For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પંજશીરમાં ભીષણ યુદ્ધ, અજાણ્યા વિમાનોએ તાલિબાનના અડ્ડા પર વરસાવ્યા બોમ્બ

અજાણ્યા વિમાનોએ તાલિબાનની જગ્યાઓ પર બોમ્બ ફેંક્યા છે, જેમાં તાલિબાનોને ઘણું નુકસાન થયું છે. આ અગાઉ પાકિસ્તાને તાલિબાનના સમર્થનમાં નોર્થન એલાયન્સ પર બોમ્બમારો કર્યો હતો.

|
Google Oneindia Gujarati News

કાબુલ : પંજશીરમાં ભીષણ લડાઈ શરૂ થઈ ગઈ છે અને અફઘાનિસ્તાનમાં ગૃહયુદ્ધની આશંકાને જોતા નોર્થન એલાયન્સે દેશભરના લોકોને તાલિબાન સામે રસ્તા પર ઉતરવા હાકલ કરી છે. આ સાથે પંજશીરથી આવી રહેલા અહેવાલ મુજબ દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ વખતે અજાણ્યા વિમાનોએ તાલિબાનની જગ્યાઓ પર બોમ્બ ફેંક્યા છે, જેમાં તાલિબાનોને ઘણું નુકસાન થયું છે.

bomb

આ અગાઉ પાકિસ્તાને તાલિબાનના સમર્થનમાં નોર્થન એલાયન્સ પર બોમ્બમારો કર્યો હતો, ત્યારબાદ અજાણ્યા વિમાનોએ હવે તાલિબાનને નિશાન બનાવ્યા છે. જો કે, તાલિબાન સામે હુમલો કરવા માટે કયા દેશે પોતાનું ફાઇટર પ્લેન મોકલ્યું તે હજૂ સુધી જાણી શકાયું નથી.

અજાણ્યા વિમાનોએ હુમલો કર્યો

અજાણ્યા વિમાનોએ હુમલો કર્યો

પાકિસ્તાન એરફોર્સની મદદથી તાલિબાનોએ પંજશીરનો મોટો હિસ્સો કબ્જે કર્યો છે. તાલિબાનના સમર્થનમાં પાકિસ્તાની વિમાનોએ સોમવારના રોજ બળવાખોર સેના પરભારે બોમ્બ વર્ષા કરી હતી, જ્યારે જવાબી કાર્યવાહીમાં બળવાખોરોએ પાકિસ્તાની ફાઇટર જેટને તોડી પાડવાનો દાવો કર્યો હતો. પાકિસ્તાની હુમલામાં વિદ્રોહી દળોનેભારે નુકસાન થયું હતું. ઇરાને પંજશીરમાં પાકિસ્તાની હુમલાની સખત નિંદા કરી હતી અને પાકિસ્તાન સામે તપાસની માંગ કરી છે.

ઈરાનના વિદેશ મંત્રાલયે એક નિવેદન બહાર પાડીને કહ્યું કે, પાકિસ્તાની વાયુસેના દ્વારા અફઘાનિસ્તાનમાં બળવાખોરો પર હુમલો નિંદનીય છે અને વૈશ્વિક સમુદાયેપાકિસ્તાનની તપાસ કરવી જોઈએ. આવા સમયે તાલિબાન સામે ફાઇટર જેટથી હુમલો કરવામાં આવ્યો છે. જો કે, આ વાતની હજૂ સુધી પુષ્ટિ થઈ નથી, પરંતુ સૂત્રોનુંકહેવું છે કે, મોડી રાત્રે અજાણ્યા વિમાનોએ તાલિબાનની જગ્યાઓ પર બોમ્બમારો કર્યો હતો.

તાલિબાન વિરોધી દળોનો દાવો

તાલિબાન વિરોધી દળોનો દાવો

તાલિબાન વિરોધી દળના પ્રમુખ અહમદ મસૂદના સમર્થક અને પંજશીરના લેફ્ટનન્ટ ગવર્નર કબીર વસિકે દાવો કર્યો છે કે, પંજશીર અને આંદ્રાબમાં ભીષણ લડાઈચાલી રહી છે. અહેમદ મસૂદના રાષ્ટ્રીય પ્રતિકાર દળના હુમલામાં તાલિબાનને ભારે નુકસાન થયું હતું.

આ સાથે તાલિબાન વિરોધી દળે ખૂબ જ ખતરનાક ગેરિલા યુદ્ધશરૂ કર્યું છે, જેમાં ઘણા તાલિબાન આતંકવાદીઓ માર્યા ગયા છે. તાલિબાને એક વીડિયો જાહેર કર્યો છે કે, તેણે પંજશીર પર કબ્જો કર્યો છે. વીડિયોમાં તાલિબાનલડવૈયાઓ મુક્ત રીતે હરતા ફરતા જોવા મળી રહ્યા છે.

ત્રણ ફાઇટર જેટ દ્વારા હુમલો કરવામાં આવ્યો

ત્રણ ફાઇટર જેટ દ્વારા હુમલો કરવામાં આવ્યો

સમગ્ર અફઘાનિસ્તાનમાં અત્યારે પાકિસ્તાન સામે ભારે ગુસ્સો છે, પરંતુ અસમર્થિત અહેવાલો અનુસાર અજ્ઞાત લડાકુ વિમાનોએ પંજશીર ખીણમાં તાલિબાનના સ્થાનોપર હુમલો કર્યો છે. ઘણા નિષ્ણાતો માને છે કે, આ લડાકુ વિમાનો અફઘાન એરફોર્સના હોઈ શકે છે, જે તાલિબાન સાથેના યુદ્ધ દરમિયાન તાજિકિસ્તાન અનેઉઝબેકિસ્તાનમાં સ્થળાંતર કરી ગયા હતા પરંતુ હજૂ સુધી તેની સત્તાવાર પુષ્ટિ થઈ નથી પરંતુ પ્રત્યક્ષદર્શીઓનું કહેવું છે કે, લગભગ ત્રણ ફાઇટર વિમાનો મોડી રાત્રેપંજશીર ખીણમાં તાલિબાનના ઠેકાણા પર બોમ્બમારો કરી રહ્યા હતા. સ્થાનિકોએ વિમાનોને ઉડતા જોયા છે.

પાકિસ્તાન સામે ભારે રોષ

પાકિસ્તાન સામે ભારે રોષ

અફઘાનિસ્તાનમાં પાકિસ્તાન સામે ભારે રોષ ફેલાયો છે અને લોકો સોશિયલ મીડિયા પર પાકિસ્તાન પર પ્રતિબંધની માંગ કરી રહ્યા છે. આવા સમયે તાલિબાનનાસમર્થનમાં પાકિસ્તાની વાયુસેનાએ પંજશીરમાં પ્રવેશ્યા બાદ આ ગુસ્સો વધુ ફાટી નીકળ્યો છે. પાકિસ્તાન સામે અફઘાનિસ્તાનમાં રેલીઓ કાઢવામાં આવી રહી છે અનેકહેવામાં આવી રહ્યું છે કે, મોટી સંખ્યામાં મહિલાઓ પણ પાકિસ્તાનનો વિરોધ કરી રહી છે.

તમામ અહેવાલોમાં એવું કહેવામાં આવ્યું છે કે, તાલિબાન પાકિસ્તાનીએરફોર્સની મદદથી જ પંજશીરમાં પ્રવેશ કરી શકે છે. અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાની વાયુસેનાએ પંજશીરમાં તાલિબાન આતંકવાદીઓને છોડીદીધા અને તાલિબાન વિરોધી દળના ઠેકાણા પર બોમ્બમારો કર્યો હતો, જેમાં ઘણા અફઘાન નેતાઓ માર્યા ગયા છે. ઈરાને પાકિસ્તાની હુમલા સામે તપાસની માંગ પણકરી છે.

તમામ જિલ્લાઓના કબ્જાનો દાવો

તમામ જિલ્લાઓના કબ્જાનો દાવો

આ અગાઉ તાલિબાનોએ સત્તાવાર રીતે દાવો કર્યો હતો કે, રાજધાની બઝારક સહિત પંજશીરના તમામ આઠ જિલ્લા તાલિબાનોએ કબ્જે કર્યા છે. તાલિબાને કબ્જાનાપુરાવા દર્શાવતી કેટલીક તસવીરો પણ બહાર પાડી છે, જેમાં તાલિબાનના ઝંડા જોવા મળી રહ્યા છે.

તાલિબાનના પ્રવક્તા બિલાલ કરીમીએ ટ્વિટર પર એક તસવીરશેર કરીને દાવો કર્યો છે કે, તાલિબાને તમામ આઠ જિલ્લાઓ પર કબ્જો કરી લીધો છે અને લડાઈ હજૂ ચાલી રહી છે. આ સિવાય, એવા અહેવાલો છે કે, તાલિબાન સામેવિવિધ રાજ્યોની રાજધાનીઓમાં બળવો શરૂ થયો છે. આવી સ્થિતિમાં હવે ગૃહયુદ્ધની સંભાવના છે.

પ્રતિકાર ચાલુ રહેશે

પ્રતિકાર ચાલુ રહેશે

ઉલ્લેખનીય છે કે, સોવિયત સંઘે પણ ઘણી વખત પંજશીર પર કબ્જો કરવાની વાત કરી હતી, પરંતુ દરેક વખતે પંજશીરના બળવાખોરોએ સોવિયત યુનિયનનેપંજશીરમાંથી હાંકી કાઢયા હતા. જો કે રાષ્ટ્રીય પ્રતિકાર દળે સ્વીકાર્યું છે કે, તેમને ભારે નુકસાન થયું છે અને તેના ઘણા નેતાઓ માર્યા ગયા છે, તેમણે એક વીડિયો પણજારી કર્યો છે.

જેમાં કહેવામાં આવ્યું છે કે, અમે પંજશીરમાં છીએ અને અમારો વિરોધ ચાલુ રહેશે. આ સાથે નેશનલ રેઝિસ્ટન્સ ફોર્સના વડા અહમદ મસૂદે સમગ્રઅફઘાનિસ્તાનના લોકોને તાલિબાન સામે ઉઠવાનું આહ્વાન કર્યું છે અને ત્યારથી અફઘાનિસ્તાનમાં તાલિબાન અને પાકિસ્તાન વિરુદ્ધ મોટા પાયે દેખાવો થયાના અહેવાલોછે.

ગૃહ યુદ્ધની આશંકા કેમ છે?

ગૃહ યુદ્ધની આશંકા કેમ છે?

રાષ્ટ્રીય પ્રતિકાર દળના વડા અહમદ મસૂદે અફઘાનિસ્તાનને તાલિબાન સામે હથિયારો ઉપાડવા હાકલ કરી છે અને અફઘાનિસ્તાન માત્ર તાલિબાન સમર્થક નથી. તેનાબદલે તાલિબાનમાં ડઝનેક જુદા જુદા સમુદાયો રહે છે અને તેઓ જુદા જુદા ભાગો પર મજબૂત પકડ ધરાવે છે અને જો તેઓ તાલિબાન સામે હથિયારો ઉપાડે છે, તોપછી ગૃહયુદ્ધ શરૂ થવાની ખાતરી છે. કારણ કે, જ્યાં તાલિબાનોએ કબ્જો જમાવ્યો છે, તેઓ કોઈપણ કિંમતે આ વિસ્તાર છોડવા માંગશે નહીં, આવી સ્થિતિમાં ભારેરક્તપાત થવાની સંભાવના છે.

રાષ્ટ્રીય પ્રતિકાર દળના વડા અહેમદ મસૂદે જાહેરાત કરી છે કે, જે પણ તાલિબાન સામે હથિયાર ઉઠાવશે, તે તેમની સાથે છે. જો કે,અત્યાર સુધી અફઘાનિસ્તાનના પૂર્વ ઉપરાષ્ટ્રપતિ અમરૂલ્લાહ સાલેહ તરફથી કોઈ નિવેદન આવ્યું નથી.

બે દિવસ પહેલા તેમણે એક વીડિયો જાહેર કર્યો હતો અને કહ્યુંહતું કે, તેમને પંજશીરમાં હતા, પરંતુ પાકિસ્તાન દ્વારા તેના ઘરમાં ભયાનક બોમ્બ ધડાકા કર્યા બાદ અમરૂલ્લા સાલેહ વિશે કોઈ સમાચાર નથી.

English summary
According to a report from Panjshir, it is being claimed that this time unidentified planes have dropped bombs on Taliban positions, inflicting heavy losses on the Taliban.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X