G7 Summit 2023 Japan : જાપાનમાં PM મોદીને મળશે યુક્રેન રાષ્ટ્રપતિ ઝેલેસ્કિ, જાણો યુદ્ધ પર શું થશે અસર?
G7 Summit 2023 Japan : જાપાનના હિરોશિમા શહેરમાં આયોજીત થનારા જી7 શિખર સંમેલનમાં ભાગ લેવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જાપાન પહોંચ્યા હતા. આ બેઠકમાં તેમની મુલાકાત યુક્રેનના રાષ્ટ્રપતિ વલોડિમિર જેલેસ્કિ સાથે થશે.
ન્યૂઝ-18ના અહેવાલ મુજબ, યુક્રેન યુદ્ધ પછી આ પ્રથમ વખત છે, જ્યારે યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત થશે. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સ્કી G7 સમિટમાં હાજરી આપે તેવી અપેક્ષા છે અને તેઓ શનિવારના રોજ હિરોશિમા પહોંચશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહેલેથી જ હિરોશિમા માટે રવાના થઈ ગયા છે, જ્યાં તેઓ G7 નેતાઓ સાથે મુલાકાત કરશે અને ક્વાડ નેતૃત્વ સમિટમાં પણ હાજરી આપશે.
વડાપ્રધાન મોદી ઝેલેન્સકીને મળશે 24 ફેબ્રુઆરી, 2022ના રોજ યુદ્ધ શરૂ થયા બાદ આ પ્રથમ વખત હશે, જ્યારે યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકી વડાપ્રધાન મોદીને મળશે. આ વર્ષની શરૂઆતમાં યુક્રેનના નાયબ વિદેશ પ્રધાન એમિન ઝાપારોવાએ નવી દિલ્હીની મુલાકાત લીધી, જ્યાં તેમણે યુક્રેનની શાંતિ યોજના ને સમર્થન આપવા ભારતને વિનંતી કરી હતી.
આવા સમયે, ભારતે ઘણી વખત રશિયા અને યુક્રેન બંનેને પૂર્વ યુરોપીય ક્ષેત્રમાં શાંતિ અને સ્થિરતા પુનઃસ્થાપિત કરવા માટે વાતચીત અને રાજદ્વારી માર્ગ પર પાછા ફરવા વિનંતી કરી છે.
યુક્રેનમાં યુદ્ધ ફાટી નીકળ્યા બાદ વડાપ્રધાન મોદી એક વખત રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને પણ મળી ચૂક્યા છે. ગયા વર્ષે ઉઝબેકિસ્તાનના સમરકંદમાં શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) સમિટ દરમિયાન, તેમણે પુતિનને કહ્યું હતું કે, આ યુદ્ધનો યુગ નથી. વડાપ્રધાન મોદીનું આ નિવેદન આખી દુનિયામાં હેડલાઈન્સ બની ગયું હતું.
ભારત યુક્રેન યુદ્ધ પર વાતચીત અને રાજદ્વારી માટે દબાણ કરવાનું ચાલુ રાખે છે અને દુશ્મનાવટનો અંત લાવવા માંગે છે. આ સાથે ભારતે યુક્રેનમાં યુદ્ધ ખતમ કરવા માટે તમામ પક્ષોને નક્કર પગલાં ભરવા વિનંતી કરી છે. વડાપ્રધાન મોદીએ આ વર્ષે ફેબ્રુઆરીમાં પણ યુક્રેનમાં શાંતિની અપીલ કરી હતી.
નવી દિલ્હીમાં જર્મન ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝ સાથે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સને સંબોધતા પીએમ મોદીએ જણાવ્યું હતું કે, યુક્રેનમાં યુદ્ધ શરૂ થયું, ત્યારથી ભારતે વાતચીત અને કૂટનીતિ દ્વારા વિવાદનો ઉકેલ લાવવાનો આગ્રહ કર્યો છે. ભારત કોઈપણ શાંતિ પ્રક્રિયા માટે યોગદાન આપવા તૈયાર છે.
ઉલ્લેખનીય છે કે, આ વર્ષે ભારતમાં G20 સમિટનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે, જે સપ્ટેમ્બર મહિનામાં આયોજિત થશે. જેમાં અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને રશિયાના રાષ્ટ્રપતિ પુતિન પણ ભાગ લેવા આવશે.
આવા સમયે, તેમની દિલ્હીની મુલાકાત દરમિયાન, યુક્રેનના નાયબ વિદેશ પ્રધાને ભારત સરકારને વિનંતી કરી કે, તેઓ યુક્રેનના રાષ્ટ્રપતિને ભારતમાં યોજાનારી જી-20 સમિટ માટે આમંત્રણ મોકલે, જેથી તેઓ સામે યુક્રેન વિશે વાત કરી શકે. વિશ્વ વ્લાદિમીર પુતિન પણ ભારતની મુલાકાતે આવનાર હોવાથી એ જોવાનું રસપ્રદ રહેશે કે, વડાપ્રધાન મોદી યુક્રેનના રાષ્ટ્રપતિને ભારત આવવાનું આમંત્રણ આપે છે કે નહીં?












Click it and Unblock the Notifications
