For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમેરિકામાં ભારતની ડેપ્યુટી કોન્સલ જનરલ દેવયાનીની ધરપકડ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

ન્યૂયોર્ક, 13 ડિસેમ્બર: અહી ભારતીય વાણિજ્ય દૂતાવાસમાં ભારતની ડેપ્યુટી કોન્સલ જનરલ દેવાયાની ખોબરાડગેને પોતાના ઘરમાં એક ભારતીય નાગરીકને કામ પર રાખવા માટે વિઝા અરજીની સાથે બનાવટી દસ્તાવેજ સોંપવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે.

મૈનહટ્ટનના ટોચના સંઘીય વકીલ પ્રીત બરારાએ જણાવ્યું હતું કે દેવયાનીની આ આરોપને લઇને ધરપકડ કરવામાં આવી છે તેમને અહીં પોતાના ઘરમાં ઘરેલું નોકર તરીકે રાખવામાં આવેલા એક ભારતીય માટે તેની વિઝા અરજીના મુદ્દે અમેરિકી વિદેશ વિભાગને સોંપવામાં આવેલા બનાવટી દસ્તાવેજ તૈયાર કર્યા. તે હાલ અહીં ભારતીય વાણિજ્ય દૂતાવાસમાં રાજકીય, આર્થિક, વાણિજ્યિક અને મહિલા મુદ્દાઓની ઉપ મહાવાણિજ્ય દૂત છે.

devyani

બરારાએ કહ્યું હતું કે 'ઘરેલું નોકરના રૂપમાં કામ કરવા માટે અમેરિકા લાવવામાં આવેલા વિદેશી નાગરિકોના શોષણના વિરૂદ્ધ એ જ સુરક્ષા પ્રાપ્ત છે જે અમેરિકાના નાગરિકોને મળે છે. ખોટું નિવેદન આપવું અને છેંતરપીંડી આ સુરક્ષાને ધતિંગ ગણાવવા માટે કરવામાં આવ્યું જેથી વિઝા ઘરેલું નોકર માટે ઇશ્યૂ કરવામાં આવે જેને યોગ્ય વળતરથી ઓછા વળતરનો વાયદો કર્યો. અમેરિકામાં આ પ્રકારની છેતરપિંડી અને વ્યક્તિનું શોષણ સહન કરી લેવામાં નહી આવે.

English summary
Devyani Khobragade, Deputy Consul General at the Indian Consulate here was on Thursday arrested for allegedly presenting fraudulent documents in support of a visa application for an Indian national employed by her, Manhattan's top federal prosecutor Preet Bharara said.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X