મોદી લહેર પહોંચી પાકિસ્તાન, ઇમરાન ખાને કર્યા મોદીના વખાણ
ઇસ્લામાબાદ, 7 નવેમ્બર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જ્યારથી દેશની સત્તા સંભાળી છે એક પછી એક કામ કરીને લોકોને પોતાની તરફ આકર્ષિત કરતા જઇ રહ્યા છે. તેમના કાર્યશૈલીની જ અસર છે કે કટ્ટર વિરોધી પડોશી દેશ પાકિસ્તાન પણ મોદી લહેરથી પ્રભાવિત થતું જઇ રહ્યું છે.
મોદીના કામોથી પ્રભાવિત પૂર્વ ક્રિકેટર અને પાકિસ્તાની નેતા ઇમરાન ખાને તેમના ભરપૂર વખાણ કર્યા છે. પાકિસ્તાનમાં વિપક્ષના નેતા ઇમરાન ખાને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કરતા જણાવ્યું કે તેઓ એક વિશ્વાસપાત્ર વ્યક્તિ છે.

નોંધનીય છે કે પાકિસ્તાનના કોઇ રાજનૈતિજ્ઞ તરફથી વડાપ્રધાન મોદીના જોરદાર વખાણ કરવા દુર્લભ છે. સરહદ પર થઇ રહેલા સીઝફાયર બાદ પાકિસ્તાન તરફથી વડાપ્રધાન મોદીની ખૂબ જ ટીકાઓ કરવામાં આવી હતી.












Click it and Unblock the Notifications
