For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

IMFએ અફઘાનિસ્તાનની આર્થિક મદદને સંપૂર્ણપણે અટકાવી, નહિ મળે એક પણ ડૉલર

આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષે અફઘાનિસ્તાનમાં તખ્તા પલટ બાદ સ્પષ્ટ કરી દીધુ છે કે અફઘાનિસ્તાન હવે આઈએમએફના સ્ત્રોતનો ઉપયોગ નહિ કરી શકે.

|
Google Oneindia Gujarati News

વૉશિંગ્ટનઃ આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષે અફઘાનિસ્તાનમાં તખ્તા પલટ બાદ સ્પષ્ટ કરી દીધુ છે કે અફઘાનિસ્તાન હવે આઈએમએફના સ્ત્રોતનો ઉપયોગ નહિ કરી શકે. આઈએમએફના પ્રવકતાએ કહ્યુ કે આંતરરાષ્ટ્રીય સમુદાયમાં અફઘાનિસ્તાનને લઈને સ્થિતિ સ્પષ્ટ નથી કે અફઘાનિસ્તાનની સરકારને માન્યતા આપવી કે નહિ. તમને જણાવી દઈએ કે 23 ઓગસ્ટ, 2023 સુધી માટે આઈએમએફે 370 મિલિયન ડૉલરની રકમ આપવાની હતી પરંતુ હવે આ પૈસા આપવામાં આવશે નહિ. અફઘાનિસ્તાનના આર્થિક સંકટને જોતા આ રકમની ફાળવણી અફઘાનિસ્તાન માટે કરવામાં આવી હતી.

taliban

આ ઉપરાંત આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષે સ્પેશિયલ ડ્રાઈંગ રાઈટ્સ(એસડીઆર)ને પણ બંધ કરી દીધુ છે જેને સરકાર સમર્થિત ફંડમાં પરિવર્તિત કરવામાં આવી શકતુ હતુ. એસડીઆર એ વિકલ્પ છે જેના દ્વારા આઈએમએફમાં સ્ટર્લિંગ, ડૉલર્સ, યુરો, યેન એન્ડ યુઆનને કન્વર્ટ કરી શકાય છે. આઈએમએફના પ્રવકતાએ કહ્યુ કે હંમેશા થાય છે એ મુજબ અમે આંતરરાષ્ટ્રીય સમુદાયના વિચારો હેઠળ આગળ વધીએ છીએ, અમે એ દ્રષ્ટિએ નિર્ણય લીધો છે.

વાસ્તવમાં અમેરિકાએ અફઘાનિસ્તાનમાંથી પોતાની સેનાને પાછી બોલાવી લેવાનો નિર્ણય લીધો છે ત્યારપછી જ અફઘાનિસ્તાનમાં અફડાતફડી મચેલી છે. તાલિબાને અફઘાનિસ્તાન પર નિયંત્રણ કરી લીધુ છે. ત્યારબાદ આઈએમએફ તરફથી કહેવામાં આવ્યુ છે કે અમેરિકાની કોઈ પણ સેન્ટ્રલ બેંકમાં અફઘાનિસ્તાનની સરકારના જે પણ પૈસા છે તેને તાલિબાનને આપવામાં આવશે નહિ.

અમેરિકાના ટ્રેઝરી સેક્રેટરી જેનેટ યેલેનને કોંગ્રેસના સભ્યએ પત્ર લખીને કહ્યુ હતુ કે તાલિબાનને અમેરિકા તરફથી એક પણ ડૉલરની રકમ ન આપવી જોઈએ. 17 કોંગ્રેસ સભ્યો તરફથી લખવામાં આવેલા પત્રમાં કહેવામાં આવ્યુ છે કે એસડીઆરની ફાળવણી પર પણ રોક લાગવી જોઈએ જેમાં લગભગ અડધા બિલિયન ડૉલરની રકમ ફાળવવામાં આવે છે કારણકે તાલિબાનનો ઈતિહાસ આતંકનો છે અને અમેરિકા સામે આનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ પહેલા અફઘાનિસ્તાનની સેન્ટ્રલ બેંકના હેડે કહ્યુ હતુ કે અમેરિકાએ પોતાની આર્થિક મદદને બંધ કરી દીધી છે કે જે લગભગ 7 બિલિયન ડૉલર હતી.

English summary
IMF seizes its funds to Afghanistan, said no help will be provided.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X