તમિલ ટાઈગર્સનો ઉલ્લેખ કરતા ઇમરાન ખાને કહ્યું- આત્મઘાતી હુમલા ધર્મના કારણે નથી થતા
પાક સંસદને સંબોધતા ઈમરાન ખાને તમિલ ટાઈગર્સનો કર્યો ઉલ્લેખ
ઈસ્લામાબાદઃ બોર્ડર પર ભારે તણાવ અને ઇંડિયન આર્મીના સંભવિત એક્શનથી ગભરાયેલ પાકિસ્તાને વિંગ કમાન્ડર અભિનંદનને છોડવાની જાહેરાત કરી દીધી છે. તેઓ કાલે પાકિસ્તાનથી ભારત પરત ફરી જશે. પાકિસ્તાની સંસદના સંયુક્ત સત્રને સંબોધતા વડાપ્રધાન ઈમરાન ખાને કહ્યું કે અમનનો સંદેશો આપતા અમે ભારતીય વિંગ કમાન્ડર અભિનંદનને કાલે છોડી મૂકશું. ઈમરાન ખાને પોતાના સંબોધનમાં તમિલ ટાઇગર્સ અને આત્મઘાતી હુમલાનો ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે આત્મઘાતી હુમલો ધર્મના કારણે નથી થતા બલકે હતાશા અને નિરાશાને પગલા થાય છે.

ઈમરાન ખાને કહ્યું કે કયો દેશ પુલવામા જેવી દહેશત કરાવશે? આનાથી પાકિસ્તાનને શું મળવાનું હતું? ભાતે સબૂત ન આપ્યા અને યુદ્ધના હાલાત બનાવી દીધા. પુલવામા પર ભારતનું ડોઝિયર આજે પાકિસ્તાન પહોંચ્યું છે. જેના બે દિવસ પહેલા જ ભારતે સંપ્રભુતા, આંતરરાષ્ટ્રીય નિયમોનું ઉલ્લંઘન કર્યું. સંસદમાં પોતાના સંબોધનમાં પીએમ ઈમરાન ખાને આત્મઘાતી હુમલાનો ઉલ્લેખ કર્યો. ઈસ્લામ આતંકવાદની ચર્ચા કરતા પાકિસ્તાનના પીએમે કહ્યું કે 9/11 પહેલા સૌથી વધુ આત્મઘાતી હુમલા તમિલ ટાઈગર્સ કરતું હતું, જેમાં હિંદુ સામેલ હતા. તેમણે કહ્યું કે આત્મઘાતી હુમલા ધર્મના કારણે નથી થતા. તેમણે કહ્યું કે આ હુમલા તેમના ધર્મના કારણે નહિ બલકે હતાશા અને નિરાશાને પગલે થયા છે.
Suicide attacks don't happen because of religion - before 9/11, the highest number of suicide attacks were carried out by the Tamil Tigers & they are Hindus - but it was not because of their religion but were borne out of frustration and despair: Pak PM Imran Khan
— omar r quraishi (@omar_quraishi) February 28, 2019
વધુમાં ઇમરાન ખાને કહ્યું કે પાકિસ્તાન ગત 20 વર્ષથી પોતાની જમીન પર આતંકવાદનો સામનો કરી રહ્યું છે. પીએમ ઈમરાન ખાનના સંબોધનમાં ડર પણ જોવા મળ્યો. તેમણે કહ્યું કે કાલે અમે ભારતને સંદેશ મોકલાવ્યો. કાલે પીએમ મોદી પીએમ મોદી સાથે વાત કરવાની અમે કોશિશ કરી હતી. દુનિયાના કેટલાય દેશો સાથે વાતચીત કરી તણાવ હળવો કરવાની કોશિશ કરી. ઈમરાન ખાને ખુદ કહ્યું કે કાલે રાત્રે પાકિસ્તાનને ત્યાં સુધી આશંકા હતી કે કોઈ મિસાઈલ હુમલો થઈ શકે છે.
આ પણ વાંચો- વિંગ કમાન્ડર અભિનંદનને કાલે છોડી મૂકશે પાકિસ્તાન, જાણો ઈમરાન ખાને શું કહ્યું
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?






Click it and Unblock the Notifications
