હું પાકિસ્તાનની વડાપ્રધાન બનવા માંગુ છું : મલાલા
ન્યુયોર્ક, 11 ઓક્ટોબર : પાકિસ્તાનની કિશોરી અને માનવ અધિકાર માટે લડત ચલાવતી સામાજિક કાર્યકર મલાલા યુસુફઝઇનું કહેવું છે કે તે પોતાની આદર્શ બેનઝીર ભુટ્ટોની પદચિહ્નો પર ચાલીને દેશની સેવા કરવા માંગે છે. તે આ સેવા પાકિસ્તાનની વડાપ્રધાન બનીને કરવા માંગે છે.
નોબલ શાંતિ પારિતોષિક માટે ફ્રન્ટરનર બનેલી 16 વર્ષની મલાલાએ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે હું પાકિસ્તાનની વડાપ્રધાન બનવા માંગુ છું અને દેશની સેવા કરવા માંગુ છું. તેણે ઇન્ટરવ્યૂમાં એ દિવસની વાત કરી જ્યારે તેની સ્કૂલ બસમાં તાલિબાની આતંકવાદીઓ ચઢી ગયા હતા અને તાલિબિની બંદૂકધારીઓએ તેને ગોળી મારી હતી.

મલાલાએ ઇન્ટરવ્યૂમાં બાળકોના શિક્ષણ માટે કામ કરવાના તેના સપના, દેશો અને સંગઠનો દ્વારા મળેલી ઓળખ, નોબલ શાંતિ પુરસ્કાર માટેની પ્રમુખ દાવેદાર હોવા અંગેના વિચારો, પોપ સ્ટાર જસ્ટિન બીબર અને સેલેન ગોમેજના ગીતોની પોતાની પસંદ વગેરે મુદ્દે વાત કરી હતી.












Click it and Unblock the Notifications
