ગૂગલ અને એમેઝોનના ઝગડાને કારણે Youtube થઇ બ્લોક

દુનિયાની બે સૌથી મોટી કંપનીઓ ગૂગલ અને એમેઝોનની વચ્ચે ઝગડો વધતો જ જઇ રહ્યો છે. ગૂગલે તેની લોકપ્રિય યૂટ્યૂબ વીડિયો સેવાને એમેઝોનના ફાયર ટીવી અને ઇકો શો ડિવાઇસીઝથી નીકાળવાનો નિર્ણય કરી લીધો છે

દુનિયાની બે સૌથી મોટી કંપનીઓ ગૂગલ અને એમેઝોનની વચ્ચે ઝગડો વધતો જ જઇ રહ્યો છે. ગૂગલે તેની લોકપ્રિય યૂટ્યૂબ વીડિયો સેવાને એમેઝોનના ફાયર ટીવી અને ઇકો શો ડિવાઇસીઝથી નીકાળવાનો નિર્ણય કરી લીધો છે. યૂટ્યૂબ ફાયર ટીવી પર 1 જાન્યુઆરીથી આ નહીં જોવા મળે. ગૂગલે આ નિર્ણય એમેઝોનના તે નિર્ણય પછી લીધો છે જેમાં એમેઝોને ગૂગલના પ્રોડક્ટ વેચવાની મનાઇ ફરમાવી હતી. નોંધનીય છે કે એમેઝોનને ગૂગલના કેટલાક પ્રોડક્ટ વેચવાની ના પાડી દીધી છે. કારણ કે તે એમેઝોનના ગેજેટ્સથી સ્પર્ધામાં હતા માટે.

You tube

ગૂગલના ક્રોમકાસ્ટ એમેઝોનના ફાયર ટીવીથી અને ઇન્ટરનેટથી જોડાયેલા સ્પીકર હોમ, એમેઝોનના ઇકોની પ્રતિસ્પર્ધામાં છે. આ માટે એમેઝોને ગૂગલ ઉત્પાદનોને પોતાને ત્યાં વેચવાની ના પાડી દીધી. જેના પછી ગૂગલે આ નિર્ણય લીધો છે. ગૂગલે મંગળવારે એક પ્રેસવાર્તા કરીને આ અંગે જાણકારી આપી હતી. ગૂગલના આ નિર્ણય પછી એમેઝોન તરફથી કોઇ જવાબ નથી આવ્યો. ગૂગલ એમેઝોનને યૂટ્યૂબ સર્વિસ ના આપીને તેની પર પોતાના પ્રોડક્ટને વેચવા માટે દબાવ બનાવી રહી છે. યૂટ્યૂબ વીડિયો હાલ દુનિયાની વીડિયો માટેની સૌથી લોકપ્રિય ચેનલ છે. તેવામાં ગૂગલના આ પ્રતિબંધથી એમેઝોનને નુક્શાન થવાની સંભાવના રહેલી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X