ક્યૂબાના પૂર્વ રાષ્ટ્રપતિના મોટા પુત્રએ કરી આત્મહત્યા

Written By:
Subscribe to Oneindia News

ક્યૂબાના પૂર્વ રાષ્ટ્રપતિ ફિદેલ કાસ્ત્રોના સૌથી મોટા પુત્રએ આત્મહત્યા કરી છે. ક્યૂબા મીડિયામાં આવેલ ખબરો અનુસાર, પૂર્વ રાષ્ટ્રપતિના પુત્ર કાસ્ત્ર ડેજ બલર્ટ ઘણા સમયથી ડિપ્રેશનમાં હતો અને તેની સારવાર ચાલી રહી હતી. તેઓ ગુરૂવારે સવાલે મૃત હાલતમાં મળી આવ્યા હતા. કાસ્ત્ર ડેજ બલર્ટ ફિદેલ કાસ્ત્રોની પહેલી પત્નીના સૌથી મોટા પુત્ર હતો અને તેમની ઉંમર 68 વર્ષ હતી. ક્યૂબાના અધિકૃત સમાચાર પત્રના અહેવાલ અનુસાર, તબીબોની એક આખી ટુકડી તેમની સારવારમાં રોકાયેલી હતી. શરૂઆતના મહિનાઓમાં તેઓ પોતાના નિવાસસ્થાને રહેતા અને પછી થોડા દિવસ હોસ્પિટલમાં પણ દાખલ કરવામાં આવતા હતા.

fidel castro

પૂર્વ રાષ્ટ્રપતિના પુત્ર ડેજ બલર્ટ ન્યૂક્લિઅર ફિઝિસિસ્ટ અને કાઉન્સિલ ઓફ સ્ટેટ ઓફ ક્યૂબા રહી ચૂક્યાં છે. વર્ષ 1980થી 1992 દરમિયાન તેઓ આઇલેન્ડ ન્યૂક્લિઅર પ્રોગ્રામના હેડ પણ રહી ચૂક્યાં છે. તેમના મૃત્યુ પર ક્યૂબામાં અનેક નેતાઓએ દુઃખ વ્યક્ત કર્યું હતું. કાસ્ત્ર ડેટ બલર્ટ તેમના નામ માટે જાણીતા હતા. તેમના કામના વખાણ કરતાં ત્યાંના લોકોએ તેમના મૃત્યુ દુઃખ વ્યક્ત કર્યું હતું. કાસ્ત્ર ડેજ બલર્ટના પિતા ફિદેલ કાસ્ત્રો દુનિયાના સૌથી લાંબો સમય સેવા આપનાર રાજકીય નેતાઓમાંના એક હતા અને વર્ષ 2016માં 90 વર્ષની ઉંમરે તેમનું મૃત્યુ થયું હતું.

English summary
Fidel Castro's oldest son commits suicide.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.