કુલભૂષણ જાદવ પર ICJ કોર્ટમાં પાકના જૂઠનો પર્દાફાશ, 8 મોટી વાતો
કુલભૂષણ જાદવ પર ICJ કોર્ટમાં પાકના જૂઠનો પર્દાફાશ, 8 મોટી વાતો
નવી દિલ્હીઃ ભારતીય નાગરિક કુલભૂષણ જાદવ સાથે જોડાયેલ મામલે ઈન્ટરનેશનલ કોર્ટ ઑફ જસ્ટિસે બુધવારે પોતાનો ફેસલો સંભળાવી દીધો. આઈસીજેએ પોતાના ફેસલામાં કુલભૂષણ જાદવની ફાંસી પર રોક લગાવતા કેસ પર ફરીથી વિચાર કરવા માટે કહ્યું છે. કોર્ટના આ ફેસલાને ભારતની મોટી જીત તરીકે જોવામાં આવી રહ્યું છે. આ મામલે કોર્ટના 16માંથી 15 જજ ભારતના પક્ષમાં હતા. જાદવનો ફેસલો ચીફ જસ્ટિસ અબ્દુલકાવી અહમદ યૂસુફે વાંચી સંભળાવ્યો. આ મામલે જોડાયેલ આઠ મહત્વની વાતો જાણો...

સજાની સમીક્ષા કરવાનો નિર્દેશ
1- ઈન્ટરનેશનલ કોર્ટ ઑફ જસ્ટિસે કુલભૂષણ જાદવની ફાંસીની સજા પર રોક લગાવતા પાકિસ્તાનને તેમની સજાની સમીક્ષા કરવાનો નિર્દેશ આપ્યો છે.
2 કોર્ટે પોતાના ફેસલામાં કહ્યું કે, પાકિસ્તાન જ્યાં સુધી પ્રભાવી ઢંગે પોતાના ફેસલાની સમીક્ષા અને પુનર્વિચાર ન કરી લે, ત્યાં સુધી કુલભૂષણ જાદવની ફાંસી પર રોક લાગી રહેશે.
3- કોર્ટે પોતાના ફેસલામાં કહ્યું કે વિયના સંધિ અંતર્ગત ભારત પાસે અધિકાર હતો કે તેઓ જાદવને કોન્સુલર પહોંચ આપે અને હિરાસતમાં રહેતા તેમની સાથે મુલાકાત કરી તેમના માટે કાનૂની મદદ પહોંચાડે પરંતુ પાકિસ્તાને આ અધિકારથી ભારતને વંચિત રાખ્યું. કોર્ટે એમ પણ કહ્યું કે પાકિસ્તાન આર્ટિકલ 36 (1) એટલે કે કોન્સ્યુલર એક્સ્સ આપવાના ઉલ્લંઘનના સંદર્ભમાં પોતાના ફેસલા પર પુનર્વિચાર કરે.
|
આઈસીજેના 16માં 15 જજનો ભારતના પક્ષમાં ફેસલો
4- ઈન્ટરનેશનલ કોર્ટના આ ફેસલા બાદ ભારત કુલભૂષણ જાદવને દરેક પ્રકારની કાનૂની મદદ ઉપલબ્ધ કરાવી શકશે. જો કે કોર્ટે કુલભૂષણ જાદવની રિહાઈની માંગણીને ફગાવી દીધી.
5- આઈસીજેના 16માંથી 15 વકીલોએ ભારતના હકમાં ફેસલો સંભળાવ્યો છે. કોર્ટે આઈસીજેના ક્ષેત્રાધિકાર પર પાકિસ્તાનના વાંધાને પણ ફગાવી દીધો.
6- આઈસીજેના 16માંથી 15 જજોમાં એક જજ ચીનનો પણ હતો. ચીની જજે કુલભૂષણ જાદવના મામલે ભારતની દલીલ સાંભળી ભારતના પક્ષમાં ફેસલો આપ્યો.

કોર્ટે પાકિસ્તાન પર લગાવ્યો આરોપ
7- કોર્ટે પોતાના ફેસલામાં કહ્યું કે વિયના સંધિ અંતર્ગત ભારત પાસે કુલભૂષણ જાદવને કાઉન્સલર પહોંચાડવા અને હિરાસતમાં રહેતા તેમની મુલાકાત કરી જાદવ માટે કાનૂની મદદ પહોંચાડવાનો અધિકાર હતો પરંતુ ભારતને આ અધિકારથી વંચિત રાખવામાં આવ્યા. આવી રીતે પાકિસ્તાને વિયના સંધિના પ્રાવધાનોનું ઉલ્લંઘન કર્યું છે.
8- આઈસીજેમાં આંતરરાષ્ટ્રીય કોર્ટની દક્ષિણ એશિયાની કાનૂની સલાહકાર રીમા ઉમરે પોતાના ટ્વીટમાં કહ્યું કે આઈસીજેએ મેરિટના આધારે ભારતના પક્ષમાં ફેસલો સંભળાવ્યો છે. આઈસીજેએ પોતાના ફેસલામાં આદેશ આપ્યો છે કે જાદવ કેસની નિષ્પક્ષ સુનાવણી સુનિશ્ચિત થાય.












Click it and Unblock the Notifications
