ઇમામે આપ્યુ નફર ફેલાવતુ નિવેદન, સારી રીતે જાણી લો કે નોન મુસ્લિમ આપણા દુશ્મન છે, ગિરફ્તારી ક્યારે?

મુસ્લિમ યુથ વિક્ટોરિયા ઈવેન્ટમાં બોલતા શેખ યુનુસ કાહત્રાદાએ જણાવ્યું હતું કે ખ્રિસ્તીઓ, યહુદીઓ અને નાસ્તિકો સહિત બિન-મુસ્લિમો અલ્લાહના દુશ્મન છે અને તેથી મુસ્લિમોના દુશ્મન છે.

એક ઈમામે બિન-મુસ્લિમો વિરુદ્ધ ઝેર ઓક્યું છે. કેનેડામાં રહેતા ઇમામ શેખ યુનુસ કાહત્રદાએ બિન-મુસ્લિમો સામે એટલું ઝેર ફૂંક્યું છે કે જેઓ તેને સાંભળે છે તેમનુ માથું દીવાલ પર મારી લે. ઉલ્લેખનિય છેકે અત્યાર સુધી કોઈ કહેવાતા સેક્યુલર જૂથ તરફથી આ ઇમામ વિરુદ્ધ અવાજ ઉઠાવવામાં આવ્યો નથી.

શેખ યુનુસ કહત્રાદાએ શું કહ્યું?

શેખ યુનુસ કહત્રાદાએ શું કહ્યું?

કેનેડાના વિક્ટોરિયામાં મુસ્લિમો માટે આયોજિત એક કાર્યક્રમમાં કેનેડિયન ઈમામ શેખ યુનુસ કાહત્રાદાએ બિન-મુસ્લિમો વિશે ખૂબ જ ઉશ્કેરણીજનક વાતો કહી છે. મુસ્લિમ યુથ વિક્ટોરિયા ઈવેન્ટમાં બોલતા શેખ યુનુસ કાહત્રાદાએ જણાવ્યું હતું કે ખ્રિસ્તીઓ, યહુદીઓ અને નાસ્તિકો સહિત બિન-મુસ્લિમો અલ્લાહના દુશ્મન છે અને તેથી મુસ્લિમોના દુશ્મન છે. શેખ યુનુસ કાહત્રાદાએ વધુમાં જણાવ્યું હતું કે, હું ઈચ્છું છું કે અમારા બાળકો આ વાત સારી રીતે સમજે. શેખ યુનુસ કાહત્રાદાએ વધુ ઝેર ઓકતા કહ્યું, "હે અલ્લાહ, ઇસ્લામ અને મુસલમાનોને શક્તિ આપો, નાસ્તિકો અને મુર્તીકોને અપમાનિત કરો, (આપણા) ધર્મના દુશ્મનોનો નાશ કરો અને વિધર્મીઓ અને નાસ્તિકોનો નાશ કરો!

નફરત ફેલાવવામાં માહેર છે શેખ યુનુસ કહત્રાદા

નફરત ફેલાવવામાં માહેર છે શેખ યુનુસ કહત્રાદા

શેખ યુનુસ કાહત્રાદા નફરત વાવવામાં માહેર છે અને ભૂતકાળમાં પણ ખ્રિસ્તીઓ વિરુદ્ધ ઝેરીલા નિવેદનો આપી ચૂક્યા છે. ગયા મહિને, જ્યારે સમગ્ર વિશ્વમાં નાતાલનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો હતો, ત્યારે શેખ યુનુસ કાહત્રાદાએ મુસ્લિમોને કહ્યું હતું કે તેઓ ખ્રિસ્તીઓને નાતાલની શુભેચ્છા ન આપે. શેખ યુનુસ કાહત્રાદાએ જણાવ્યું હતું કે, "ખ્રિસ્તીઓને ક્રિસમસની શુભકામનાઓ આપવી એ ખૂનીને શુભેચ્છા આપવા સમાન છે અને મુસ્લિમો માટે એક મહાન પાપ છે." અન્ય એક વીડિયોમાં, શેખ યુનુસ કાહત્રાદા કહે છે કે "તેઓ ઇસ્લામ પર ખોટા આરોપો લગાવે છે અને તેઓ અલ્લાહના દુશ્મન છે."

શેખ યુનુસ કહત્રાદાની ગિરફ્તારી ક્યારે?

સૌથી આશ્ચર્યની વાત એ છે કે કેનેડામાં રહેતા શેખ યુનુસ કહત્રાદા સતત ઝેરીલા નિવેદનો આપી રહ્યા છે, પરંતુ તેમની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. આ પહેલા પણ મુસ્લિમો માટે કામ કરનાર અલજઝીરાના પત્રકાર શિરીન અબુના મોત પર કહ્યું હતું કે 'એમાં કોઈ શંકા નથી કે તેણે મુસ્લિમો માટે ઘણું કામ કર્યું છે અને યહૂદીઓનો પર્દાફાશ કર્યો છે, પરંતુ હકીકત એ છે કે તે ગેર મુસ્લિમ તરીકે મૃત્યુ પામ્યા. "અમારી વચ્ચે કેટલાક લોકો છે જે કહે છે કે તે સ્વર્ગમાં જશે કારણ કે તે શહીદ છે, પરંતુ તે બિન-મુસ્લિમ હોવાથી તે નરકની આગમાં સળગી જશે." અલ્લાહે કહ્યું છે કે બિન-મુસ્લિમો નરકની આગમાં સળગે છે, તો અમને કંઈ કહેવાનો શું અધિકાર છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X