For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કેન્સરના ઈતિહાસમાં પહેલીવાર મળી ઐતિહાસિક સફળતા, ક્લિનિકલ ટ્રાયલ દરમિયાન દવા 100% અસરકારક

કેન્સરના ઈતિહાસમાં પહેલીવાર મળી ઐતિહાસિક સફળતા, ક્લિનિકલ ટ્રાયલ દરમિયાન દવા 100% અસરકારક

|
Google Oneindia Gujarati News

કેન્સર, એકક એવી જીવલેણ બીમારી છે, જેનું નામ સાંભળીને જ લોકો ડરી જાય છે અને આ બીમારીની દવા અથવા વેક્સિન શોધવાની કોશિશ પાછલા કેટલાય વર્ષોથી ચાલી રહી છે, પરંતુ અત્યાર સુધી સફળતા મળી નહોતી. પરંતુ હવે કોલોરેક્ટલ કેંસરની એક નવી દવાએ ત્યારે શોધકર્તાઓને ચોંકાવી દીધા, જ્યારે માલૂમ પડ્યું કે, ક્લિનિકલ ટ્રાયલ દમરિયાન કેંસરથી પ્રભાવિત તમામ દર્દીમાંથી કેન્સરનો વાયરસ ગાયબ થઈ ગયો.

બહુ મોટી સફળતા

બહુ મોટી સફળતા

Dostarlimab, એક મોનોક્લોનલ એંટીબૉડી દવા છે જેને યૂકેમાં એંડ્રોમેટ્રિયલ કેન્સરના ઈલાજ માટે પહેલેથી જ સ્વીકારવામાં આવી છે, તેણે ન્યૂયોર્કમાં મેમોરિયલ સ્લોન કેટરિંગ કેન્સર સેન્ટરમાં ક્લિનિકલ ટ્રાયલ દરમિયાન ઉમમ્મીદોનો તમામ સીમા રેખા તોડી નાખી. રિપોર્ટ મુજબ આ ક્લિનિકલ ટ્રાયલ હોસ્પિટલમાં દાખલ 18 કેન્સર દર્દીઓ ઉપર કરવામાં આવ્યો હતો અને પરિણામમાં માલૂમ પડ્યું કે દવા આપ્યા બાદ ડૉક્ટરોને તમામ 18માંથી 18 દર્દીના શરીરમાં કેન્સરના લક્ષણો મળ્યા નહીં. જો કે, 18 દર્દીઓના આ સેમ્પલ સાઈઝ નાના જરૂર છે, પરંતુ છતાં પણ તેના પરિણામ આ જીવલેણ બીમારીના ઈલાજની દિશામાં ગેમ ચેંજિંગ માનવામાં આવી રહ્યા છે અને સંપૂર્ણ સંભાવના બની ગઈ છે કે આ દવાને કેન્સર બીમારીના સ્થાઈ ઈલાજ માટે ઉપયોગમાં લઈ શકાશે.

કેવા દર્દીઓ પર ઉપયોગ થઈ શકે છે

કેવા દર્દીઓ પર ઉપયોગ થઈ શકે છે

રિપોર્ટ મુજબ dostarlimab માત્ર દસમા કોલોરેક્ટલ કેન્સર રોગીઓ કે જેમના ટ્યૂમરમાં આનુવંશિક ઉત્પરિવર્તન થતું હોય તેમના પર દવાનો ઉપયોગ કરી શકાય છે. આ રિસર્ચ પેપર લખનાર પ્રમુખ લેખકોમાંથી એક ડૉ લુઈસ ડિયાઝે કહ્યું કે, "મારું માનવું છે કે કેંસરના ઈતિહાસમાં આવું પહેલીવાર થયું છે." તેમણે કહ્યું કે, 'આ વાસ્તવમાં રોમાંચક છે. મને લાગે છે કે આ દર્દીઓ માટે એક સારું પગલું છે.' ડૉ ડિયાજે વ્હાઈટ હાઉસના રાષ્ટ્રીય કેન્સર સલાહકાર બોર્ડના સભ્ય પણ છે, તેમણે ન્યૂયોર્ક ટાઈમ્સને જણાવ્યું કે આ ખોજ 'હિમશૈલની સિરા' હતી. તેમણે કહ્યું કે, "અમે તપાસ કરી રહ્યા છીએ, કે શું આ રીત અન્ય કેન્સર દર્દીઓની મદદ કરી શકે છે જે દર્દીને બચાવી શકવાની સંભાવના બહુ ઓછી થઈ જાય ચે અને ટ્યૂમર એમએમઆરડી હોય શકે છે." તેમણે કહ્યું કે, "અમે હાલ હવે ગૈસ્ટ્રિક (પેટ), પ્રોસ્ટેટ અને અગ્નાશયના કેન્સરના રોકીઓનું નામાંકન કરી રહ્યા છીએ." (તસવીર સૌજન્ય- Memorial Sloan Kettering Cancer Center)

કેવી રીતે ક્લિનિકલ ટ્રાયલ કરાયું

કેવી રીતે ક્લિનિકલ ટ્રાયલ કરાયું

ક્લિનિકલ ટ્રાયલ દરમિયાન 18 દર્દીઓએ કોલોરેક્ટલ કેન્સર માટે પાછલા ઉપચારથી પસાર થવું પડ્યુંહતું, જેમાં કીમોથેરેપી અને જોખમ ભરી સર્જરી સામેલ હતી. અધ્યયનમાં નામાંકિત દર્દીઓને છ મહિના માટે દરેક ત્રણ અઠવાડિયામાં મોનોક્લોનલ એંટીબૉડી ઉપચાર આપવામાં આવ્યા છે. જે બાદ શોધકર્તાઓએ 12 મહિના બાદ રોગીઓની સતત મોનિટરિંગ કરી અને ફરી ટેસ્ટ દરમિયાન માલુમ પડ્યું કે તેમના શરીરથી કેન્સર ગાયબ થઈ ગયું હતું. ડૉક્ટર્સે કેટલીય વખત તમામ દર્દીઓના વિવિધ રીતે સ્કેનિંગ કર્યાં, તેમનો ટેસ્ટ લીધો, પરંતુ ડૉક્ટર્સને કેન્સર ના મળ્યું.

આ દવાની કિંમત કેટલી છે

આ દવાની કિંમત કેટલી છે

ડેઈલી મેઈલના રિપોર્ટ મુજબ અમેરિકામાં Dostarlimabની કિંમત 11000 ડૉલર છે એટલે કે 8 લાખ 80 હજાર રૂપિયા પ્રતિ 500mg. જ્યારે યૂનાઈટેડ કિંગડમમાં આ દવાનો ડોઝ 5887 પાઉન્ડમાં વેચાય છે. જો કે એનએચએસે ઉન્નત એંડોમેટ્રિયલ કેન્સરના ઈલાજ માટે નિર્માતા ગ્લૈક્સોસ્મિથક્લાઈન (જીએસકે) સાથે છૂટ પર સહમતિ વ્યક્ત કરી છે, જેણે અમેરિકી પરીક્ણનો પ્રયોજિત કર્યું છે. દર વર્ષે લગભગ 100 એડવાન્સ એંડોમેટ્રિયલ કેન્સર રોગીઓને Dostarlimab આપવામાં આવે છે.

દર્દીઓએ શું કરવું જોઈએ?

દર્દીઓએ શું કરવું જોઈએ?

ડૉ ડિયાજે કહ્યું કે, 'અમારો સંદેશો છે, જો તમને રેક્ટલ કેંસર હોય તો તપાસ કરાવો કે ટ્યૂમર એમએમઆરડી છે કે નહીં. કેન્સર કયા સ્ટેજ પર છે તેનાથી કોઈ ફરક નથી પડતો, અમારી પાસે મેમોરિયલ સ્લોન કેટરિંગમાં એક પરીક્ષણ છે જે તમારી મદદ કરી શકે છે. અને એમએસકેની પાસે વિશેષ વિશેષજ્ઞતા છે જે વાસ્તવમાં મહત્વ ધરાવે છે.' ન્યૂ ઈંગ્લેન્ડ જર્નલ ઑફ મેડિસિનમાં પ્રકાશિત અધ્યયનમાં શોધકર્તાઓએ લખ્યું, 'આ રિપોર્ટ સમયે, કોઈપણ દર્દીને કીમોરેડિયોથેરેપી અથવા સર્જરી નહોતી થઈ, અને ફોલો-અપ દરમિયાન ફરીથી કેન્સર બીજીવાર થયાનો મામલો પણ સામે નહોતો આવ્યો.'

English summary
First Time In History": Cancer Vanishes For Every Patient In Drug Trial
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X