For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પાકિસ્તાનની જેલમાં બંધ અબ્દુલને મક્કીને ગ્લોબલ આતંવાદી તરીકે જાહેર

અમેરિકા અને ભારત દ્વારા જેની માંગ કરવામાં આવી હતી તે મક્કીને આખરે ગલોબલ આતંકવાદી જાહેર કરી દેવામાં આવ્યો છે ચીન દ્વારા સતત તેને ગ્લોબલ આતંકવાદી તરીકે જાહેર કરવાનો ઇન્કાર કર્યો છે.

|
Google Oneindia Gujarati News

યૂએનએસસી દ્વારા આતંકવાદી અબ્દુલ રહેમાન મક્કીને ગ્લોબલ આતંકી ઘોષિત કરવામાં આવ્યુ છે. ગ્લોબલ આતંકી જાહેર કરવામાં આવતા પાકિસ્તાનમાં જેલમાં બંધ મક્કીએ વિડીયો બહાર પાડીને અલકાયદા સાથે તેની કોઇ પણ પ્રકારની લીંક હોવાનો ઇનકાર કરી દીધો છે. મક્કી પાકિસ્તાનના લાહોર સ્થિત કોટ લખપત જેલમાં બંધ છે. અંહીથી તેનો વિડીયો બહાર પાડીને અલ કાયદા સાથે પોતાનો કોઇ પણ પ્રકારનો લિંક હોવાનો ઇન્કાર કરી દિધો છે. મક્કીએ કહ્યુ છે કે, મને ગ્લોબલ આતંકવાદી જાહેર કરવાનો આધાર ભારત દ્વારા આપવામાં આવેલી ખોટી માહિતી છે. હુ અબ્દુલ આઝમને ક્યારેય નથી મળ્યો, જેમ કે અમુક ફર્જી રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે.

MAKKI

મક્કીએ કહ્યુ કે, યૂએનએસસીએ નિર્ણય લેતી વખતે નક્કી કરવામાં આવેલી પ્રક્રિયાનું પાલન નથી કર્યુ. કોઇ પણ જાણકારી આ લિસ્ટિંગને લઇને જાહેર નથી કરવામાં આવી. ભારત લગાતાર પાકિસ્તાન આતંકવાદીઓની યૂએનએસસીની ગ્લોબલ આતંકવાદી જાહેર કરવાની માંગ કરી રહ્યો છે. મક્કીને ગ્લોબલ આતંકવાદી જાહેર કરવાનો ચીન દ્વારા વિરોધ કરવામા આવતો હતો. આ વખતે આખરે યૂએનએસસીએ મક્કીને ગ્લોબલ આતંકી કરી દીધો છે. ઉલ્લેખનીય વાત એ છે કે, મક્કી સામે અમેરિકાએ પહેલાથી જ મોટી ઇનામની જાહેરાત કરી હતી.

કુલ પાંચ પાકિસ્તાની આતંકવાદીઓના નામે યૂએનએસસીમાં આગળ વધારવામાં આવ્યા હતા. જેમા ગ્લોબલ આતંકી જાહેર કરવાની માંગ કરવામાં આવી હતી. જેમા અબ્દુલ રમાન મક્કી, અબ્દુલ રઉફ અસગર, સાજિદ મીર, શાહીદ મહમૂદ, તલ્હા સઇદના નામનો સમાવશ થાય છે. મક્કીના નામનો પ્રસ્તાવ 1 જૂન 2022 એ રાખવામાં આવ્યો હતો. જેમા ભારત અને અમેરિકી તરફથી આગળ વધારમાં આવ્યો હતો.

English summary
Global terrorist Makki denies meeting with bin Laden
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X