For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઇમરાનની કબૂલાત-'પાક.માં હિન્દુઓને જબરદસ્તી બનાવાય છે મુસ્લીમ'

|
Google Oneindia Gujarati News

ઇસ્લામાબાદ, 20 ઓક્ટોબર: પાકિસ્તાનની વિપક્ષી પાર્ટી પાકિસ્તાન તહરીક એ ઇંસાફના નેતા ઇમરાન ખાને જે વાતની કબૂલાત કરી લીધી છે કે પાકિસ્તાનમાં હિન્દુઓ પર જુલમ કરવામાં આવે છે.

ઇમરાન ખાને જણાવ્યું કે હિન્દુઓને અહીં હેરાન કરવામાં આવે છે જેથી તેઓ દેશ છોડીને જતા રહ્યા છે, તમામ તેમની પાર્ટી સત્તામાં આવ્યા બાદ પાછા આવી જશે. એટલું જ નહીં ઇમરાન ખાને એ પણ જણાવ્યું કે હું હિન્દુ અને કલાશા સમુદાયના એ લોકો પ્રત્યે ખૂબ જ દુ:ખ વ્યક્ત કરું છું જેમને જબરદસ્તી ઇસ્લામ કબૂલ કરાવવામાં આવ્યું.

અત્રે નોંધનીય છે કે ઇમરાન ખાને આ વાત ગઇકાલે સાંજે સંસદની સામે પ્રદર્શન કરી રહેલા પ્રદર્શનકારીઓને સંબોધિત કરતા જણાવ્યું. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નવાઝ શરીફના રાજીનામાની માંગને લઇને 14 ઓગષ્ટના રોજ પ્રારંભ કરવામાં આવેલ વિરોધ પ્રદર્શન બાદ આ પ્રકારનું સંબોધન તેમની રોજીંદી ક્રિયાનો એક ભાગ બની ગઇ છે.

ઇમરાન ખાને જણાવ્યું કે બળજબરી પૂર્વક ઇસ્લામ કબૂલ કરાવવું આપણા ધર્મની ધારણાની વિરુદ્ધ છે. તેમણે જણાવ્યું કે મુસલમાનોએ ઇસ્લામને તેમના સારા આચરણના આધાર પર ફેલાવ્યું છે નહીં કે કોઇ પ્રકારની જબરદસ્તી કરીને.

imran khan
ઇમરાન ખાને જણાવ્યું કે લઘુમતીઓને સુરક્ષા, ન્યાય અને સમાન અધિકાર આપવામાં આવશે જે દેશના સંસ્થાપક મોહમ્મદ અલી ઝિણ્ણાના સિદ્ધાંતોના અનુરૂપ રહેશે. ખાને પ્રદર્શનના 67માં દિવસે જણાવ્યું કે અમે નબળાઓને સશક્ત કરીશું અને તેમને સુરક્ષા આપીશું. પાર્ટીએ બંધારણ એવેન્યૂ પર લઘુમતી દિવસ પણ મનાવ્યો. તેમાં ઇસાઇ, હિન્દુ અને શીખ સમુદાયોના પ્રતિનિધિ હાજર હતા. તેમની પાર્ટીના કાર્યકર્તાઓએ હિન્દુઓની સાથે દિવાળી પણ મનાવી.

English summary
Pakistan's opposition leader Imran Khan has said that the Hindus who fled the country after being persecuted will return home if his party comes to power.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X