For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારત - ચીન વચ્ચે સરહદી શાંતિ માટે સમજુતી પર હસ્તાક્ષર

|
Google Oneindia Gujarati News

બીજિંગ, 23 ઓક્ટોબર : ભારત અને ચીન સરહદ પર વચ્ચે લદ્દાખમાં દેપસાંગ ઘાટીમાં ત્રણ સપ્તાહ સુધી ચાલેલી તણાવપૂર્ણ સ્થિતિને 6 મહિના થયા બાદ બંને દેશો આજે ઐતિહાસિક સરહદી શાંતિ સ્થપાય તે મતલબની સમજુતિ પર હસ્તાક્ષર કર્યા હતા. આ ઉપરાંત સરહદ પર આવેલી ત્રણ 'સિસ્ટર સિટીઝ', આર્થિક સહયોગ જેવા મહત્વપૂર્ણ બાબતો પર સમજુતીઓ કરવામાં આવી હતી. જોકે વીઝા સમજૂતિ અંગે બંને દેશોમાં સહમતિ સાધી શકવામાં આવી નથી.

ત્રણ દિવસની ચીન યાત્રા પર ગયેલા ભારતના વડાપ્રધાન મનમોહન સિંહનું ઉષ્માભર્યુ સ્વાગત કરાયું હતું. બુધવારે તેમણે ચીનના વડાપ્રધાન લી ક્વિંગ સાથે મુલાકાત કરી હતી. જ્યાં સીમા સુરક્ષા અંગેના કરાર પર હસ્તાક્ષર કરાયા હતા. લદ્દાખમાં દેપસાંગમાં ઘર્ષણ બાદ સીમા સુરક્ષાને લગતો આ કરાર મહત્વનો બની રહેશે. દેપસાંગ ઘાટીમાં પીપલ્સ લિબ્રેશન આર્મી (પીએલએ)ના સૈનિકોએ ઘૂષણખોરી કરી હતી, અને ત્રણ અઠવાડિયા સુધી ત્યાં રહ્યા હતા.

સુરક્ષા સંબંધી કેબિનેટ સમિતિએ વાસ્તવિક નિયંત્રણ રેખા પર ઘર્ષણની સ્થિતિથી બચવા માટે તેમજ બંને દેશો વચ્ચે વિશ્વાસનો માહોલ સર્જાય તે હેતુથી ગત સપ્તાહે જ બીડીસીએને મંજૂરી આપી છે. વાસ્તવિક નિયંત્રણ રેખા નજીક ચીન દ્વારા આ વર્ષમાં અનેક વાર ઘૂષણખોરી કરાઈ છે.

બીડીસીએમાં બંને દેશોના ડીજીએમઓ વચ્ચે ભારત પાકિસ્તાનના જેવી જ હોટલાઇન સ્થાપિત કરવાનો પ્રસ્તાવ પણ સામેલ છે. આ ઉપરાંત નાલંદા યુનિવર્સિટી મુદ્દે બંને દેશો વચ્ચે MoU કરાયા છે.

ચીન યાત્રાએ પહોંચેલા વડાપ્રધાન મનમોહન સિંહે જણાવ્યું કે "હું ચીન આવીને ખૂબ ખુશ છું. ચીન આપણો સારો પડોશી તદેશ છે. આપણા સંબંધો સદીઓથી છે, બંને દેશોએ ઘણા મુદ્દાઓએ ચર્ચા કરવાની છે."

1

1

બુધવાર 23 ઓક્ટોબર, 2013ના રોજ ચીનના બીજિંગમાં ભારતના વડાપ્રધાન મનમોહન સિંહ (જમણે) સાથે ચીનના વડાપ્રધાન લી ક્વિંગ

2

2

બુધવાર 23 ઓક્ટોબર, 2013ના રોજ ચીનના બીજિંગમાં આવેલા ગ્રેટ હોલ ઓફ પીપલ ખાતે ગાર્ડ ઓફ ઓનર લેતા ભારતના વડાપ્રધાન મનમોહન સિંહ (જમણે) સાથે ચીનના વડાપ્રધાન લી ક્વિંગ

3

3

બુધવાર 23 ઓક્ટોબર, 2013ના રોજ ચીનના બીજિંગમાં આવેલા ગ્રેટ હોલ ઓફ પીપલ ખાતે પત્રકાર પરિષદને સંબોધન કર્યા બાદ હાથ મિલાવતા ભારતના વડાપ્રધાન મનમોહન સિંહ (જમણે) સાથે ચીનના વડાપ્રધાન લી ક્વિંગ

4

4

બુધવાર 23 ઓક્ટોબર, 2013ના રોજ ચીનના બીજિંગમાં આવેલા ગ્રેટ હોલ ઓફ પીપલ ખાતે ગાર્ડ ઓફ ઓનર લેતા ભારતના વડાપ્રધાન મનમોહન સિંહ (જમણે) સાથે ચીનના વડાપ્રધાન લી ક્વિંગ

5

5

બુધવાર 23 ઓક્ટોબર, 2013ના રોજ ચીનના બીજિંગમાં આવેલા ગ્રેટ હોલ ઓફ પીપલ ખાતે ગાર્ડ ઓફ ઓનર લેતા ભારતના વડાપ્રધાન મનમોહન સિંહ (જમણે) સાથે ચીનના વડાપ્રધાન લી ક્વિંગ

6

6

બુધવાર 23 ઓક્ટોબર, 2013ના રોજ ચીનના બીજિંગમાં આવેલા ગ્રેટ હોલ ઓફ પીપલ ખાતે પત્રકાર પરિષદને સંબોધન કર્યા બાદ ભારતના વડાપ્રધાન મનમોહન સિંહ (જમણે) સાથે ચીનના વડાપ્રધાન લી ક્વિંગ

7

7

બુધવાર 23 ઓક્ટોબર, 2013ના રોજ ચીનના બીજિંગમાં આવેલા ગ્રેટ હોલ ઓફ પીપલ ખાતે ગાર્ડ ઓફ ઓનર લેતા ભારતના વડાપ્રધાન મનમોહન સિંહ (જમણે) સાથે ચીનના વડાપ્રધાન લી ક્વિંગ

8

8

બુધવાર 23 ઓક્ટોબર, 2013ના રોજ ચીનના બીજિંગમાં આવેલા ગ્રેટ હોલ ઓફ પીપલ ખાતે પત્રકાર પરિષદને સંબોધન કર્યા બાદ ભારતના વડાપ્રધાન મનમોહન સિંહ (જમણે) સાથે ચીનના વડાપ્રધાન લી ક્વિંગ

9

9

બુધવાર 23 ઓક્ટોબર, 2013ના રોજ ચીનના બીજિંગમાં આવેલા ગ્રેટ હોલ ઓફ પીપલ ખાતે પત્રકાર પરિષદને સંબોધન કર્યા બાદ ભારતના વડાપ્રધાન મનમોહન સિંહ (જમણે) સાથે ચીનના વડાપ્રધાન લી ક્વિંગ

English summary
In pics: India, China in key pact for border peace
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X