હામિદ બન્યા બાંગ્લાદેશના નવા રાષ્ટ્રપતિ

bangladesh
ઢાકા, 22 એપ્રિલઃ અબ્દૂલ હામિદ સોમવારે બાંગ્લાદેશના નવા રાષ્ટ્રપતિના રૂપમાં નિર્વિરોધ પંસદ કરવામાં આવ્યા છે. મુખ્ય નિર્વાચન આયુક્ત(સીઇસી) કાજી રકીબ ઉદીન અહમદે સોમવારે એક ઔપચારિક ઘોષણામાં કહ્યું કે, નેશનલ એસેમ્બલીના અધ્યક્ષ હામિકના રાષ્ટ્રપતિ ચૂંટણી કાયદા 1991ની ધારા 7 અનુસાર બાંગ્લાદેશના રાષ્ટ્રપતિ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

સમાચાર એજન્સી સિન્હુઆએ જણાવ્યા પ્રમાણે, પ્રધાનમંત્રી શેખ હસીનાના સત્તારુઢ ગઠબંધને રવિવારે દેશના 20માં રાષ્ટ્રપતિના ઉમેદવારના રૂપમાં અબ્દુલ હામિદનું નામ રજૂ કર્યું હતું. રાષ્ટ્રપતિ પદ માટે નામાંકન દાખલ કરવાની અંતિમ તારીખ 21 એપ્રિલ અને નામાંકન પરત કરવાની તારીખ 24 એપ્રિલ સુધી કરવામાં આવી હતી. રાષ્ટ્રપતિ ચૂંટણી 29 એપ્રિલે થવાની હતી, પરંતુ કોઇ અન્ય ઉમેદવારે નામાંકન પત્ર દાખલ કર્યું નહોતું.

રાષ્ટ્રપતિનું પદ રાષ્ટ્રપતિ જિલુર રહમાનનું 20 માર્ચના રોજ નિધન થયા બાદ ખાલી હતી. રહેમાનનું નિધન સિંગાપોરની એક હોસ્પિટલ માઉન્ટ એલિજાબેથમાં સારવાર દરમિયાન થયું હતું. વ્યવસાયે વકીલ હામિદના રાષ્ટ્રપતિ જિલુર રહમાન બીમાર પડ્યા બાદ 14 માર્ચે કાર્યકારી રાષ્ટ્રપતિ બનાવવામાં આવ્યા હતા. હામિદ નેશનલ એસેમ્બલીના બીજા અધ્યક્ષ છે, જેમને રાષ્ટ્રપતિ બનાવવામાં આવ્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X