અમેરિકામાં આપાતકાલીન લાગુ કરવાની પુરી તૈયારીમાં ટ્રમ્પ
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ મેક્સિકોની સીમા પર દીવાલ બનાવવાની વાત પર અડગ છે. ટ્રમ્પએ શનિવારે કહ્યું કે દક્ષિણ મેક્સિકોની સીમા પર દીવાલ માટે સુરક્ષિત ફંડિંગ માટે દેશમાં આપાતકાલીન ઘોષણા પર વિચાર કરી રહ્યા છે. મેક્સિકોની દક્ષિણી સીમાથી અવેધ શરણાર્થીઓને રોકવા માટે ડોનાલ્ડ ટ્રમ્પ એક દીવાલ બનાવવા માંગે છે. ટ્રમ્પ પોતાના આ પગલાં માટે અમેરિકા કોંગ્રેસની મંજૂરી વિના જ દીવાલ બનાવવાની યોજના સાથે આગળ વધશે.
ડોનાલ્ડ ટ્રમ્પએ સીબીએસ ન્યુઝ 'ફેસ ધ નેશન' કાર્યક્રમમાં જણાવ્યું કે સીમા સુરક્ષાને લઈને વિપક્ષી ડેમોક્રેટ્સ સાથે ચાલી રહેલી વાતચીત સમયની બરબાદી છે. તેમને યુએસ હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવ નેન્સી પેલોસી પર ખુબ જ સખત અને ગંદી રાજનીતિ કરવાનો આરોપ લગાવ્યો છે.
આ પણ વાંચો: અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એચ-1બી વિઝાની નવી નીતિઓને આપી મંજૂરી
ડોનાલ્ડ ટ્રમ્પએ નેન્સી પેલોસી વિશે જણાવ્યું કે મને લાગે છે કે તે ખુબ જ સખત હતી અને મને તેની આશા પણ હતી. પરંતુ મને લાગે છે કે તે આપણા દેશ માટે ખરાબ છે. તેઓ જાણે છે કે આપણે સીમા સુરક્ષાની જરૂરિયાત છે પરંતુ તેમ છતાં તેઓ ખુલ્લી બોર્ડર ઈચ્છે છે. તેમને માનવ તસ્કરીમાં કોઈ જ સમસ્યા નથી.
આ પણ વાંચો: શા માટે મહેમાનોને ડોનાલ્ડ ટ્રમ્પ 'તે રૂમ' બતાવે છે
નેન્સી પેલોસી પર ગુસ્સે થયેલા ડોનાલ્ડ ટ્રમ્પ ઘ્વારા જણાવવામાં આવ્યું કે તે આપણા દેશમાં ભયાનક અસંતોષનો માહોલ બનાવી રહી છે. ટ્રમ્પ ઘ્વારા જણાવવામાં આવ્યું કે અમે રાષ્ટ્રીય આપાતકાલીન વિશે વિચારી રહ્યા છે કારણકે મને નથી લાગતું કે આગળ કઈ પણ થશે. તેમને કહ્યું જે ડેમોક્રેટિક સીમા સુરક્ષા નથી ઇચ્છતા.