ઇંગ્લેન્ડ: સાયબર અટેકના કારણે બ્રિટનમાં સ્વાસ્થય સેવાઓ થઇ ઠપ્પ

Posted By:
Subscribe to Oneindia News

ઇંગ્લેન્ડની હોસ્પિટલો સાયબર અટેકની જાળમાં ફસાઇ જતા દેશભરની સ્વાસ્થય સેવાઓને આનાથી મોટી અસર થઇ છે. ધ ઇન્ડિપેન્ડેન્ટના કહેવા મુજબ હૈકર્સે ઇંગ્લેન્ડની હેલ્થ સર્વિસને ટાર્ગેટ બનાવ્યું છે અને તેની સાથે જોડાયેલા કોમ્પ્યૂટરો પર નિશાન તાક્યું છે. જેના કારણે મુખ્ય શહેર લંડન, બ્લેકબર્ન અને નોટિંઘમની હોસ્પિટલોની મુશ્કેલીઓ વધી છે. એટલું જ નહીં તેમ પણ કહેવામાં આવી રહ્યું છે કે દુનિયાના 50થી વધુ દેશો પર હાલ સાઇબર અટેકનો સંભાવના રહેલી છે.

hospital

જો કે બ્રિટનમાં થયેલા આ સાયબર અટેક પછી હોસ્પિટલના કોઇ પણ કોમ્પ્યૂટર ખુલી નથી રહ્યા જેના કારણે ડોક્ટર અને નર્સની સમેત દર્દીઓની મુશ્કેલી વધી છે. દેશભરની હોસ્પિટલમાં લોકોને એડવાયઝરી જાહેર કરવામાં આવી છે. જે મુજબ લોકોને જણાવવામાં આવ્યું છે કે જો તમને હાલ કોઇ ઇમરજન્સી ના હોય તો હાલ પુરતું તે હોસ્પિટલમાં ના આવે. બ્રિટનના ડોક્ટરોએ પોતાની સોશ્યલ મીડિયાની સાઇટ પર હોસ્પિટલ બંધ હોવાની જાણકારી આપી છે.

English summary
Hospitals across Britain paralyzed by cyber attack
Please Wait while comments are loading...