For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જો અમે અત્યારે અફઘાનિસ્તાન ન છોડતા તો ક્યારે છોડતાઃ જો બાઈડેન

અફઘાનિસ્તાનની સ્થિતિ પર અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેને નિવેદન આપ્યુ છે.

|
Google Oneindia Gujarati News

વૉશિંગ્ટનઃ અફઘાનિસ્તાનમાં અમેરિકી સેના પાછી જવા સાથે જ તાલિબાને લગભગ આખા દેશને નિયંત્રણમાં લઈ લીધુ છે. સ્થિતિ એટલી ખરાબ છે કે લોકો પોતાનો જીવ બચાવવાની પરવા કર્યા વિના કોઈ પણ સ્થિતિમાં દેશ છોડવા માંગે છે. કાબુલ એરપોર્ટથી લઈને દેશના અલગ-અલગ ભાગોમાંથી હ્રદયદ્વારક ફોટા સામે આવ્યા છે. આ દરમિયાન અમેરિકી રાષ્ટ્રપતિ જે બાઈડેને કહ્યુ કે અમને ખબર છે કે આતંકી સ્થિતિનો ગેરલાભ ઉઠાવી શકે છે અને અફઘાનના લોકો તેમજ અમેરિકી સૈનિકોને નિશાન બનાવી શકે છે. અમે સ્થિતિ પર નજર રાખી રહ્યા છે અને કોઈ પણ પ્રકારના જોખમ પર નજર રાખી રહ્યા છે.

joe biden

રાષ્ટ્રપતિએ કહ્યુ કે કોઈ પણ સ્ત્રોતથી સંભવિત જોખમ પર અમારી નજર છે, અમેઆઈએસઆઈએસ અને અફઘાનના આતંકી સંગઠન આઈએસઆઈએસ-કે પર પણ નજર રાખી રહ્યા છે. સેનાને 31 ઓગસ્ટ બાદ પણ અઘનાનિસ્તાનમાં રોકવાની છે કે નહિ એના પર પણ ચર્ચા ચાલી રહી છે. અમને આશા છે કે અમારે આને આગળ નહિ વધારવી પડે પરંતુ એ વાત પર ચર્ચા થશે, મને એ વાત પર શંકા છે કે અમે આ પ્રક્રિયામાં હજુ કેટલા દૂર છે.

આ સાથે જ અમેરિકી રાષ્ટ્રપતિએ એ વાતનો પણ સ્વીકાર કર્યો છે કે અફઘાનિસ્તાનમાં સ્થિતિ ઠીક નથી. જે રીતે લોકો દેશ છોડી રહ્યા છે તે દુઃખી કરનારુ છે. બાઈડેને કહ્યુ કે આટલી મોટી સંખ્યામાં લોકોને તકલીફ વિના બહાર કાઢવાનો કોઈ રસ્તો નથી. તમે જે ફોટા જોઈ રહ્યા છો તે હ્રદયદ્વવક અને દુઃખદ છે. આ લોકો માટે મારુ દિલ દુઃખી છે પરંતુ અંતમાં એ કહેવા માંગીશ કે જો અમે અફઘાનિસ્તાન અત્યારે ન છોડતા તો ક્યારે છોડતા.

English summary
If we didn't leave Afghanistan now than when would we: Joe Biden
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X