હોન્ટેડ રેસ્ટોરાં: લાશો વચ્ચે લોકો કરે છે ભોજન!
અમે આજે તમને એક એવા રેસ્ટોરાંની સેર કરાવવા જઇ રહ્યાં છે, જેમાં પ્રવેશ કરતાની સાથે જ લોકો થર-થર કાંપવા લાગે છે. એવો માહોલ જેમાં ભય લાગશે તે પાક્કું છે, કારણ કે રેસ્ટોરાંમાં માનવી નહીં પણ ભૂતો ભોજન પીરસે છે અને ભોજન લાશોની વચ્ચે લેવામાં આવે છે. ચોંકશો નહીં, ખરેખર અમે વાત કરી રહ્યાં છીએ વિશ્વના અજબ-ગજબ રેસ્ટોરાંમાં સામેલ સ્પેનના લા માસિયા એંકાંટ્ડાની. આ રેસ્ટોરાંનું કોન્સેપ્ટ ખરખેર તેના ઇતિહાસથી પ્રેરિત છે.
ઇતિહાસ- 17મી સદીમાં જોસફ મા રિએસે માસિયા અને સુરોકાએ માસિયા સેંટા રોજા બનાવ્યું, પરંતુ આગળ જતા સંપત્તિ પર પારિવારિક વિવાદ ઉભો થયો. એક દિવસ સુરોકા અને રિએસે કાર્ડ ઉછાળીને પોતાની કિસ્મત નક્કી કરી. રિએસ તમામ સંપત્તિ હારી ગયો. તેમના પરિવારે ઘર છોડી દીધું અને પરિવારે નવી સંપત્તિ ઉભી કરી. જોત જોતામાં આ ઇમારત ખંડેરમાં બદલાઇ ગઇ. બે સદીઓ સુધી વેરાણ પડી રહેલી ઇમારતમાં સુરોકાના વંશજોએ 1970માં એક રેસ્ટોરાં બનાવ્યું. તેમનો પરિવાર માનતો હતો કે આ ઇમારતને કોઇ શાપ લાગી ગયો છે, તેથી તેમના દિમાગમાં ત્યાંથી જ એક વિચાર આવ્યો કે આ રેસ્ટોરાંને હોન્ટેડ રેસ્ટોરાંના રૂપમાં ચલાવવામાં કેમ ના આવે. બસ ત્યારથી લઇને આજ સુધી આ રેસ્ટોરાંને હોન્ટેડ રેસ્ટોરાં તરીકે ચલાવવામાં આવી રહ્યું છે.
અન્ય પણ છે આ અજબ-ગજબ રેસ્ટોરાંમાં
અહીં ભૂતોના વેશમાં વેઇટર ભોજન પીરસે છે અને ભોજનનો સમય નિર્ધારિત છે. નિર્ધારિત સમય પર જ્યારે ગ્રાહક પહોંચે છે, તે તેમનું સ્વાગત લોહીથી ભરેલા ચાકુ, તલવારથી કરવામાં આવે છે. આગળ વધતા જ પંજા, નકલી લાશો જે દેખાવે સાચી લગે છે, તે લટકતી જોવા મળે છે. ભોજન કરતી વખતે ગ્રાહકો માટે એક શો સંચાલન કરવામાં આવે છે, જેને નિહાળવો દરેક વ્યક્તિનું કામ નથી.
તસવીરોથી જાણીએ ઘણી મહત્વપૂર્ણ વાતો

રેસ્ટોરાંમાં ત્રણ કલાકનું ભોજન
રેસ્ટોરાંમાં એક શો ત્રણ કલાકનો હોય છે એટલે કે તમારું ભોજન પણ ત્રણ કલાક સુધી ચાલે છે. જેમાં વિવિધ પ્રકારના ભૂત-પ્રેતના વેશ ધારણ કરેલા લોકો મનોરંજન કરીને સાથો-સાથ કંઇક અલગ પીરસવાનો પ્રયત્ન કરે છે, જેમાં તમે નિશ્ચયી રૂપથી ડરી જાઓ છો.

હૃદય રોગના દર્દી અને પ્રેગનન્ટ મહિલાઓ નહીં
આ રેસ્ટોરાંમાં હૃદય રોગના દર્દી, અસ્થમાના દર્દી અને પ્રેગનન્ટ મહિલાઓને ભોજન કરવાની મનાઇ છે, કારણ કે ભયના કારણે હૃદય અને અસ્થમાના દર્દીઓનું સ્વાસ્થ બગડી શકે છે, તો ગર્ભની અંદરના બાળક પર ખરાબ અસર પહોંચી શકે છે, વિક્લાંગોના પ્રવેશ પર પણ પ્રતિબંધ છે.

14 વર્ષથી નીચેના પ્રવેશ પ્રતિબંધિત
આ રેસ્ટોરાંમાં 14 વર્ષની નીચેના બાળકોનો પ્રવેશ સંપૂર્ણ પણે પ્રતિબંધિત છે. આવું એટલા માટે કે હોરર શોથી તે ભયભીત થઇ શકે છે.

ગ્રાહક પણ શોનો હિસ્સો
ખાસ વાત એ છે કે આ હોરર શોમાં ગ્રાહક માત્ર મુક દર્શક બનીને બેસી નહીં શકે. તે જાતે પણ ડરાવણી કહાણીઓનો હિસ્સો બની જાય છે, જેના કારણે ભય લાગે તે સ્વાભાવિક છે.

જાદૂગરનો જાદૂ
ભયભીત થવા માટે જરૂરી છે, કે કંઇક એવું થાય જે વિસ્યમકારી લાગે, તેથી ત્યાં જાદૂગરના જાદૂ પણ પ્રસ્તુત કરવામાં આવે છે, જે સંપૂર્ણપણે હન્ટેડ હોય છે.

રેસ્ટોરાંમાં 60 બેઠકો
રેસ્ટોરાંમા કુલ 60 બેઠકો છે, પરંતુ શો ત્યારે જ આયોજિત કરવામાં આવે છે, જ્યારે ઓછામાં ઓછા 35 લોકો ડિનર અથવા લંચ કરવા માટે આવે. રેસ્ટોરાંમાં પ્રવેશ બુકિંગના આધારે જ કરવામાં આવે છે, રેસ્ટોરાંની ટેબલ-ચેર અને ઇન્ટિરિયર એવી રીતે બનાવવામાં આવી છે, જ્યાં કોઇ ભૂતનો અડ્ડો હોય.

પ્રવેશ કરતા જ શરૂ થઇ જાય છે શો
આ રેસ્ટોરાંમાં બુકિંગ કરતી વખતે જ તમને સમય જણાવી દેવામાં આવે છે. ખાસ વાત એ છે કે જેવા તમે રેસ્ટોરાંમાં પ્રવેશ કરશો, તેવો જ શો શરૂ થઇ જશે જે ડરાવવા માટે પુરતો છે, રેસ્ટોરાંમાં મોબાઇલ લઇ જવાની મનાઇ છે.

કેમરા પ્રતિબંધિત
રેસ્ટોરાંમાં કેમેરા, ડિજિકેમ, વીડિયો કેમેરા વગેરે પ્રતિબંધિત છે, કારણ કે તેનાથી શો પર અસર પડે છે.

રેસ્ટોરાંમાં 60 બેઠકો
રેસ્ટોરાંમા કુલ 60 બેઠકો છે, પરંતુ શો ત્યારે જ આયોજિત કરવામાં આવે છે, જ્યારે ઓછામાં ઓછા 35 લોકો ડિનર અથવા લંચ કરવા માટે આવે. રેસ્ટોરાંમાં પ્રવેશ બુકિંગના આધારે જ કરવામાં આવે છે, રેસ્ટોરાંની ટેબલ-ચેર અને ઇન્ટિરિયર એવી રીતે બનાવવામાં આવી છે, જ્યાં કોઇ ભૂતનો અડ્ડો હોય.

ભૂતોના વેશમાં વેઇટર
અહીં ભૂતોના વેશમાં વેઇટર ભોજન પીરસે છે અને ભોજનનો સમય નિર્ધારિત છે, નિર્ધારિત સમય પર જ્યારે ગ્રાહક પહોંચે છે, તે તેમનું સ્વાગત લોહીથી ભરેલા ચાકુ, તલવારથી કરવામાં આવે છે.

લાશો વચ્ચે ભોજન
આગળ વધતા જ પંજા, નકલી લાશો જે દેખાવે સાચી લગે છે, તે લટકતી જોવા મળે છે. ભોજન કરતી વખતે ગ્રાહકો માટે એક શો સંચાલન કરવામાં આવે છે, જેને નિહાળવો દરેક વ્યક્તિનું કામ નથી.
-
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી -
VerSe ઇનોવેશને પી.આર. રમેશની સ્વતંત્ર ડિરેક્ટર અને ઓડિટ સમિતિના અધ્યક્ષ તરીકે નિમણૂક કરી -
5 રાજ્યોની ચૂંટણી ભાજપ માટે સત્તાનો જંગ કે ભવિષ્યનો રોડમેપ?









Click it and Unblock the Notifications
