For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Flashback 2020: 28 વર્ષ બાદ ચૂંટણી હારનાર પહેલા પ્રેસિડેન્ટ બન્યા ડોનાલ્ડ ટ્રમ્પ

Flashback 2020: 28 વર્ષ બાદ ચૂંટણી હારનાર પહેલા પ્રેસિડેન્ટ બન્યા ડોનાલ્ડ ટ્રમ્પ

|
Google Oneindia Gujarati News

વૉશિંગ્ટનઃ વર્ષ 2020 તો આમ કોરોના વાયરસ મહામારીને કારણે કોઈ યાદ કરવા નહિ માંગે, પરંતુ અમેરિકામાં રિપબ્લિકન પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ માટે આ વર્ષ બેવડૂં દર્દ લઈને આવ્યું છે. આ વર્ષે ટ્રમ્પ ઉમ્મિદ કરી રહ્યા હતા કે તેમને વધુ ચાર વર્ષ મળશે પરંતુ એવું કંઈ ના થયું. ચૂંટણી પ્રચાર દરમ્યાન તેઓ કોરોના સંક્રમિત પણ થયા અને ચૂંટણી પણ હારી ગયા. 3 નવેમ્બરે કોરોના મહામારી વચ્ચે જ અમેરિકામાં 46મા પ્રેસિડેન્ટની ચૂંટણી થઈ. આ ચૂંટણીમાં ડેમોક્રેટ જો બિડેને રિપબ્લિકન પાર્ટીના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પને માત આપી. 20 જાન્યુઆરી 2021ના રોજ અમેરિકાના પૂર્વ વાઈસ પ્રેસિડન્ટ બિડેનનું સપનું પૂરું થયું અને તેઓ પ્રેસિડેન્ટ પદના શપથ લેશે.

donald trump

હરેક બેટલગ્રાઉન્ડ સ્ટેટમાં ટ્રમ્પ હાર્યા

ડોનાલ્ડ ટ્રમ્પને હરેક વડી બેટલગ્રાઉન્ડ સ્ટેટમાં હારનો સામનો કરવો પડ્યો. જ્યોર્જિયા, પેંસિલવેનિયા, એરિજોના, કેલિફોર્નિયા અને ન્યૂયોર્કમાં પણ તેઓ હારી ગયા. ટ્રમ્પ હરેક જગ્યાએ કોર્ટમાં કેસ દાખલ કરી રહ્યા હતા અને પરિણામોને પડકાર આપી રહ્યા હતા. તેમણે હજી સુધી હાર નથી સ્વીકારી. નવેમ્બર મહિનાના અંતમાં ટ્રમ્પનું વલણ થોડું બદલાયું અને જનરલ સર્વિસ એડમિનિસ્ટ્રેશને નવા ચૂંટાયેલા પ્રેસિડેન્ટ જો બિડેનના પ્રશાસન માટે ફંડ રિલીઝ કર્યું. આની સાથે જ ઔપચારિક રીતે ટ્રાંજિશનની શરૂઆત પણ થઈ ગઈ. જો કે ટ્રમ્પ પોતાની વાત પર અડગ રહ્યા કે તેઓ ચૂંટણી નથી હાર્યા. પાછલા દિવસોમાં તેમણે વ્હાઈટ હાઉસમાં આયોજિત પાર્ટીમાં મજાકમાં કહ્યું કે હવે તેઓ વર્ષ 2024માં બીજીવાર મળશે. ટ્રમ્પને આ ચૂંટણીમાં 232 ઈલેક્ટોરલ વોટ્સ હાંસલ થયા તો જો બિડેનને 304 ઈલેક્ટોરલ વોટ્સ મળ્યા છે.

28 વર્ષ બાદ આ મોકો આવ્યો

રિપબ્લિકન પાર્ટીના ડોનાલ્ડ ટ્રમ્પ વર્ષ 1992 બાદ પહેલા એવા રાષ્ટ્રપતિ બની ગયા છે જેમને બીજીવાર મોકો નથી મળી શક્યો. તેમની પહેલા જ પાર્ટીના જ્યોર્જ એચ ડબલ્યૂ બુશે હારનો સામનો કરવો પડ્યો હતો અને તે બીજો કાર્યકાળ હાંસલ કરવાથી ચૂકી ગયા હતા. બુશ બાદ બિલ ક્લિંટન, તેમના દીકરા જ્યોર્જ ડબલ્યૂ બુશ અને બરાક ઓબામા સફળતાપૂર્વક બે વાર ચૂંટાયા હતા. જ્યોર્જ એચ ડબલ્યૂ બુશ વર્ષ 1992માં જ્યારે ચૂંટણી થઈ ત્યારે અમેરિકામાં રિપબ્લિકન પાર્ટીના એક લાંબા શાસનનો અંત થયો. વર્ષ 1968થી અમેરિકામાં બસ આ પાર્ટીથી જ પ્રેસિડેન્ટ ચૂંટાયા હતા. એ વર્ષે બુશની અપ્રવૂર રેટિંગ 89 ટકા હતી અને બીજીવાર ચૂંટાવાનો તેમનો ચાંસ બહુ વધુ હતો.

મુકેશ-નીતા અંબાણી બન્યા દાદા-દાદી, શ્લોકા અંબાણીએ આપ્યો પુત્રને જન્મમુકેશ-નીતા અંબાણી બન્યા દાદા-દાદી, શ્લોકા અંબાણીએ આપ્યો પુત્રને જન્મ

1992માં તેમની સામે અરાકંસાસના ગવર્નર 46 વર્ષના બિલ ક્લિંટન જો ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર હતા, જેમણે ટક્કર આપી. ચૂંટણી થઈ તો ક્લિંટને ના માત્ર પોપ્યુલર વોટ્સ જીત્યા બલકે ઈલેક્ટોરલ વોટમાં પણ તગડાં વોટ મેળવ્યાં. ક્લિંટનને એ સમયે 370 ઈલેક્ટોરલ વોટ મળ્યા હતા. જ્યારે બુશને 168 જ ઈલેક્ટોરલ કોલેજ હાંસલ થઈ શકે. ક્લિંટન અમેરિકાના ઈતિહાસમાં સૌથી ઓછી ઉંમરના પ્રેસિડેન્ટ તરીકે ચૂંટાયા હતા.

English summary
Flashback 2020: Donald Trump becomes first president to lose election after 28 years
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X