવા માટે ગઠિત ઇન્ડિયન અમેરિકન કમ્યુનિટી ફાઉંડેશન(આઇએસીએફ)ના તત્વાવધાનમાં આયોજિત આ કાર્યક્રમમાં સુબ્રમણિયમ પોતાના વાયલિનના સૂરોનો જાદુ વિખેરશે.

    આ પહેલા, આઇએસીએફે જાહેરાત કરી હતી કે મિસ અમેરિકા 2014 નીના ડેવુલુરી અને પીબીએસ ન્યૂઝ આવર વીકેંડ એંકર હરિ શ્રીનિવાસન આ કાર્યક્રમની શોભા વધારશે. આ કાર્યક્રમમાં ઘણી અમેરિકન સાંસદો, ગવર્નર અને નગર નેતાઓ આજરી આપે તેવી સંભાવના વ્યક્ત કરાઇ રહી છે.

    બીજી બાજું એક નિવેદનમાં આઇએસીએફ પ્રવક્તા આનંદ શાહે જણાવ્યું કે મોદીના ભાષણ પહેલા એક શાનદાર લેસર પ્રકાશ શોનું આયોજન કરવામાં આવ્યું છે, ભારતની ઐતિહાસિક હસ્તિઓના હોલોગ્રામ રજૂ કરવામાં આવશે અને લોક નૃત્ય આયોજિત કરવામાં આવશે.

    English summary
    Famous starts will appear in Narendra Modi's welcome programme in New york.

    For Breaking News from Gujarati Oneindia
    Get instant news updates throughout the day.

    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more