ચીનમાં પાંચ વર્ષના બાળકે ચલાવ્યુ વિમાન
બેઇજિંગ, 4 સપ્ટેમ્બરઃ ચીનમાં પાંચ વર્ષના એક બાળકે વિમાન ચલાવીને સૌથી નાની ઉમરનો પાઇલોટ હોવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું છે. હે યિડે નામના આ બાળકનું હુલામણું નામ ડુઓડુઓ છે. તેણે વીજિંગ વન્ય જીવ પાર્ક ઉપર 31 ઑગસ્ટે 35 મીનીટ સુધી વિમાન ઉડાડ્યું. ચીની મીડિયામાં મંગળવારે આ અહેવાલ પ્રકાશિત થયો હતો. જે ઉડાન ક્લબમાં ડુઓડુઓ વિમાન ઉડાડવાનું શીખી રહ્યો છે, તેના પ્રભારી ઝાંગ યોંગહુઇએ કહ્યું કે, ડુઓડુઓએ 30 કિમી સુધી વિમાન ઉડાડ્યું હતું.













Click it and Unblock the Notifications
