For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Google બનાવ્યું ઇરાકી કન્ટેમ્પરરી આર્ટિસ્ટનું Doodle, જાણો કોણ છે નાઝીહા સલીમ

આજે એટલે કે 23 એપ્રીલ, શનિવારના રોજ Google પોતાના Doodle મારફતે નાઝીહા સલીમ કે જેઓ એક ચિત્રકાર, પ્રોફેસર અને ઇરાકી કન્ટેમ્પરરી આર્ટમાં સૌથી પ્રભાવશાળી કલાકારોમાંથી એક છે તેમની કળાની ઉજવણી કરી રહ્યું છે.

|
Google Oneindia Gujarati News

GOOGLE DOODLE : આજે એટલે કે 23 એપ્રીલ, શનિવારના રોજ Google પોતાના Doodle મારફતે નાઝીહા સલીમ કે જેઓ એક ચિત્રકાર, પ્રોફેસર અને ઇરાકી કન્ટેમ્પરરી આર્ટમાં સૌથી પ્રભાવશાળી કલાકારોમાંથી એક છે તેમની કળાની ઉજવણી કરી રહ્યું છે. નાઝીહા સલીમે ઘણીવાર ગ્રામીણ ઇરાકી મહિલાઓ અને ખેડૂત જીવનને બોલ્ડ બ્રશ સ્ટ્રોક અને આબેહૂબ રંગો દ્વારા દર્શાવ્યું છે.

Naziha Salim

તુર્કીમાં ઇરાકી કલાકારોના પરિવારમાં જન્મેલા, સલીમના પિતા એક ચિત્રકાર હતા અને તેમની માતા કુશળ ભરતકામના કલાકાર હતા. આ સાથે તેમના ત્રણેય ભાઈઓએ આર્ટ્સમાં કામ કર્યું હતું, જેમાં જાવાદનો પણ સમાવેશ થાય છે, જેઓ વ્યાપકપણે ઈરાકના સૌથી પ્રભાવશાળી શિલ્પકારોમાંના એક ગણાય છે. નાનપણથી જ તેમને પોતાની કળા બતાવવાની મજા આવતી હતી.

પેરિસમાં સલીમે ફ્રેસ્કો અને ભીંતચિત્ર (વોલ પેઇન્ટિંગ્સ) માં વિશેષતા મેળવી

સલીમે બગદાદ ફાઇન આર્ટસ ઇન્સ્ટિટ્યૂટમાં પ્રવેશ મેળવ્યો હતો, જ્યાં તેમણે પેઇન્ટિંગનો અભ્યાસ કર્યો અને વિશિષ્ટતા સાથે સ્નાતક થયા હતા. તેમની સખત મહેનત અને કલા પ્રત્યેના જુસ્સાને કારણે તેઓ પેરિસમાં ઇકોલે નેશનલ સુપરિઅર ડેસ બ્યુક્સ-આર્ટ્સમાં શિક્ષણ ચાલુ રાખવા માટે શિષ્યવૃત્તિ પ્રાપ્ત કરનારી પ્રથમ મહિલાઓમાંની એક બની હતી. પેરિસમાં સલીમે ફ્રેસ્કો અને ભીંતચિત્ર (વોલ પેઇન્ટિંગ્સ) માં વિશેષતા મેળવી હતી. સ્નાતક (ગ્રેજ્યુએટ) થયા બાદ તેમણે ઘણા વધુ વર્ષો વિદેશમાં વિતાવ્યા હતા અને પોતાને કલા અને સંસ્કૃતિમાં ઓતપોત કર્યા હતા.

ઇરાકના કલા સમુદાયમાં છે સક્રિય

જે બાદ આખરે સલીમ ફાઇન આર્ટસ ઇન્સ્ટિટ્યૂટમાં કામ કરવા બગદાદ પરત ફર્યા હતા. જ્યાં તેમને નિવૃત્તિ સુધી ભણાવશે. તેમને ઇરાકના કલા સમુદાયમાં સક્રિય હતા અને અલ-રુવાડના સ્થાપક સભ્યોમાંના એક હતા, જે કલાકારોનો સમુદાય છે, જે વિદેશમાં અભ્યાસ કરે છે અને ઇરાકી સૌંદર્ય શાસ્ત્રમાં યુરોપિયન કલા તકનીકોનો સમાવેશ કરે છે. પાછળથી તેમની કારકિર્દીમાં, સલીમે ઇરાક : કન્ટેમ્પરરી આર્ટ, ઇરાકની આધુનિક કલા ચળવળના પ્રારંભિક વિકાસ માટે એક મહત્વપૂર્ણ સંશોધન લખ્યું હતું.

આજે GOOGLE ડૂડલ શા માટે ઉજવી રહ્યું છે?

નાઝીહા સલીમની આર્ટવર્ક શારજાહ આર્ટ મ્યુઝિયમ અને મોર્ડન આર્ટ ઈરાકી આર્કાઈવમાં સંગ્રહિત છે. જ્યાં લોકો ડ્રિપિંગ બ્રશ અને બ્રિમ્ડ કેનવાસીસમાંથી તેમના દ્વારા વિખરેલો જાદુ જોઈ શકે છે. આજનું ગૂગલ ડૂડલ આર્ટવર્ક સલીમની પેઇન્ટિંગ શૈલી અને કલા જગતમાં તેમના લાંબા સમયથી આપેલા યોગદાનની ઉજવણી કરી રહ્યું છે!

English summary
Google Creates Iraqi Contemporary Artist Doodle, know Who Naziha Salim Is.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X