For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ન્યૂક્લિયર બ્લાસ્ટ જેવો હતો લેબનાનમાં થયેલ ધમાકો, 78ના મોત 4000 ઘાયલ

ન્યૂક્લિયર બ્લાસ્ટ જેવો હતો લેબનાનમાં થયેલ ધમાકો, 78ના મોત 4000 ઘાયલ

|
Google Oneindia Gujarati News

લેબનાનની રાજધાની બેરૂતમાં મંગળવારે ધમાકેદાર બ્લાસ્ટ થયો. આ બ્લાસ્ટમાં 78 લોકોના મોત થયાં છે અને 4000 લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ સામે આવ્યા છે. વિસ્ફોટ એટલો ભયંકર હતો કે આજુબાજુના વિસ્તારો ધ્રુજી ઉઠ્યા હતા. જેનો એક વીડિયો પણ તેજીથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં એવું લાગી રહ્યું છે કે જાણે ન્યૂક્લિયર બ્લાસ્ટ થયો હોય, જો કે સ્થાનિક પ્રશાસને આ વાતથી ઈનકાર કરી દીધો છે. વિસ્ફોટ વાળા વિસ્તારમાં તો નુકસાન થયું જ છે, સાથે જ આજુબાજુના વિસ્તારની બારીઓ પણ ધમાકાથી ટૂટી ગઈ. ઘટનાને પગલે ધુમાડાના ગોટા દૂર દૂર સુધી જોવા મળી રહ્યા હતા.

beirut blast

સ્થાનિક મીડિયા મુજબ ધમાકો બેરુત પોર્ટ પાસે થયો છે, પરંતુ કયા કારણસર ધમાકો થયો હજી સુધી જાણી શકાયું નથી. મીડિયામાં કેટલીક તસવીરો સામે આવી છે, જેમાં ઘાયલ લોકો હોસ્પિટલે ઈલાજ કરાવતા જોવા મળી રહ્યા છે. ધમાકા બાદ બેરૂતમાં આવેલ ભારતીય દૂતાવાસે પણ હેલ્પલાઈન નંબર જાહેર કરી દીધો છે. દૂતાવાસે ટ્વીટ કરતા લખ્યું કે બેરૂતમાં બે મોટા બ્લાસ્ટના સમાચાર છે. બધાને સલાહ આપવામાં આવે છે કે તેઓ શાંત રહે. જો કોઈ ભારતીયને જરૂરત હોય તો તેઓ દૂતાવાસના હેલપલાઈન નંબર પર ફોન કરી શકે છે.

જણાવી દઈએ કે લેબનાનના પર્વ વડાપ્રધાન રફીક હરીરીની 2005માં હત્યા થઈ ગઈ હતી. આ મામલે અદાલતના ફેસલાની ઠીક પહેલા આ ધમાકો થયો છે. આ મામલે ઈરાન સમર્થિત હિજબુલ્લાહ સમૂહના ચાર સભ્ય આરોપી છે. જેમને શુક્રવારે સજા સંભળાવવામાં આવનાર છે. જ્યારે બીજી તરફ લેબનાન સિક્યોરિટી ચીફનું કહેવું છે કે ધમાકો પોર્ટ પર રાખેલી કોઈ ચીજમાં થયો છે. આ ઘટના બોમ્બ બ્લાસ્ટ સાથે જોડાયેલ નથી. મામલાની તપાસ કરવામાં આવી રહી છે.

પાકિસ્તાને જારી કર્યો નવો મેપ, કાશ્મીર અને જુનાગઢ પર કર્યો દાવોપાકિસ્તાને જારી કર્યો નવો મેપ, કાશ્મીર અને જુનાગઢ પર કર્યો દાવો

English summary
heavy blast in beirut killed 78 people, and 4000 injured
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X