For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પાકિસ્તાનઃ સ્કૂલ બસમાં ધડાકો, 17 બાળકોના મોત

By Super
|
Google Oneindia Gujarati News

pakistani-map
લાહોર, 26 મેઃ પુર્વ પાકિસ્તાને શનિવારે સવારે એક સ્કૂલ બસમાં ગેસ સિલેન્ડર ફાટવાથી 17 જેટલા બાળકો સળગીને મરી ગયા, બસનો સિલેન્ડર ફાટવાથી આગ લાગી હતી.

આ ઘટનામાં ઇજાગ્રસ્ત સાતથી વધારે બાળકોને હોસ્પિટલમાં લાવવામાં આવી છે. આ ઘટના ગુજરાત શહેરના વિસ્તારમાં થઇ હતી. પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદથી 200 કિમી દક્ષિણ-પૂર્વમાં ગુજરાત છે.

પોલીસનો હવાલો આપતા સ્થાનિક મીડિયાનું કહેવું છે કે આ ધડાકામાં બસ ડ્રાઇવર બચી ગયો છે. જણાવવામાં આવી રહ્યું છે કે એક શિક્ષકનું પણ મોત થયું છે.

સમાચાર એજન્સીએ એક સ્થાનિક કરી રહેલા પોલીસ અધિકારીના હવાલાથી જણાવ્યુ કે બસમાં આગ એ સમયે લાગી જ્યારે બાળકો સ્કૂલથી અમુક કિલોમિટર જ દૂર હતા.

બસમાં 23થી 25 લોકો સવાર હતા, જેમાં અધિકાંશ સ્કૂલના બાળકો હતા. દુર્ઘટનાના સમાચાર મળ્યા બાદ બચાવકર્મીઓએ ઘટનાસ્થળ પર પહોંચી રાહત બચાવ કાર્ય શરૂ કર્યું. બાળકોના મૃતદેહ અને ઇજાગ્રસ્તોને ગુજરાતની હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા.

પાકિસ્તાનમાં લાખો વાહનોમાં સીએનજીનો ઉપયોગ કરવામાં આવે છે, કારણ કે તે ડીઝલ અને પેટ્રોલ સામે સસ્તું પડે છે. સીએનજીના કારણે પાકિસ્તાનમાં પહેલા પણ આવી દુર્ઘટનાઓ અનેકવાર થઇ ચૂકી છે.

English summary
At least 16 children and a teacher were killed yesterday when a gas cylinder exploded in a school bus in eastern Pakistan, officials and rescue workers said.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X