For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પાક પીએમ ઈમરાનની ધમકી, કાશ્મીર પર જો દુનિયા ચૂપ રહી તો શરૂ થશે હિંસાનો નવો દોર

પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને ગુરુવારે ટ્વિટર પર એક વાર ફરીથી જમ્મુ કાશ્મીર અંગે ધમકી આપી અને દુનિયાની સહાનુભૂતિ મેળવવાની કોશિશ કરી છે.

|
Google Oneindia Gujarati News

પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને ગુરુવારે ટ્વિટર પર એક વાર ફરીથી જમ્મુ કાશ્મીર અંગે ધમકી આપી અને દુનિયાની સહાનુભૂતિ મેળવવાની કોશિશ કરી છે. ઈમરાને ટ્વીટર પર આર્ટિકલ 370 હટ્યા બાદ જમ્મુ કાશ્મીર પર દુનિયાના મૌન પર સવાલ ઉઠાવ્યા. ઈમરાને આ સાથે જ આંતરરાષ્ટ્રીય સમુદાયને આના ગંભીર પરિણામ ભોગવવાની ચેતવણી આપી દીધી. ઈમરાને આરોપ લગાવ્યો છે અને કહ્યુ છે કે જો દુનિયા આજે શાંત કરી તો પછી તે કાશ્મીરમાં સેરબેરનિકાની જેમ નરસંહાર અને મુસલમાનોના ખતમ થવાની ઘટના જોશે.

15 ઓગસ્ટના રોજ ઈમરાનના ટ્વિટ

ભારતના સ્વતંત્રતા દિવસના પ્રસંગે ટ્વીટ કર્યા છે. 15 ઓગસ્ટના રોજ પાકિસ્તાનમાં બ્લેક ડે મનાવવામાં આવ્યો. અહીંના વર્તમાનપત્રોમાં બ્લેક બૉર્ડ્ઝ હતા. રાજનેતાઓ જેમાં ઈમરાન પણ શામેલ છે તેમણે સોશિયલ મીડિયા પર પોતાની ડીપીને કાળી કરી હતી. બધી સરકારી બિલ્ડિંગો પર ઝંડા અડધા ઝૂકેલા હતા. માત્ર એટલુ જ નહિ આતંકી સંગઠન હિઝબુલ મુજાહિદ્દીન અને જૈશ એ મોહમ્મદના 1000 સમર્થકોએ પીઓકેના મુજફ્ફરાબાદમાં કાળા વાવટા લઈને ભારત વિરોધી પ્રદર્શન પણ કર્યા.

દુનિયા ભોગવશે ગંભીર પરિણામો

દુનિયા ભોગવશે ગંભીર પરિણામો

ઈમરાને ટ્વીટ કર્યુ અને લખ્યુ, ‘શું દુનિયા આ જ રીતે કાશ્મીરમાં ચૂપચાપ સેરબ્રેનિકા ટાઈપ નરસંહાર જોતી રહેશે?' ત્યારબાદ ઈમરાને આંતરરાષ્ટ્રીય સમુદાયને ધમકી પણ આપી. ઈમરાને લખ્યુ, ‘હું આંતરરાષ્ટ્રીય સમુદાયને ચેતવણી આપવા ઈચ્છીશ કે જો આ થવાની મંજૂરી આપવામાં આવી તો પછી તેના ઘણા ગંભીર પરિણામ આવશે અને મુસ્લિમ વર્લ્ડમાં આના ઘણા પ્રકારની પ્રતિક્રિયાઓ જોવા મળશે જેમાં કટ્ટરપંથની શરૂઆત થશે અને હિંસાનો દોર શરૂ થશે.'

આ પણ વાંચોઃ અટલ બિહારી વાજપેયીની પહેલી પુણ્યતિથિ પર પીએમ મોદી, શાહ સહિત ઘણા નેતાઓએ આપી શ્રદ્ધાંજલિઆ પણ વાંચોઃ અટલ બિહારી વાજપેયીની પહેલી પુણ્યતિથિ પર પીએમ મોદી, શાહ સહિત ઘણા નેતાઓએ આપી શ્રદ્ધાંજલિ

ભારતના નિર્ણયથી અકળાયેલા છે ઈમરાન

ભારતના નિર્ણયથી અકળાયેલા છે ઈમરાન

ઈમરાને બીજા ટ્વીટમાં લખ્યુ, ‘છેલ્લા 12 દિવસથી કાશ્મીરમાં કર્ફ્યુ લાગેલો છે, જ્યે પહેલેથી સેના તૈનાત છે ત્યાં વધુ બળો હાજર છે. આરએસએસના ગુંડાઓને મોકલી રહ્યા છે, કમ્યુનિકેશન સંપૂર્ણપણે બ્લેક આઉટ છે.' પાંચ ઓગસ્ટના રોજ જ્યારથી ભારતે જમ્મુ કાશ્મીરમાંથી આર્ટિકલ 370ને હટાવવાનો નિર્ણય કર્યો છે ત્યારથી જ પાકિસ્તાન તરફથી સતત એવા નિવેદન જારી કરવામાં આવી રહ્યા છે જેનાથી અકળામણનો અંદાજો લગાવી શકાય છે.

ભારત સાથે ખતમ કર્યા રાજદ્વારી સંબંધ

ભારત સાથે ખતમ કર્યા રાજદ્વારી સંબંધ

ભારતે જમ્મુ કાશ્મીર રાજ્યને મળેલા વિશેષ રાજ્યના દરજ્જાને ખતમ કરી દીધો છે. સાથે જમ્મુ કાશ્મીર અને લદ્દાખને બે સંઘ શાસિત પ્રદેશોમાં વહેંચી દીધુ છે. આ નિર્ણય બાદ પાકે ભારત સાથે બધા રાજદ્વારી સંબંધ ખતમ કરી દીધા અને ઉચ્ચાયુક્ત અજય બિસારિયાને પણ પાછા મોકલી દીધા. સાથે ટ્રેન સેવા અને લાહોર બસ સેવા પણ બંધ કરી દીધી છે.

English summary
In tweets Pakistan PM Imran Khan questions world’s silence, warns of warns of severe repercussions.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X