For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Forbes 2020: સૌથી વધુ કમાણી કરતી હસ્તીઓમાં અમેરિકી મોડલ કાયલી ઝેનર અવ્વલ નંબરે

Forbes 2020: સૌથી વધુ કમાણી કરતી હસ્તીઓમાં અમેરિકી મોડલ કાયલી ઝેનર અવ્વલ નંબરે

|
Google Oneindia Gujarati News

વૉશિંગ્ટનઃ ફોર્બ્સ મેગેઝિને વિશ્વભરમાં સૌથી વધુ કમાણી કરતી હસ્તીઓની યાદી જાહેર કરી છે, જેમણે વર્ષ 2019 દરમિયાન સંયુક્ત રીતે 6.1 બિલિયન ડૉલર એટલે કે 4 ખર્વ 60 અબજ 42 કરોડ 80 લાખ રૂપિયાની કમાણી કરી. આમા ટેક્સ અને ફી પણ આવી જાય છે. જો કે 2019માં વિશ્વભરમાં પગપેસારો કરી ચૂકેલા કોરોના મહામારી બાદ આ આવકમાં 200 મિલિયન ડૉલર એટલે કે 15 અબજ 9 કરોડ 30 લાખ રૂપિયાનો ઘટાડો નોંધાયો છે. વર્ષ 2016 બાદ પહેલી વખત હસ્તીઓની આવકમાં આટલો ઘટાડો નોંધાયો છે. અહીં કઈ હસ્તીએ કેટલા રૂપિયાની કમાણી કરી અહીં જુઓ આખી યાદી...

કાયલી ઝેનર પહેલા નંબરે

કાયલી ઝેનર પહેલા નંબરે

સૌથી વધુ કમાણી કરનારા એક્ટર્સમાં કાઈલી ઝેનર અને કેન્યી વેસ્ટ સૌથી ટોચ પર છે જેમણે ક્રમશઃ 590 મિલિયન ડૉલર (44 અબજ 55 કરોડ 41 લાખ 45 હજાર રૂપિયા) અને 170 મિલિયન ડૉલર (12 અબજ 83 કરોડ 76 લાખ 35 હજાર રૂપિયા)ની કમાણી કરી છે. કેન્યી વેસ્ટે તેની Yeezy Sneakersની Adidas જોડે ડીલ કરી હોવાથી મોટાભાગની આવક થઈ છે જ્યારે કાઈલી ઝેનરને પોતાના કોસ્મેટિક કંપની Cotyની 51 ટકા પ્રોડક્ટના વેચાણમાંથી આવક થઈ છે.

રોઝર ફેડરર

રોઝર ફેડરર

ફોર્બ્સની આ યાદીમાં ત્રીજા નંબર પર વિશ્વના સૌથી પ્રતિષ્ઠિત ટેનિસ ખેલાડી રોઝર ફેડરર છે જેમણે 2020માં 106.3 મિલિયન ડૉલર એટલે કે 7 અબજ 82 કરોડ 2 લાખ 46 હજાર રૂપિયાની કમાણી કરી છે.

ક્રિસ્ટિયાનો રોનાલ્ડો

ક્રિસ્ટિયાનો રોનાલ્ડો

ફોર્બ્સની આ યાદીમાં ચોથા નંબર પર વિશ્વનો સૌથી સર્વશ્રેષ્ઠ ફુટબોલ ખેલાડી ક્રિસ્ટિયાનો રોનાલ્ડોનું નામ આવે છે, 2020માં ઈન્સ્ટાગ્રામ પર તેમના 200 મિલિયન ફોલોઅર્સ થઈ ગયા અને આ દરમિયાન તેમણે કુલ 105 મિલિયન ડૉલર એટલે કે 7 અબજ 92 કરોડ 54 લાખ રૂપિયાની કમાણી કરી.

લાયનલ મેસ્સી

લાયનલ મેસ્સી

ક્રિસ્ટિયાનો રોનાલ્ડો બાદ વિશ્વના બીજા પ્રતિષ્ઠિત ફુટબોલર લાયનલ મેસીનું નામ આવે છે મે્સ્સીને FIFA's Plyer of The Year અને The European Golden Shoe અવોર્ડ મળ્યા છે. લાયનલ મેસ્સીએ વર્ષ 2020 દરમિયાન 7 અબજ 84 કરોડ 99 લાખ 20 હજાર રૂપિયાની કમાણી કરી છે.

આ હસ્તીઓએ 100 મિલિયન ડૉલરથી ઓછી કમાણી કરી

આ હસ્તીઓએ 100 મિલિયન ડૉલરથી ઓછી કમાણી કરી

જે બાદ ફિલ્મ ડારેક્ટર ટાયલર પેરીએ 97 મિલિયન ડૉલરની કમાણી કરી, જે બાદ નાયમરે 95.5 મિલિયન ડૉરની કમાણી કરી, તેમના પછી 90 મિલિયન ડૉલર સાથે હાવર્ડ સ્ટર્ન આઠમા નંબર પર છે, 88.2 મિલિયન ડૉલર સાથે લેબર્ન જેમ્સ નવા નંબર પર છે. જે બાદ 87.5 મિલિયન ડૉલર સાથે ડ્વેન જોહ્નસન 10મા નંબર પર છે, 85 મિલિયન ડૉલર સાથે રુશ લિંબાઘ 11મા નંબર પર છે, 84 મિલિયન ડૉલર સાથે એલન ડિગેનરર્સ 12મા નંબર પર છે, 82.5 મિલિયન ડૉલર સાથે બિલ સિમન્સ 13મા નંબર પર છે, 81 મિલિયન ડૉલર સાથે એલ્ટન જોહ્ન 14મા નંબર પર છે, 80 મિલિયન ડૉલર સાથે જેમ્સ પેટરસન 15મા નંબર પર છે, 74.4 મિલિયન ડૉલર સાથે સ્ટેફેન્સી કુરી 16મા નંબર પર છે, 72 મિલિયન ડૉલર ાથે અરિયાના ગ્રાન્ડે 17મા નંબર પર છે, 71.5 મિલિયન ડૉલરની કમાણી સાથે રિયાન રેયનોલ્ડ્સ 18મા નંબર પર છે, 70 મિલિયન ડૉલર સાથે ગોર્ડન રેમઝી 19મા નંબર પર છે.

70 મિલિયનથી ઓછી કમાણીવાળા સ્ટાર્સ

70 મિલિયનથી ઓછી કમાણીવાળા સ્ટાર્સ

68.5 મિલિયન ડૉલરની આવક સાથે જોનાસ બ્રધર્સ 20મા નંબર પર છે, 68 મિલિયન ડૉલર સાથે The Chainsmokers 21મા નંબર પર છે, 65.5 મિલિયન ડૉલર સાથે ડૉ ફીલ મેકગ્રુ 22મા નંબર પર છે, 64 મિલિયન ડૉલરની આવક સાથે Ed Sheeran 23મા નંબર પર છે, 63.9 મિલિયન ડૉર સાથે કેવિન ડુરાંટ 24મા નંબર પર છે અને 63.5 મિલિયન ડૉલર સાથે ટેયલર સ્વિફ્ટ 25મા ક્રમે છે.

ટૉપ 100ની યાદીમાં અક્ષય કુમાર પણ સામેલ

ટૉપ 100ની યાદીમાં અક્ષય કુમાર પણ સામેલ

વર્ષ 2020માં સૌથી વધઉ કમાણી કરવાના મામલે 100 હસ્તીઓની યાદીમાં એકમાત્ર બૉલીવુડ એક્ટર અક્ષય કુમાર જગ્યા મેળવી શક્યા છે, જૂન 2019થી મે 2020 દરમિયાન એક અનુમાનિત ટેક્સ પહેલાની આવક 48.5 મિલિયન ડૉલર (366 કરોડ રૂપિયા)ની કમાણી સાથે અક્ષય કુમાર આ યાદીમાં 52 સ્થાને છે. જણાવી દઈએ કે પાછલા વર્ષે અક્ષય કુમાર આ યાદીના 33મા સ્થાને હતા.

ચંદ્ર ગ્રહણ દરમિયાન કઈ રાશિના જાતકોએ સતર્ક રહેવું, જાણો ઉપાયચંદ્ર ગ્રહણ દરમિયાન કઈ રાશિના જાતકોએ સતર્ક રહેવું, જાણો ઉપાય

English summary
Forbes 2020: Highest paid celebrities of 2020 list in gujarati
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X