For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોદીની લપડાક બાદ શરીફની સફાઈ, મનમોહનને નથી કહ્યા 'ગામઠી બાઈ'

|
Google Oneindia Gujarati News

ન્યૂયોર્ક, 30 સપ્ટેમ્બર : ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપાના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીએ ગઇકાલે રવિવારે દિલ્હી ખાતે યોજેલી વિકાસ રેલીમાં ઘટસ્ફોટ કર્યો હતો કે પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફે ભારતના વડાપ્રધાનને 'ગામઠી મહીલા' તરીકે સંબોધ્યા. આ નિવેદન બાદ દેશ વિદેશમાં આ અંગેની ગંભીર ચર્ચાઓ છવા લાગી. વિવાદ એટલો બધો વધી ગયો કે અમેરિકામાં બંને દેશોના વડાપ્રધાનોની બેઠક થતા પહેલા નવાઝ શરીફે પોતાની સફાઇ આપવી પડી.

પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફે પોતાની સફાઇમાં જણાવ્યું કે તેમણે મનમોહન સિંહ માટે કોઇ વાંધાજનક ટિપ્પણી નથી કરી. તેમણે મીડિયામાં ચાલી રહેલા 'ગામઠી મહિલા'વાળા નિવેદનનું ખંડન કરતા આખા મુદ્દે પોતાનો ખેદ વ્યક્ત કર્યો.

modi
આ મુદ્દાને લઇને ચગેલી ચર્ચાને લીધે નવાઝ શરીફ એટલા બધા ચિંતિત હતા કે તેમણે મનમોહન સિંહ સાથે મુલાકાત કરતા પહેલા તેમને પત્ર લખીને આ વાત પર પોતાની સફાઇ આપી. જાણકારી અનુસાર તેમણે વડાપ્રધાન મનમોહન સિંહને એક સંદેશ મોકલીને જણાવ્યું છે કે તેમણે ક્યારેય પણ તેમના માટે આવી ભાષાનો ઉપયોગ નથી કર્યો.

અત્રે ઉલ્લેખનીય છે કે ભારતીય વડાપ્રધાને યુએસ પ્રેસિડેન્ડ બરાક ઓબામા સાથે મુલાકાત કરી જેમાં તેમણે પાકિસ્તાન અને આતંકવાદના મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. જેના પગલે એક પ્રેસકોન્ફરન્સમાં નવાઝ શરીફે જણાવ્યું હતું કે ભારતીય વડાપ્રધાન એક ગામઠી મહીલાની જેમ બરાક ઓબામા સામે પાકિસ્તાનની ફરિયાદ કરે છે.

દિલ્હીમાં મોદીનું વાવાઝોડું, જ્યાં જુઓ ત્યાં મોદી જ મોદી...જુઓ તસવીરોદિલ્હીમાં મોદીનું વાવાઝોડું, જ્યાં જુઓ ત્યાં મોદી જ મોદી...જુઓ તસવીરો

દેશને ડર્ટી ટીમ નહી, ડ્રીમ ટીમ જોઇએ છે: મોદી, મોદીનું દિલ્હીનું ભાષણ સાંભળો!દેશને ડર્ટી ટીમ નહી, ડ્રીમ ટીમ જોઇએ છે: મોદી, મોદીનું દિલ્હીનું ભાષણ સાંભળો!

English summary
Nawaz Sharif said i did not say village womam to Manmohan singh.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X