For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મનુષ્ય જાતિ પણ એલિયન છે, નાસાના અવકાશયાત્રીનો દાવો

વર્તમાન સમયમાં એલિયન અંગે ઘણી ચર્ચાઓ ચાલી રહી છે. આ સાથે ઘણા દાવાઓ પણ સામે આવી રહ્યા છે. આ વચ્ચે નાસાના એક અવકાશયાત્રીએ ચોંકાવનારા દાવાઓ કર્યો છે. આ અવકાશયાત્રી ચંદ્ર પર પણ જઇ આવ્યો છે.

|
Google Oneindia Gujarati News

વર્તમાન સમયમાં એલિયન અંગે ઘણી ચર્ચાઓ ચાલી રહી છે. આ સાથે ઘણા દાવાઓ પણ સામે આવી રહ્યા છે. આ વચ્ચે નાસાના એક અવકાશયાત્રીએ ચોંકાવનારા દાવાઓ કર્યો છે. આ અવકાશયાત્રી ચંદ્ર પર પણ જઇ આવ્યો છે. તેણે એવો દાવો કર્યો છે કે, માણસ એક એલિયન પ્રજાતિ છે, જે અન્ય ગ્રહ પરથી આવીને વિકસી છે. સૌપ્રથમ ધરતી પર મનુષ્યો એક નાનકડા અવકાશયાન પર સવાર થઇને પૃથ્વી પર આવ્યા હતા.

'માણસ નાના સ્પેસશીપ દ્વારા પૃથ્વી પર આવ્યો

'માણસ નાના સ્પેસશીપ દ્વારા પૃથ્વી પર આવ્યો

ડેઈલી સ્ટારના અહેવાલ મુજબ, આ દાવો નાસાના એપોલો-15 મિશનમાં શામેલ અવકાશયાત્રી એલ વોર્ડન દ્વારા કરવામાં આવ્યો છે. વર્ષ 2020માં તેમના મૃત્યુના થોડા સમય પહેલા, ITV ના ગુડ મોર્નિંગ બ્રિટન શો સાથેની મુલાકાતમાં, એલ વોર્ડને જણાવ્યું હતું કે, અમે ક્યાંકથી નાના સ્પેસ શિપમાં પૃથ્વી પર આવ્યા છીએ. ચંદ્ર પર પગ મુકનારા ગણ્યાગાઠ્યા લોકોમાંના એક એવા એલ વોર્ડને જણાવ્યું હતું કે, આપણને લાગે છે કે, એલિયન કોઈ બીજા છે, પણ એલિયન તો આપણે પોતે જ છીએ.

પ્રાચીન સુમેરિયન પુસ્તકોમાં છે પુરાવા

પ્રાચીન સુમેરિયન પુસ્તકોમાં છે પુરાવા

એલ વોર્ડને જણાવ્યું હતું કે, આપણે તે લોકોમાંથી એક છીએ, જેઓ બીજા ગ્રહમાંથી આવ્યા છીએ, કારણ કે બીજી કોઈ પ્રજાતિને બચાવવી હતી. તેઓ નાના સ્પેસશીપમાં ધરતી પર આવ્યા હતા, પછી તેઓ ધરતી પર પોતાની સંસ્કૃતિ શરૂ કરી હતી. જો તમે મારા પર વિશ્વાસ ન કરી શકતા હોય, તો પ્રાચીન સુમેરિયન પુસ્તકો જુઓ અને વાંચો. જેમાં આને લગતી ઘણી બાબતો છે. તેઓ તમને એલિયન્સ વિશે ઘણી જાણકારી આપશે.

અન્ના વ્હિટીએ એલ વોર્ડનના દાવાને સમર્થન આપ્યું

અન્ના વ્હિટીએ એલ વોર્ડનના દાવાને સમર્થન આપ્યું

એલ વોર્ડને 2 વર્ષ પહેલા આ દાવા કર્યા હતા. તેમના પછી, આ દાવાઓ યુએફઓ નિષ્ણાત અન્ના વ્હીટી દ્વારા યુએફઓ ડોક્યુમેન્ટ્રી રોઝવેલ75 : ધ ફાઈનલ એવિડન્સ માં કરવામાં આવ્યા હતા.

તેમણે ફરી એક વાર એવી ચર્ચાને વેગ આપ્યો હતો કે, માનવી હંમેશા આ પૃથ્વી પરનથી અને તેઓ પણ ક્યાંક બીજેથી અહીં આવ્યા છે.

અન્ના વ્હીટીએ જણાવ્યું હતું, મને લાગે છે કે, તે હંમેશા અહીં છે. કારણ કે પૃથ્વી પર એવા ઘણા પુરાવા છે કે, દર થોડા હજાર વર્ષ પહેલા કોઈ મોટી આપત્તિ આવી હતી.

ચંદ્ર પર પગ મૂકનારા જૂજ લોકોમાંથી એક છે એલ વોર્ડન

ચંદ્ર પર પગ મૂકનારા જૂજ લોકોમાંથી એક છે એલ વોર્ડન

વર્ષ 1971માં, એલ વોર્ડેન, ડેવિડ સ્કોટ અને જેમ્સ ઇરવિન એપોલો 15 માં ચંદ્ર પર ગયા હતા, જે યુનાઇટેડ સ્ટેટ્સના ચોથા માનવ મિશન હતા. તેમણે અવકાશમાં 12 દિવસ વિતાવ્યા હતા, પરંતુ તેઓ ચંદ્ર પર માત્ર 39 મિનિટ અને સાત સેકન્ડ જ રોકાયા હતા.

English summary
humans Are Aliens, NASA Astronaut Claimed
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X