For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

એક દિવસ કોઇ એશિયાઇ બ્રિટનમાં શાસનનું નેતૃત્વ કરશે: કેમરુન

|
Google Oneindia Gujarati News

બ્રિટેનના વડાપ્રધાન ડેવિડ કેમરુને વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે નજીકના ભવિષ્યમાં કોઇ બ્રિટિશ એશિયાઇ વ્યક્તિ તેમની ભૂમિકા નિભાવશે. બુધવારે રાત્રે આયોજિત વાર્ષિક જીજી2 લીડરશિપ એવોર્ડ્સમાં પોતાના ભાષણ દરમિયાન તેમણે જણાવ્યું કે 'એક દિવસ, હું એવું સાંભળવા માંગુ છું કે વડાપ્રધાન પદ કોઇ એશિયાઇ મૂળનો બ્રિટિશ વ્યક્તિ સંભાળે.'

તેમણે મે 2015માં બ્રિટનમાં થનારી સામાન્ય ચૂંટણીઓના સંબંધમાં હળવા અંદાજમાં જણાવ્યું 'જોકે હમણાં એવું નથી થઇ રહ્યું, પરંતુ ઠીક છે.'

તેમણે જણાવ્યું 'બ્રિટેનને એ જ વસ્તુ સફળ બનાવે છે કે તેમાં દરેક સમુદાયનું યોગદાન છે. પરંતુ જો સ્પષ્ટરીતે કહું તો એ પુરતુ નથી. આજે બ્રિટેનમાં હજી પણ સજાતીય લઘુમતીમાં થોડાક જ એવા લોકો છે, જે ઉચ્ચ પદો પર છે.'

વર્ષ 2014 માટે જીજી2 મેન ઓફ ધ યર અને વુમન ઓફ ધ યર એવોર્ડ આપતા તેમણે જણાવ્યું 'આ અનુપસ્થિતિ બોર્ડ રૂમ, સંસંદના ગૃહોના ચેંબરો, ફુટબોલ ટીમોના મેનેજરોના પદો, હાઇકોર્ટના જજોની પીઠો, આપણા લડાકૂ વિમાનો અને નૌકાદળમાં સ્પષ્ટરીતે ઝળકે છે. હું એ વાતને લઇને સ્પષ્ટ છું કે તેમાં બદલાવ લાવવાનો છે.' મેન ઓફ ધ યર પુરસ્કાર ભારતીય મૂળના ઉધ્યમી રામી રેંજરને મળ્યો. બ્રીટીશ અર્થવ્યવસ્થામાં યોગદાન માટે વડાપ્રધાને સન માર્ક લિમિટેડના સીઇઓને 'શ્રેષ્ઠ ઉદ્યમી' બતાવ્યા.

david
વુમન ઓફ યરનો પુરસ્કાર મેળનાર ભારતીય મૂળની આશા ખેમકાએ જણાવ્યું કે 'હું આ પુરસ્કારથી ઘણી ખૂશ છું, હું હંમેશા કહું છું કે ભારતે મને જન્મ આપ્યો અને બ્રિટેને મને લાયક બનાવી. મારૂ હૃદય ભારતમાં વસે છે અને આત્મા બ્રિટેનમાં.'

આ પ્રસંગે વર્ષ 2015 માટે બ્રિટેનના 101 સૌથી પ્રભાવશાળી એશિયાઇ લોકોની સૂચી 'પાવર 101' પણ જારી કરવામાં આવી. આ વર્ષે આ સૂચિમાં શ્રેષ્ઠ પર કેમરુન કેબિનેટમાં સંસ્કૃતિ, મીડિયા અને રમત મામલાના મંત્રી સાઝિદ જાવિદ રહ્યા. તેઓ એવા પહેલા એશિયાઇ છે, જે બ્રિટિશ કેબિનિટ સુધી પહોંચ્યા છે.

શ્રેષ્ઠ પાંચ લોકોમાં પાકિસ્તાની કિશોરી મલાલા યૂસુફઝઇ બીજા સ્થાન પર, ભારતીય મૂળના લેબર સાંસદ કીથ વાઝ ત્રીજા સ્થાન પર, સ્ટીલ ઉદ્યોગના ભારતીય દિગ્ગજ ઉદ્યમી લક્ષ્મી એન મિત્તલ ચોથા સ્થાન પર અને હિંદુજા બ્રદર્સ પાંચમાં સ્થાન પર રહ્યા.

પ્રવાસી ઉદ્યમી લૉર્ડ સ્વરાજ પૉલ અને તેમના અંગદ કરી કિંગ તરીકે ઓળખાતા લૉર્ડ ગુલામ નૂન અને ડૉયચે બેંકના ભારતીય મૂળના સીઇઓ અંશુ જૈન પણ આ સૂચિમાં પોતાનું સ્થાન બનાવ્યું છે.

આ વાર્ષિક સમારંભનું આયોજન એશિયન મીડિયા એંડ માર્કેટિંગ ગ્રુપ દ્વારા કરવામાં આવે છે. જો કે 'ગરવી ગુજરાત' અખબારના પ્રકાશક છે. જીજી2 નામ અહીથી જ લેવામાં આવ્યું છે.

English summary
I want to see a british asian prime minister says David Cameron.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X