For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ફિલિપાઈન્સમાં તૌફાન રાયનો આતંક, 100થી વધુ લોકોના મોત!

વર્ષના અંતમાં ફિલિપાઈન્સમાં આવેલા સૌથી ભયાનક વાવાઝોડામાં 100 થી વધુ લોકો માર્યા ગયા છે. રવિવારે સામે આવેલા સત્તાવાર આંકડા અનુસાર, ઘણા લોકો ઘાયલ અને બેઘર થયા છે. વાવાઝોડાના પ્રકોપમાંથી લોકોને બચાવવાનું કામ ચાલી રહ્યું છે.

By Desk
|
Google Oneindia Gujarati News

મનિલા, 19 ડિસેમ્બર : વર્ષના અંતમાં ફિલિપાઈન્સમાં આવેલા સૌથી ભયાનક વાવાઝોડામાં 100 થી વધુ લોકો માર્યા ગયા છે. રવિવારે સામે આવેલા સત્તાવાર આંકડા અનુસાર, ઘણા લોકો ઘાયલ અને બેઘર થયા છે. વાવાઝોડાના પ્રકોપમાંથી લોકોને બચાવવાનું કામ ચાલી રહ્યું છે. વિનાશ પામેલા ટાપુઓ સુધી પાણી અને ખોરાક પહોંચાડવાના પ્રયાસો તેજ કરવામાં આવ્યા છે. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી રહ્યા છે, જ્યારે મૃત્યુઆંક વધવાની આશંકા છે.

Typhoon Rai

તમને જણાવી દઈએ કે ફિલિપાઈન્સમાં ત્રાટકેલા ટાયફૂન રાય એ દ્વીપસમૂહના દક્ષિણ અને મધ્ય વિસ્તારોમાં તબાહી મચાવી છે, જેના કારણે લગભગ 30,000 લોકોએ તેમના ઘર અને દરિયા કિનારે આવેલા રિસોર્ટ્સ છોડીને જવા મજબુર થયા છે. વાવાઝોડાને કારણે ઘણા વિસ્તારોમાં સંચાર અને વીજળી સેવાઓ ખોરવાઈ ગઈ છે. કેટલાક ઘરોની છતો ઉડી હોવાના પણ અહેવાલ છે. વાવાઝોડાએ ઘણી હોસ્પિટલોને નુકસાન પહોંચાડ્યું છે. કોંક્રિટના ઇલેક્ટ્રિક થાંભલાઓ પડી જવા ઉપરાંત ઘણા ગામોમાં પૂરની સ્થિતી છે.

અધિકૃત ફેસબુક પેજ પર લોકપ્રિય પર્યટન સ્થળ બોહોલના ગવર્નર આર્થર યેપે જણાવ્યું કે, તબાહ ટાપુ પરના મેયરે અત્યાર સુધીમાં કસ્બાઓમાં 72 લોકોના મોતની પુષ્ટી કરી છે. પ્રાંતીય માહિતી અધિકારી જેફરી ક્રિસોસ્ટોમોએ પણ જણાવ્યું, કે દિનાગટ ટાપુઓમાં દસ લોકોના મોત થયા છે. તાજેતરના સત્તાવાર આંકડાઓ અનુસાર નોંધાયેલા મૃત્યુની કુલ સંખ્યા વધીને 108 થઈ ગઈ છે, જે આ તૌફાનને વર્ષોમાં દેશમાં ત્રાટકેલા સૌથી ભયંકર તોફાનોમાંનું એક બનાવે છે. 'રાય' એ ગુરુવારે 195 કિલોમીટર (120 માઇલ) પ્રતિ કલાકની ઝડપે સુપર ટાયફૂન તરીકે દેશમાં તબાહી મચાવી હતી.

English summary
Hurricane Typhoon Rai kill more than 100 people in Philippines
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X