For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમેરિકામાં મોદીનું થશે ભવ્ય સ્વાગત, આવી શકે છે હજારો લોકો!

|
Google Oneindia Gujarati News

વૉશિંગ્ટન, 10 જુલાઇ: સપ્ટેમ્બરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અમેરિકા યાત્રા દરમિયાન ત્યાંની ભારતીય-અમેરિકન કમ્યુનિટી તેમનું ભવ્ય સ્વાગત કરવાની તૈયારીમાં છે. મોદી યૂએન જનરલ એસેમ્બલી માટે ન્યૂયોર્ક અને બાદમાં પ્રેસિડેન્ટ બરાક ઓબામા સાથે મુલાકાત માટે વૉશિંગ્ટન ડીસી જશે. મોદીના સ્વાગત સંમારંભની તૈયારી કરી રહેલા લોકોને આશા છે કે આ સમારંભમાં 60થી 80 હજાર લોકો આવી પહોંચશે. આ કોઇ પણ ભારતીય નેતા માટે અભૂતપૂર્વ બની રહેશે.

સમારંભના આયોજકોમાંથી એક ભારત બરાઇનું કહેવું છે કે મોદીના સ્વાગત સંમારંભ માટે યોગ્ય સ્થાનની તલાશ કરવામાં આવી રહી છે. જોકે આ પ્રકારના આયોજનો માટે સૌથી યોગ્ય વેન્યૂ ન્યૂ યોર્ક અથવા યૈંકી સ્ટેડિયમ (60000 લોકોની ક્ષમતા) અને ન્યૂ જર્સીનું જાયંટ્સ સ્ટેડિયમ (80000 લોકોની ક્ષમતા) સપ્ટેમ્બરના છેલ્લા અઠવાડીયા માટે પહેલા જ બુક થઇ ચૂક્યા છે.

modi
મોદીની યાત્રાની તારીખો હજી ફાઇનલ નથી થઇ, તો પણ આ સ્વાગત સમારંભ 28 સપ્ટેમ્બરના રોજ થવાની આશા છે. બરાઇનું કહેવું છે કે મોદજીની લોકપ્રિયતાને ધ્યાનમાં રાખતા હજારોની સંખ્યામાં લોકોના આવવાની આશા વ્યક્ત કરાઇ રહી છે.

ઓવરસીઝ ફ્રેંડ્સ ઓફ બીજેપીના પ્રેસિડેંટ ચંદ્રકાંત પટેલ અનુસાર ન્યૂ યોર્ક- ન્યૂજર્સી વિસ્તારમાં મોદી માટે સ્વાગત સમારંભ અને ભારતવંશી સમુદાયની રેલીની તૈયારી નેશનલ લેવલ પર કરવામાં આવી રહી છે. તેમણે જણાવ્યું કે તેમની સંસ્થા તમામ પ્રમુખ ભારતીય અને સામુદાયિક ઓર્ગેનાઇજેશનની સાથે મળીને આ સમારંભને ઐતિહાસિક બનાવવાની તૈયારી કરી રહી છે.

English summary
The Indian-American community will accord a grand reception to Prime Minister Narendra Modi when he travels to the US in September to attend the annual General Assembly session in New York and a White House meeting with US President Barack Obama.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X